• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ધાર્મિક
  • /પરિવારની સુખ-શાંતિ અને રક્ષા માટે કાળી ચૌદસે કરો આ ત્રણ દેવતાઓની વિશેષ સાધના, જાણો સંપૂર્ણ વિધિ

પરિવારની સુખ-શાંતિ અને રક્ષા માટે કાળી ચૌદસે કરો આ ત્રણ દેવતાઓની વિશેષ સાધના, જાણો સંપૂર્ણ વિધિ

Kali Chaudas Puja Vidhi : કાળી ચૌદસની પવિત્ર રાત્રિએ મા મહાકાળી, કાળભૈરવ અને સંકટમોચન હનુમાનજીની સંયુક્ત ઉપાસના કરવાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર, શત્રુબાધા, ભય, અનિષ્ટની આશંકા અને પરિવારની સુખ-શાંતિ માટે શુભ મુહૂર્તમાં ત્રણેય દેવશક્તિઓની સાત્ત્વિક સમૂહ આરાધના કરી શકાય છે.

Written ByDilip Chaudhary
Published: Nov 07, 2026, 11:08 AM IST|Updated: Nov 07, 2026, 11:32 AM IST
joinshare
પરિવારની સુખ-શાંતિ અને રક્ષા માટે કાળી ચૌદસે કરો આ ત્રણ દેવતાઓની વિશેષ સાધના, જાણો સંપૂર્ણ વિધિ

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
બાબરી મસ્જિદ તોડી ત્યારે રડ્યા હતા સોનિયા ગાંધી, ભાજપે કહ્યું: આતંકવાદીઓ માટે પણ વહાવ્યા હતા આંસુ

બાબરી મસ્જિદ તોડી ત્યારે રડ્યા હતા સોનિયા ગાંધી, ભાજપે કહ્યું: આતંકવાદીઓ માટે પણ વહાવ્યા હતા આંસુ

2

શું તમે શેરબજારમાં રોકાણ કરો છો? તો જાણો, આજથી સેબીના નવા નિયમો થયા લાગુ

3

E20 બન્યું 420! પેટ્રોલના નામે ટેન્કમાં શું ભરી રહી છે કંપનીઓ? રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે માગ્યો જવાબ

4

મુંબઈ અને પંજાબ વચ્ચે મોટી ટ્રેડ ડીલ, હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની અદલા બદલીની તૈયારી, જાણો

5

બોલી સૌથી ઉંચી, તો ફ્લેટ કેમ ન મળ્યા? NBCCના 15 કરોડના લગ્જરી ફ્લેટની હરાજી પર સવાલ, હવે કોર્ટે માગ્યો જવાબ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Kali Chaudas Puja Vidhi : હિંદુ ધર્મમાં કાળી ચૌદસનું પર્વ શક્તિ ઉપાસના અને રક્ષાત્મક સાધના માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે.  જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે શુભ મુહૂર્તમાં, શત્રુબાધા, અનિષ્ટની આશંકા ભય અને પરિવારની સુખ-શાંતિ માટે ત્રણ દેવશક્તિઓની સામૂહિક આરાધનાનો વિશેષ પ્રયોગ કરી શકાય છે.

Vikram Samvat 2083 Rashifal: સિંહ રાશિના જાતકોનો દબદબો વધશે, નેતૃત્વ અને પાવરમાં આવશે મોટો ઉછાળો

કાળી ચૌદસના શુભ મુહૂર્ત

શનિવાર, તા. 07-11-2026

  • સવારે 08:13 થી 09:36 શુભ
  • બપોરે 12:24થી 01:47 ચલ
  • 01:47 થી 03:10 લાભ
  • 03:10 થી 04:34 અમૃત
  • સાંજે 05:57થી 07:34 લાભ
  • રાત્રે 09:10થી 10:47 શુભ
  • 10:47 થી 12:23 અમૃત અને 
  • મધરાત્રિ 12:23થી 02:00 ચલ ચોઘડિયું

કાળી ચૌદસની રાત્રિ શક્તિ ઉપાસના અને રક્ષાત્મક આરાધના માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ દિવસે માતા મહાકાળી, ભગવાન કાળભૈરવ અને સંકટમોચન હનુમાનજીની સંયુક્ત ઉપાસના કરી શકાય છે. ત્રણેય દેવતાઓના પ્રચલિત મંત્રો અને સ્તોત્રોનો સમાવેશ કરીને સામાન્ય ગૃહસ્થો પણ પરિવાર સાથે સાત્ત્વિક સમૂહ ઉપાસના કરી શકે છે.

સમૂહ ઉપાસનાની સંપૂર્ણ વિધિ

1. પૂજાની તૈયારી અને સંકલ્પ

કાળી ચૌદસની સાંજે અથવા રાત્રે ઘરના પૂજાસ્થાનને સ્વચ્છ કરી લાલ અથવા પીળું વસ્ત્ર પાથરવું. તેના ઉપર માતા મહાકાળી, હનુમાનજી અને કાળભૈરવની છબીઓ સ્થાપિત કરવી. ત્રણેય દેવતાઓ સમક્ષ અલગ-અલગ દીવા પ્રગટાવી પુષ્પ, અક્ષત અને નૈવેદ્ય અર્પણ કરવાં.

પરિવારના તમામ સભ્યો સાથે બેસીને સુખ, શાંતિ, આરોગ્ય, નિર્ભયતા અને સર્વમંગલ માટે સંકલ્પ કરવો.

2. પ્રથમ માતા મહાકાળીનો રક્ષા મંત્રજપ

મંત્ર : સર્વસ્વરૂપે સર્વેશે સર્વશક્તિસમન્વિતે। ભયેભ્યસ્ત્રાહિ નો દેવિ દુર્ગે દેવિ નમોઽસ્તુ તે॥

અર્થ : હે સર્વશક્તિમાન જગદંબા! આપ અમને તમામ પ્રકારના ભયમાંથી બચાવો અને અમારા પરિવારનું રક્ષણ કરો.

સમૂહમાં આ મંત્રનો 108 વાર જપ કરવો.

3. ત્યારબાદ હનુમાનજીની સંકટમોચન આરાધના

મંત્ર : ૐ હનુમતે નમઃ॥

અર્થ : પરમ પરાક્રમી અને સંકટમોચન હનુમાનજીને મારા નમસ્કાર.

તમામ સભ્યોએ સાથે મળીને હનુમાન ચાલીસાનો એક વાર પાઠ કરવો. ત્યારબાદ ઉપરોક્ત મંત્રની ૧૦૮ વાર જપમાળા કરવી.

4. કાળભૈરવની રક્ષા ઉપાસના

મંત્ર : ૐ કાલભૈરવાય નમઃ॥

અર્થ : ભગવાન શિવના રક્ષાત્મક સ્વરૂપ એવા શ્રી કાળભૈરવને મારા નમસ્કાર.

આ મંત્રનો 108 વાર જપ કરવો. ત્યારબાદ કાળભૈરવાષ્ટકનો એક વાર પાઠ કરવો.

5. અંતિમ સંયુક્ત પ્રાર્થના

ત્રણેય દેવતાઓની ઉપાસના પૂર્ણ થયા બાદ પરિવારના તમામ સભ્યોએ હાથ જોડીને પ્રાર્થના કરવી.

હે માતા મહાકાળી, હે સંકટમોચન હનુમાનજી અને હે ભગવાન કાળભૈરવ! અમારા પરિવારને સદબુદ્ધિ, સાહસ, શાંતિ અને સદાચારના માર્ગે ચાલવાની શક્તિ આપો. અમારા જીવનમાંથી ભય, દ્વેષ અને નકારાત્મક વિચારો દૂર કરો તથા સૌનું કલ્યાણ કરો. ત્યારબાદ આરતી કરી પ્રસાદ વહેંચવો.

આ પ્રયોગનું વિશેષ મહત્ત્વ

મહાકાળી શક્તિ અને નિર્ભયતાનું, હનુમાનજી ભક્તિ અને પરાક્રમનું તથા કાળભૈરવ રક્ષણ અને અનુશાસનનું પ્રતીક છે. આ ત્રણેય દેવતાઓની સંયુક્ત આરાધના દ્વારા પરિવારના કલ્યાણની પ્રાર્થના કરવામાં આવે છે. જાણીતા જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર, કાળી ચૌદસે પરિવાર સાથે કરવામાં આવતી આવી ભક્તિપૂર્ણ ઉપાસના પરસ્પર એકતા, આધ્યાત્મિક શાંતિ અને સકારાત્મક વિચારોને પ્રોત્સાહન આપે છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Spiritual