SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

T20માં એક જ વર્ષમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર 5 બેટ્સમેન, આ ભારતીય ખેલાડી ટોપ પર

Cricket Record : ભારતીય બેટ્સમેન અભિષેક શર્માના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. તેના નામે T20માં એક જ કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વખત શૂન્ય રન પર આઉટ થવાનો અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો છે, 2026માં તે 10 વખત શૂન્ય રન પર આઉટ થયો છે. ત્યારે અન્ય કયા બેટ્સમેન છે, જેઓ એક જ કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ડક આઉટ થયા છે, તેના વિશે આ લેખમાં જાણીશું.

Written By Dilip Chaudhary
Published: Sep 23, 2026, 07:35 PM IST | Updated: Sep 23, 2026, 08:06 PM IST
Join

Cricket Record : ભારતીય બેટ્સમેન અભિષેક શર્માના નામે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો છે. અભિષેક શર્માએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક જ કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વખત 'ડક' એટલે કે શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ બનાવ્યો છે. વર્ષ 2026 દરમિયાન તેણે ઘણી આક્રમક ઇનિંગ્સ રમી હોવા છતાં ખાતું ખોલાવ્યા વિના સૌથી વધુ વખત આઉટ થનારા ખેલાડીઓની યાદીમાં તે ટોપ પર પહોંચી ગયો છે. આ લેખમાં એવા પાંચ ખેલાડીઓ વિશે જાણીશું જે એક જ કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ડક આઉટ થયા છે.

અભિષેક શર્મા (ભારત)

ભારતના આક્રમક ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ 2026માં T20 ક્રિકેટમાં એક અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો છે. તેણે આ વર્ષે રમેલી 42 મેચોમાં કુલ 1,306 રન બનાવ્યા હોવા છતાં તે 10 વખત 'ડક' આઉટ થયો છે. ઇનિંગ્સની શરૂઆતથી જ મોટા શોટ્સ રમવાની બેટિંગ સ્ટાઈલને કારણે તે સૌથી વધુ શૂન્ય રન પર આઉટ થનાર ખેલાડીઓની યાદીમાં ટોચ પર છે.

રાશિદ ખાન (અફઘાનિસ્તાન)

અફઘાનિસ્તાનનો સ્ટાર ઓલ-રાઉન્ડર અને લેગ-સ્પિનર રાશિદ ખાન પણ આ યાદીમાં સામેલ છે. તે 2019માં T20 ફોર્મેટમાં બેટિંગમાં સંઘર્ષ કરી રહ્યો હતો અને 56 મેચોમાં તેણે કુલ 319 રન બનાવ્યા હતા. લોઅર ઓર્ડરમાં ઝડપથી રન બનાવવાની કોશિશમાં તે 9 વખત ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો. લાંબા સમય સુધી એક જ કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ 'ડક'નો રેકોર્ડ તેના નામે હતો.

શાદાબ ખાન (પાકિસ્તાન)

પાકિસ્તાનના ઓલરાઉન્ડર શાદાબ ખાન માટે વર્ષ 2024 બેટિંગની દ્રષ્ટિએ ઘણું પડકારજનક સાબિત થયું. તે વર્ષે તેણે રમેલી 42 T20 મેચોમાં 511 રન બનાવ્યા હતા, પરંતુ મધ્યમ અને નીચલા ક્રમમાં બેટિંગ કરતી વખતે તે નવ વખત 'ડક' પર આઉટ થયો હતો. આ નિરાશાજનક પ્રદર્શન સાથે એક જ વર્ષમાં સૌથી વધુ વખત શૂન્ય રને આઉટ થનારા ખેલાડીઓની યાદીમાં તે સંયુક્ત રીતે બીજા સ્થાને છે.

હર્શલ ગિબ્સ (દક્ષિણ આફ્રિકા)

દક્ષિણ આફ્રિકાનો દિગ્ગજ ઓપનિંગ બેટ્સમેન હર્શલ ગિબ્સ પણ આ યાદીમાં છે. આક્રમક બેટિંગ સ્ટાઈલ માટે જાણીતા ગિબ્સે T20 ફોર્મેટમાં 2009માં 33 મેચો રમી હતી, જેમાં 761 રન બનાવ્યા હતા, પરંતુ જોખમી શોટ્સ રમવાની પોતાની આદતને કારણે તે 8 વખત એક પણ રન બનાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો.

સુનીલ નારાયણ (વેસ્ટ ઈન્ડિઝ)

વેસ્ટ ઈન્ડિઝના મિસ્ટ્રી સ્પિનર અને સિક્સ હિટર સુનીલ નારાયણનું નામ પણ યાદીમાં સામેલ છે. સુનીલ નારાયણે 2017માં 64 T20 મેચો રમી હતી. જેમાં તેણે 760 રન બનાવ્યા હતા. ટીમ મેનેજમેન્ટે તેને ઓપનિંગ બેટિંગ કરવાની તક આપ્યા બાદ તે પ્રથમ બોલથી જ મોટા શોટ્સ રમવાની તેની રણનીતિને કારણે તે 8 વખત પોતાનું ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES