SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Chhath Puja 2026: આજથી 4 દિવસીય છઠ મહાપર્વનો પ્રારંભ, જાણો કોણ છે છઠી મૈયા, શું છે પૂજાનું મહત્વ

Chhath Puja 2026: આજથી 4 દિવસીય છઠ પૂજાનો પ્રારંભ થયો છે. છઠ પૂજાના પહેલા દિવસે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને છઠ પૂજાની શુભેચ્છા પાઠવી છે. 16 નવેમ્બર સુધી છઠ પૂજાની અલગ અલગ પરંપરાનું પાલન કરવામાં આવશે.

Written By Krupa Shah
Published: Nov 13, 2026, 11:26 AM IST | Updated: Nov 13, 2026, 11:31 AM IST
Join

Chhath Puja 2026: આજથી છઠ પર્વની શરૂઆત થઈ છે. છઠ પૂજાના પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને મહાપર્વની શુભેચ્છા પાઠવી છે. છઠ પુજાનું મહત્વ બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે હોય છે. જોકે દેશના અન્ય રાજ્યોમાં પણ છઠ પૂજાની ઉજવણી લોકો ધામધૂમથી કરતા હોય છે. છઠ પૂજા 4 દિવસનો મહાપર્વ છે જેમાં 4 દિવસ દરમિયાન અલગ-અલગ પરંપરા નું પાલન કરવામાં આવે છે.

આ પણ વાંચો:  Mangal Gochar Rashifal: મંગળ ગ્રહએ બદલ્યું નક્ષત્ર, આ 4 રાશિઓના બખ્ખાં થઈ ગયાં, ચારેતરફથી મળશે લાભ

છઠ પૂજા 2026

આ વર્ષે છઠ પૂજાની શરૂઆત 13 નવેમ્બરથી થઈ છે અને 16 નવેમ્બર સુધી છઠ પર્વ ચાલશે. છઠ મહાપર્વના પહેલા દિવસે નહાય ખાય, બીજા દિવસે ખરના, ત્રીજા દિવસે સંધ્યા આરતી અને ચોથા દિવસે ઉષા અર્ધ્યની પરંપરાનું પાલન કરવામાં આવે છે. છઠ પૂજા દરમિયાન સૂર્ય અને છઠ્ઠી મૈયાની આરાધના કરવામાં આવે છે.

કોણ છે છઠ્ઠી મૈયા ?

ધાર્મિક માન્યતા અનુસાર છઠી મૈયા ભગવાન બ્રહ્માજીના માનસ પુત્રી અને સૂર્યદેવની બહેન છે. તેમને પ્રકૃતિના છઠ્ઠા અંશથી ઉત્પન્ન થયેલા દેવી તરીકે પૂજવામાં આવે છે. તેમની આરાધના કરવા માટે દર વર્ષે ચાર દિવસે છઠ મહાપર્વ ઉજવવામાં આવે છે. માન્યતા છે કે જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી ત્યારે તેમણે પોતાના સ્વરૂપને બે ભાગમાં વિભાજિત કર્યા. જેમાં જમણો ભાગ પુરુષ અને ડાબો ભાગ પ્રકૃતિ તરીકે પ્રગટ થયો. પ્રકૃતિ દેવી એ પોતાના સ્વરૂપને છ ભાગમાં વિભાજીત કર્યા અને તેમના છઠ્ઠા અંશને ષષ્ઠી દેવી તરીકે પૂજવામાં આવે છે. ષષ્ઠી દેવી જ છઠી મૈયા તરીકે પૂજાય છે.

આ પણ વાંચો: Evil Eye Remedies: સુખ, સંબંધ કે સમૃદ્ધિને લાગી છે નજર ? તો શનિવારે કરો આ 5 માંથી કોઈ એક ઉપાય

છઠ પર્વનું મહત્વ

છઠ પર્વમાં સૂર્યદેવની ઉપાસના કરવાનું પણ વિધાન છે. ધાર્મિક માન્યતા અનુસાર કારતક મહિનામાં સૂર્ય પૂજા કરવાથી આરોગ્ય અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. છઠ પૂજાનો સંબંધ સંતાનની મંગલ કામના સાથે પણ છે. માન્યતા છે કે છઠી મૈયાની આરાધના કરવાથી સંતાનને લાંબી ઉંમર અને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ મળે છે. એટલા માટે જ મોટી સંખ્યામાં મહિલાઓ આ વ્રત કરે છે.

છઠ મહાપર્વના 4 દિવસ

છઠ પૂજાના 4 દિવસના વ્રતમાં ચાર અલગ અલગ પરંપરાનું પાલન કરવામાં આવે છે. જેમાં પહેલા દિવસે વ્રત કરનાર નદીમાં સ્નાન કરીને સાત્વિક ભોજન કરવાનું વ્રત કરે છે. છઠ પૂજાના પહેલા દિવસે ભાત, ચણાની દાળ અને દૂધીનું શાક ખાવાની પરંપરા છે. છઠ પૂજાના બીજા દિવસે ખરના હોય છે જેમાં વ્રત કરનાર આખો દિવસ ઉપવાસ કરે છે અને સૂર્યાસ્ત પછી ગોળથી બનેલી ખીર અને રોટલીનો પ્રસાદ ગ્રહણ કરે છે. આ પ્રસાદ લીધા પછી 36 કલાકનું નિર્જળા વ્રત શરૂ થાય છે જે છઠ પૂજાના ચોથા દિવસની પૂજા પછી પૂરું થાય છે. ચોથા દિવસની પૂજામાં વહેલી સવારે ઉગતા સૂર્યની પૂજા કરવામાં આવે છે અને પછી વ્રતના પારણા થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES