Dev Uthani Ekadashi: દેવઉઠી એકાદશી પર ભુલ્યા વિના કરજો આ 5 કામ, ઘરમાં આખું વર્ષ વધશે સમૃદ્ધિ
Dev Uthani Ekadashi 2026: દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાંથી જાગે છે. આ દિવસે તુલસી વિવાહનું પણ મહત્વ છે. આ દિવસે જો ઘરમાં 5 વિશેષ કામ કરવામાં આવે તો આખું વર્ષ ઘરમાં બરકત, સમૃદ્ધિ અને સુખ વધતાં રહે છે. આ 5 કામ કયા છે ચાલો જાણીએ.
Dev Uthani Ekadashi 2026: હિન્દુ ધર્મમાં દેવઉઠી એકાદશીનું વિશેષ મહત્વ છે. દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગનિદ્રામાંથી જાગે છે અને ચાતુર્માસ પૂરો થાય છે. આ દિવસે તુલસી વિવાહ કરવાની પણ પરંપરા છે. તુલસી વિવાહની સાથે જ આ દિવસથી શુભ કાર્યોની શરૂઆત થઈ જાય છે. ચાતુર્માસ દરમ્યાન કોઈપણ પ્રકારના શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે. જે મનાઈ દેવઉઠી એકાદશીથી દૂર થઈ જાય છે.
દેવઉઠી એકાદશી અત્યંત પવિત્ર અને શુભ દિવસ હોય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ઘરમાં 5 મહત્વપૂર્ણ કામ કરવામાં આવે તો આખું વર્ષ ઘરમાં સુખ, સમૃદ્ધિ અને બરકત વધતા રહે છે. આ વર્ષે દેવ ઉઠી એકાદશી કયા દિવસે છે અને ઘરમાં કયા શુભ કામ કરવા ચાલો તમને જણાવી દઈએ.
આ પણ વાંચો: Saptahik Rashifal: આ સપ્તાહમાં નોકરિયાત વર્ગને મહેનતનું સારું પરિણામ મળી શકે, સાપ્તાહિક રાશિફળ
દેવઉઠી એકાદશી 2026
પંચાંગ અનુસાર આ વર્ષે દેવઉઠી એકાદશી 20 નવેમ્બર 2026 અને શુક્રવારે ઉજવાશે. 20 નવેમ્બરે સવારે 7:15 મિનિટ થી એકાદશીની તિથિનો પ્રારંભ થશે અને એકાદશીની તિથિ 21 નવેમ્બરે સવારે 6:31 મિનિટ સુધી રહેશે. આમ 20 નવેમ્બરે એકાદશીનું વ્રત અને તુલસી વિવાહ કરવામાં આવશે.
દેવઉઠી એકાદશી પર તુલસી વિવાહનું મહત્વ
દર વર્ષે દેવઉઠી એકાદશીના દિવસે લોકો ઘરમાં ધામધૂમથી તુલસી વિવાહ કરતા હોય છે. આ દિવસને દેવ દિવાળી તરીકે પણ ઉજવવામાં આવે છે. દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન શાલીગ્રામ અને માતા તુલસીના વિવાહ કરવાની પરંપરા છે. ધાર્મિક માન્યતા અનુસાર ઘરમાં તુલસી વિવાહ કરાવવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે અને માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુની કૃપા ઘર પરિવાર પર રહે છે. આ વર્ષે તુલસી વિવાહ 20 નવેમ્બર શુક્રવારે સાંજે કરવામાં આવશે.
આ પણ વાંચો: નોકરીમાં પ્રમોશનથી બેંક બેલેન્સમાં વધારા સુધીના લાભ, 22 નવેમ્બરથી આ 4 રાશિઓ માટે શુભ સમય
દેવઉઠી એકાદશીના 5 શુભ કામ
1. દેવઉઠી એકાદશીના દિવસે સવારે જાગી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી તુલસીજીમાં કાચું દૂધ અર્પણ કરી ઘીનો દીવો કરવો.
2. દેવઉઠી એકાદશીના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની 11 માળાનો જાપ કરવો.
3. દેવઉઠી એકાદશીની સાંજે તુલસીજીને લાલ ચુંદડી અર્પણ કરવી. સાથે જ સુતરના પીળા દોરામાં 11 ગાંઠ બાંધીને તુલસીના છોડ પર બાંધવો. અને તુલસીજીને ઘરની સુખ શાંતિ માટે પ્રાર્થના કરવી.
4. સંધ્યા સમયે તુલસી પાસે ઘીનો દીવો કરવો અને તુલસીની 7 અથવા તો 11 પરિક્રમા કરવી.
5. જો ઉપર જણાવેલા કોઈ પણ ઉપાય ન કરી શકાય તો તુલસી પાસે સાંજના સમયે ઘી નો દીવો કરી તુલસીના છોડમાં લાલ દોરો બાંધી ઘરની સુખ શાંતિ માટે પ્રાર્થના કરવી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેનું પુષ્ટિ કરતું નથી )