SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Shadashtak Yog 2026: 31 ઓક્ટોબરથી આ રાશિઓના દુ:ખના દિવસો થશે શરુ, ગુરુ-શનિની ખતરનાક યુતિ કરશે પરેશાન

Guru Shani Shadashtak Yog 2026: 31 ઓક્ટોબર 2026 થી 3 રાશિના લોકો માટે દુ:ખના દિવસો શરુ થવાના છે. 31 તારીખે ગુરુ સિંહ રાશિમાં ગોચર કરશે જેના કારણે શનિ સાથે ગુરુનો ષડાષ્ટક યોગ સર્જાશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ અશુભ યોગની અસર 3 રાશિના લોકો પર ખરાબ રીતે જોવા મળી શકે છે.

Written By Krupa Shah
Published: Oct 30, 2026, 09:05 AM IST | Updated: Oct 30, 2026, 09:10 AM IST
Join

Guru Shani Shadashtak Yog 2026: 31 ઓક્ટોબર 2026 ના રોજ ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન થવાનું છે. ગુરુ ગ્રહ કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં ગોચર કરશે. ગુરુ ગ્રહના આ રાશિ પરિવર્તન સાથે જ ષડાષ્ટક યોગ પણ સર્જાઇ જશે. ગુરુ અને શનિ ગ્રહ વચ્ચે ષડાષ્ટક યોગ સર્જાશે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ગુરુ અને શનિનો આ ષડાષ્ટક યોગ ત્રણ રાશીના લોકો માટે શુભ નથી. એટલા માટે જ 31 તારીખથી ત્રણ રાશિના લોકોએ સંભાળીને રહેવું પડશે.

આ પણ વાંચો: Masik Rashifal: દિવાળીના પર્વ સાથે શરુ થતો નવેમ્બર મહિનો તમારી રાશિ માટે કેવો રહેશે જાણો માસિક રાશિફળ પરથી

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ષડાષ્ટક યોગ અશુભ હોય છે. 31 તારીખથી ગુરુ અને શનિની વિશેષ સ્થિતિના કારણે આ યોગ સર્જવાનો છે. ષડાષ્ટક યોગની અસરના કારણે ત્રણ રાશિના લોકોને આર્થિક સ્થિતિ, નોકરી, વેપાર, સ્વાસ્થ્ય અને પારિવારિક જીવનમાં સમસ્યાઓ વધી શકે છે. આ સમય દરમિયાન ત્રણ રાશિના લોકોએ સમજી વિચારીને નિર્ણય લેવા અને બોલવું જરૂરી થઈ જશે. 3 રાશિઓ કઈ છે જેને 31 તારીખથી સંભાળીને રહેવું પડશે ચાલો તમને પણ જણાવીએ.

કન્યા રાશિ

ગુરુ અને શનિના ષડાષ્ટક યોગની સૌથી વધારે અસર કન્યા રાશિના લોકો પર થઈ શકે છે. 31 ઓક્ટોબર પછીના સમયમાં કન્યા રાશિના લોકોએ આર્થિક લેવડ દેવડમાં સાવધાની રાખવી પડશે. આ સમયે કોઈ પાસેથી કરજ લેવાનું પણ ટાળવું. નોકરી કરતા લોકોને ઓફિસમાં સંભાળીને કામ કરવું. નજીકના વ્યક્તિ પર પણ આંખ બંધ કરીને વિશ્વાસ કરવાથી સમસ્યા આવી શકે છે. આ સમય દરમિયાન કન્યા રાશિના લોકોએ સ્વાસ્થ્યનું પણ વિશેષ ધ્યાન રાખવું પડશે.

મકર રાશિ

મકર રાશિના લોકો માટે પણ ગુરુ અને શનિનો ષડાષ્ટક યોગ પરેશાનીઓ લઈને આવી શકે છે. ઘર પરિવારમાં નાની મોટી બાબતને લઈને અણબનાવ થઈ શકે છે. મકર રાશિના લોકોએ પોતાના ગુસ્સા અને વાણી પર કંટ્રોલ રાખવો નહીં તો સંબંધો બગડતા સમય નહીં લાગે. આ સમય દરમિયાન આર્થિક બાબતમાં પણ ઉતાર ચડાવ જોવા મળી શકે છે. 31 ઓક્ટોબર પછી મકર રાશિના લોકો માટે હિતાવહ રહેશે કે તેઓ પોતાની આવકને ધ્યાનમાં રાખીને ખર્ચ કરે.

આ પણ વાંચો: Brahma Muhurat: બ્રહ્મ મુહૂર્તના આ રહસ્ય વિશે નથી જાણતા મોટાભાગના લોકો, જાણો સૂર્યોદય પહેલા જાગવાથી શું થાય ?

મીન રાશિ

ગુરુ અને શનિ નો ષડાષ્ટક યોગ મીન રાશિના લોકો માટે પણ મુશ્કેલીનું કારણ બની શકે છે. આ સમય દરમિયાન અચાનક મોટા ખર્ચા સામે આવી શકે છે. જેના કારણે બચતનો પણ વ્યય થઈ જાય. મીન રાશિના લોકોએ આ સમય દરમિયાન કારણ વિનાના ખર્ચથી બચવું. શક્ય હોય ત્યાં સુધી પૈસાની બચત કરવી. રોકાણને લઈને પણ ઉતાવળમાં નિર્ણય કરવાનું ટાળવું.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES