SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Asian Games 2026: 17 વર્ષીય કુમકુમ મોહોદ એ રચ્યો ઈતિહાસ, રિકર્વ આર્ચરીમાં ગોલ્ડ મેડલ જીત્યો

Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 માં 17 વર્ષીય કુમકુમ મોહોદ એ ઈતિહાસ રચી દીધો છે. કુમકુમએ વ્યક્તિગત રિકર્વ આર્ચરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. રિકર્વ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર તે પહેલી ભારતીય મહિલા ખેલાડી બની છે.

Written By Krupa Shah
Published: Oct 03, 2026, 08:12 AM IST | Updated: Oct 03, 2026, 08:28 AM IST
Join

Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 માં ભારતના નામે વધુ એક ગોલ્ડ મેડલ થયો છે. આજે વ્યક્તિગત રિકર્વ ઈવેન્ટમાં 17 વર્ષીય આર્ચરી ખેલાડી કુમકુમ મોહોદ એ ગોલ્ડ મેડલ જીત્યો છે. રિકર્વ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પહેલી મહિલા ખેલાડી કુમકુમ બની છે. કુમકુમએ આ ગોલ્ડ મેડલ સાઉથ કોરિયાની ખેલાડીને હરાવીને જીત્યું છે. 

સાઉથ કોરિયાની ખેલાડી સાથે જંગ

રિકર્વ આર્ચરીમાં ભારતની કુમકુમ મોહોદ અને સાઉથ કોરિયાની ઓહ યેજિન વચ્ચે 5 સેટનો મુકાબલો થયો હતો. જેમાં ગોલ્ડ મેડલ જીતવા માટે રોમાંચક જંગ ચાલી. છેલ્લા રાઉન્ડમાં કુમકુમ મોહોદ એ પોતાનો જાદુ દેખાડ્યો અને એકદમ પરફેક્ટ નિશાન લગાવી ગોલ્ડ મેડલ જીતી લીધું. કુમકુમ મોહોદની જીત સાથે ભારતે 48 વર્ષ પછી મહિલા વ્યક્તિગત રિકર્વમાં મેડલ મેળવ્યું છે.આ જીત સાથે જ કુમકુમ એ લોસ એંજીલસમાં 2028 માં થનાર ઓલંપિક ગેમ્સમાં પણ પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. 

કુમકુમ મોહોદની ગોલ્ડ મેડલ માટેના મેચની શરુઆત સારી ન હતી. શરુઆતમાં તે 3-1 થી પાછળ ચાલી રહી હતી. પહેલા સેટમાં કોરિયાની ખેલાડી જીતી અને બીજો સેટ બરાબરી પર પુરો થયો હતો. જેના કારણે કુમકુમ પર આગળ વધવાનું પ્રેશર પણ હતું. પરંતુ ત્યારબાદ કુમકુમ એ ત્રીજા સેટમાં જબરદસ્ત ટક્કરથી કમબેક કર્યું. 

3 સેટ પુરા થયા સુધીમાં કુમકુમ મોહોદ માટે કરો યા મરો જેવી સ્થિતિ હતી. ત્યારબાદ કુમકુમ મોહોદએ જબરદસ્ત પ્રદર્શન કર્યું અને 10 નો પરફેક્ટ સ્કોર કરી સાઉથ કોરિયાની ખેલાડીને પાછળ છોડી દીધી. ત્યારબાદ મેચ 5-5 ની બરાબરી પર પુરો થતા શૂટ ઓફ થયું. શૂટ ઓફમાં કુમકુમ એ ફરી 10 નો પરફેક્ટ સ્કોર કર્યો જ્યારે સાઉથ કોરિયાની ખેલાડી 8 નો સ્કોર કરી શકી. આ રીતે ભારતની કુમકુમ મોહોદએ વ્યક્તિગત આર્ચરીમાં રસાકસી ભરી મેચ બાદ ગોલ્ડ મેડલ જીત્યો 

એશિયન ગેમ્સ 2026 નો ત્રીજું મેડલ

ઉલ્લેખનીય છે કે એશિયન ગેમ્સ 2026 માં કુમકુમનો આ બીજો ગોલ્ડ મેડલ છે. આ પહેલા અંકિતા ભકત, કીર્તિ શર્મા સાથે મહિલા રિકર્વ ટીમ રાઉન્ડમાં પણ ટીમ એ ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ધીરજ બોમ્મદેવરા સાથે મિક્સ્ડ રિકર્વમાં તેણે સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે આજે કુમકુમ એ વ્યક્તિગત રિકર્વમાં ગોલ્ડ મેડલ પોતાના નામ કર્યો છે. 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES