SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Shadashtak Yog 2026: બુધ અને શનિ બનાવશે સૌથી વર્ષનો ખતરનાક યોગ, 4 રાશિના લોકો પર રોજ આવશે નવી મુસીબત

Shadashtak Yog 2026: 9 ઓક્ટોબરથી મેષ, મિથુન, કન્યા અને વૃશ્ચિક રાશિના લોકો સાવધાન રહે તેમાં જ તેમની ભલાઈ હશે. કારણ કે આ તારીખથી બુધ અને શનિ ગ્રહ વચ્ચે સૌથી ખતરનાક ષડાષ્ટક યોગ સર્જાશે. આ યોગ 4 રાશિના લોકો પર ખરાબ અસર કરી શકે છે.

Written By Krupa Shah
Published: Oct 05, 2026, 12:08 PM IST | Updated: Oct 05, 2026, 12:16 PM IST
Join

Shadashtak Yog 2026:  નવરાત્રીના 2 દિવસ પહેલા જ્યોતિષશાસ્ત્રનો સૌથી ખતરનાક ષડાષ્ટક યોગ બનવા જઈ રહ્યો છે. ષડાષ્ટક યોગ 9 ઓક્ટોબર 2026 થી સર્જાશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર 9 ઓક્ટોબરથી જે ષડાષ્ટક યોગ બનવા જઈ રહ્યો છે તે 4 રાશિના લોકો માટે સૌથી ભયાનક સાબિત થઈ શકે છે તેથી આ 4 રાશિના લોકોએ 9 ઓક્ટોબરથી વિશેષ સાવધાની રાખવી. લોકો માટે ષડાષ્ટક યોગ હાનિકારક સાબિત થઈ શકે છે તે રાશિમાં મેષ, મિથુન, કન્યા અને વૃશ્ચિક રાશિનો સમાવેશ થાય છે.

બુધ અને શનિ વચ્ચે સર્જાશે ષડાષ્ટક યોગ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર 9 ઓક્ટોબરથી બુધ અને શનિ ગ્રહ વચ્ચે ષડાષ્ટક યોગ બનવા જઈ રહ્યો છે. જ્યારે 2 ગ્રહ એકબીજાથી 150 ડિગ્રીની દુરી પર સ્થિત હોય ત્યારે ષડાષ્ટક યોગ સર્જાય છે. સામાન્ય ભાષામાં સમજીએ તો બે ગ્રહ એકબીજાથી છઠ્ઠા અને આઠમાં ભાવમાં હોય ત્યારે આ યોગ બને છે.

આ પણ વાંચો: Gajkesari Rajyog 2026: 4 ઓક્ટોબરે સર્જાશે ગજકેસરી યોગ, ચંદ્ર-ગુરુની યુતિ આ રાશિઓને કરાવશે છપ્પરફાડ લાભ

આ વખતે 9 ઓક્ટોબરથી બુધ અને શનિ ગ્રહ એકબીજાથી છઠ્ઠા અને આઠમાં સ્થાનમાં બિરાજમાન હશે. બુધ અને શનિની આ ખતરનાક સ્થિતિમાં 4 રાશિના લોકોએ સતર્ક રહેવાની જરૂર પડશે. જ્યોતિશાસ્ત્ર અનુસાર છઠ્ઠો ભાવ રોગ, કરજ, શત્રુનું પ્રતિનિધિત્વ કરે છે અને આઠમો ભાવ દુર્ઘટના, અચાનક આવતા સંકટનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે આ બંને સ્થાનમાં બુધ અને શનિ બિરાજમાન હશે તો ચાર રાશિના લોકોના જીવનમાં પણ ઉથલપાથલ સર્જાઈ શકે છે. ષડાષ્ટક યોગની અસર નવેમ્બર મહિના સુધી રહી શકે છે.

મેષ રાશિ

ષડાષ્ટક યોગના સમય દરમિયાન આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી. અણધાર્યા ખર્ચ થઈ શકે છે. સહકર્મચારીઓ સાથે મતભેદ ની સ્થિતિ સર્જાઈ શકે. નાની વાત મોટું સ્વરૂપ લઈ શકે. આ સમય દરમિયાન ઉતાવળમાં નિર્ણય કરવાનું ટાળવું.

મિથુન રાશિ

ષડાષ્ટક યોગ સ્વાસ્થ્ય અને આર્થિક બાબતોમાં વધારે અસર કરી શકે છે. આ સમય દરમિયાન વિવાદથી દૂર રહેવું અને સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું. મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં ઉતાવળ કરવાનું ટાળવું. આ સમયે રોકાણ કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. કોઈપણ બાબતમાં બેદરકારી રાખવી નહીં.

આ પણ વાંચો: Budh Gochar 2026: રાહુના નક્ષત્રમાં બુધનો પ્રવેશ, મેષ સહિત 6 રાશિઓ પર થશે ધનનો વરસાદ, આર્થિક સ્થિતિ મજબૂત થશે

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે ષડાષ્ટક યોગ વિશેષ સાવધાની રાખવાના સંકેત આપે છે. ઉતાવળમાં કરેલા નિર્ણય ભવિષ્યમાં નુકસાન કરાવી શકે છે. 9 ઓક્ટોબરથી ચિંતા અને માનસિક તણાવ વધી શકે છે. આર્થિક બાબતોમાં વિશેષ સાવધાની રાખવી. આ સમય દરમિયાન ધીરજથી કામ કરવું જરૂરી રહેશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકો માટે પણ ષડાષ્ટક યોગ સતર્કતા રાખવાનો સમય છે. નવેમ્બર સુધી ઉતાવળમાં કરેલા કામ પરેશાની વધારી શકે છે તેથી સમજી વિચારીને નિર્ણય લેવો. વાહન ચલાવતી વખતે વિશેષ સાવધાની રાખવી. વાણી પર સંયમ રાખવો અને કોઈપણ સાથે વિવાદ કરવાનું ટાળવું. આ સમયે કરેલો વિવાદ મોટું સ્વરૂપ લઈ શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES