IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો
IND vs PAK Live Streaming : સેમિફાઈનલમાં શ્રીલંકાને 124 રનથી હરાવીને ટીમ ઈન્ડિયાએ એશિયન ગેમ્સ 2026ની ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. હવે ગોલ્ડ મેડલ માટેની મેચમાં ભારતનો મુકાબલો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ રોમાંચક ટક્કર તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે ફ્રીમાં લાઈવ જોઈ શકો છો, તેના વિશે આ લેખમાં જાણીશું.
IND vs PAK Live Streaming : ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર જોરદાર મુકાબલો થવા જઈ રહ્યો છે. એશિયન ગેમ્સ 2026ની પુરુષ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ એટલે કે ગોલ્ડ મેડલ માટેની મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે ટકરાશે. સેમfફાઈનલમાં શ્રીલંકાને 124 રનના વિશાળ અંતરથી હરાવીને ભારતીય ટીમે ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું, જ્યારે પાકિસ્તાને બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવીને ટાઈટલ મુકાબલામાં પ્રવેશ મેળવ્યો.
ચાહકો આ રોમાંચક મુકાબલાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે એ જાણી લઈએ કે ભારત-પાકિસ્તાન વચ્ચે ગોલ્ડ મેડલ માટેની મેચ ક્યારે અને ક્યાં રમાશે અને તમે આ મહામુકાબલો મફતમાં લાઈવ કેવી રીતે જોઈ શકો છો.
ભારત-પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ ક્યારે અને ક્યાં રમાશે ?
ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોલ્ડ મેડલ માટેની મેચ શનિવાર, 3 ઓક્ટોબર, 2026ના રોજ રમાશે. બંને ટીમો વચ્ચેનો આ રોમાંચક મુકાબલો જાપાનના નિસિન સ્થિત કોરોગી સ્પોર્ટ્સ પાર્કમાં યોજાશે. ભારતીય ટીમ સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે.
ભારત vs પાકિસ્તાન મેચ કેટલા વાગ્યે શરૂ થશે?
ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોલ્ડ મેડલ માટેની મેચ સવારે 10:00 વાગ્યે (ભારતીય સમય મુજબ) શરૂ થશે, જ્યારે ટોસ અડધો કલાક પહેલાં એટલે કે સવારે 9:30 વાગ્યે થશે. ફાઈનલમાં શ્રેયસ અય્યર ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે સાહિબઝાદા ફરહાન પાકિસ્તાની ટીમની આગેવાની કરશે.
ભારત-પાકિસ્તાન ફાઈનલ મેચ ટીવી પર ક્યાં જોઈ શકાશે?
ભારત અને પાકિસ્તાન વચ્ચેની 2026 એશિયન ગેમ્સની ફાઈનલનું લાઈવ પ્રસારણ ભારતમાં સોની સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર થશે. ક્રિકેટ ચાહકો સોની સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં લાઈવ મેચ જોઈ શકે છે.
મોબાઈલ અને લેપટોપ પર ભારત-પાકિસ્તાન મેચ લાઈવ ક્યાં જોઈ શકાશે?
જો તમે તમારા મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ અથવા સ્માર્ટ ટીવી પર ભારત-પાકિસ્તાન ગોલ્ડ મેડલ મેચ જોવા માંગતા હો, તો તેનું લાઈવ સ્ટ્રીમિંગ SonyLIV પર થશે. ચાહકો SonyLIV એપ અને વેબસાઈટ દ્વારા લાઈવ મેચનો આનંદ માણી શકે છે.
ફ્રીમાં લાઈવ મેચ કેવી રીતે જોવી?
જો તમે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઈનલ મેચ ફ્રીમાં જોવા માંગતા હો, તો તેનું લાઈવ પ્રસારણ DD Sports પર કરવામાં આવશે. ભારતીય ચાહકો DD Sports ચેનલ દ્વારા તેમના ટેલિવિઝન પર આ મેચનો મફતમાં આનંદ માણી શકે છે. આ માટે તમારી પાસે માત્ર DD Free Dish કનેક્શન હોવું જરૂરી છે.