SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Budh Gochar 2026: 2 ડિસેમ્બરે બુધ બદલશે ચાલ, 5 રાશિઓની ચમકશે કિસ્મત અને ધન લાભના યોગ

Budh Gochar 2026: 2 ડિસેમ્બર 2026મા બુધ વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. જ્યોતિષ અનુસાર આ ફેરફારથી વૃષભ, મિથુન સહિત 5 રાશિઓને કરિયર, કારોબાર અને ધનલાભના મામલામાં લાભ મળી શકે છે.

Written By Gokani Dhaval
Published: Nov 26, 2026, 12:45 IST | Updated: Nov 26, 2026, 12:47 IST
Join

Budh Gochar 2026: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ ગ્રહને બુદ્ધિ, વાણી, વ્યાપાર અને તર્કશક્તિનો કારક માનવામાં આવે છે. કુંડળીમાં બુધની સ્થિતિ વ્યક્તિને સમજવા-વિચારવાની ક્ષમતા, વાતચીત કરવાની રીત અને આર્થિક નિર્ણયને પ્રભાવિત કરે છે. ડિસેમ્બરની શરૂઆતમાં બુધની ચાલમાં ફેરફાર થવાનો છે. બુધના આ રાશિ પરિવર્તનની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળી શકે છે. ખાસ કરી 5 રાશિઓ માટે આ ગોચર કરિયર, કારોબાર અને આર્થિક મામલામાં સકારાત્મક ફેરફાર લાવી શકે છે. આવો જાણીએ બુધ ગોચરની તારીખ અને કઈ રાશિઓને લાભ મળી શકે છે.

ક્યારે થશે બુધનું ગોચર?

જ્યોતિષીય ગણના અનુસાર બુધ 2 ડિસેમ્બર, 2026ના સાંજે આશરે 5 કલાક 27 મિનિટ પર તુલા રાશિમાંથી નીકળી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. બુધ આ રાશિમાં 22 ડિસેમ્બર 2026 સુધી રહેશે. ત્યારબાદ ધન રાશિમાં પ્રવેશ કરશે. આ દરમિયાન બુધ વૃશ્ચિક રાશિમાં રહી બુદ્ધિ, સંવાદ, વ્યાપાર અને નિર્ણય લેવાની ક્ષમતાને પ્રભાવિત કરશે.

જ્યોતિષમાં બુધને ગ્રહોના રાજકુમાર કહેવામાં આવે છે. તે મિથુન અને કન્યા રાશિના સ્વામી છે. તો વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ ગ્રહ છે. વૃશ્ચિક રાશિને રહસ્ય, ઊંડા વિચાર, રિસર્ચ અને પરિવર્તન સાથે જોડવામાં આવે છે. તેવામાં બુધનો આ રાશિમાં પ્રવેશ લોકોની વિશ્લેષણ ક્ષમતા અને નવી વસ્તુને સમજવાની પ્રગતિને વધારી શકે છે. આવો જાણીએ કઈ 5 રાશિઓ માટે આ ગોચર શુભ માનવામાં આવે છે.

1. વૃષભ રાશિઃ સંબંધો અને કારોબારમાં મળશે મજબૂતી

વૃષભ રાશિના જાતકો માટે બુધનું ગોચર ભાગીદારી અને લગ્ન જીવનની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ રહેવાનું છે. આ દરમિયાન વેપારમાં પાર્ટનર સાથે તાલમેલ સુધરી શકે છે. કોઈ જૂના વ્યાવસાયિક વિવાદને વાતચીત દ્વારા ઉકેલવાની તક મળી શકે છે. નોકરી કરનાર જાતકોને કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે છે.

2. મિથુન રાશિઃ સ્પર્ધાત્મક પરીક્ષામાં મળી શકે છે સફળતા

મિથુન રાશિના સ્વામી બુધ છે. આ ગોચર દરમિયાન બુધ તમારા છઠ્ઠા ભાવમાં રહેશે. જ્યોતિષ અનુસાર છઠ્ઠો ભાવ નોકરી, સ્પર્ધા, દેવા અને વિરોધીઓથી સંબંધિત છે. તેવામાં નોકરી શોધી રહેલા જાતકોને સારી તક મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જાતકોને મહેનતનું ફળ મળી શકે છે.

3. કન્યા રાશિઃ કમાણીના નવા માર્ગ ખુલશે

કન્યા રાશિના જાતકો માટે બુધનું ગોચર આર્થિક અને પ્રોફેશનલ મામલામાં સારૂ રહી શકે છે. તમાવી સંવાદ શૈલી અને નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત થશે. મીડિયા, લેખન, માર્કેટિંગ, શિક્ષણ અને કમ્યુનિકેશન સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ મળવાનો સંકેત છે. નવા પ્રોજેક્ટ કે કામ દ્વારા આવક વધારવાની તક મળી શકે છે.

આ પણ વાંચોઃ 11 ડિસેમ્બરથી આ 4 રાશિવાળાનો ખરાબ સમય થશે શરૂ! સીધી ચાલમાં આવતા જ શનિનો પ્રકોપ ઉતરશે, જીવન રમણભમણ થશે

4. તુલા રાશિઃ આર્થિક સ્થિતિમાં થશે સુધાર

તુલા રાશિના જાતકોના બીજા ભાવમાં બુધનું ગોચર થવાનું છે. જ્યોતિષમાં બીજો ભાવ ધન, બચત, પરિવાર અને વાણીનું પ્રતિનિધિત્વ કરે છે. તેવામાં આ ગોચર દરમિયાન આર્થિક સ્થિતિ મજબૂત કરવાની નવી તક મળી શકે છે. બેન્કિંગ, ફાઈનાન્સ, શિક્ષણ અને કારોબાર સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે.

5. વૃશ્ચિક રાશિઃ આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતા વધશે

વૃશ્ચિક રાશિમાં બુધનું ગોચર થવાનું છે. આ રાશિના જાતકો માટે આ સમય ખુદને સાબિત કરવાની તક લાવી શકે છે. તમારી વિચારવા અને નિર્ણય લેવાની ક્ષમતામાં સુધાર થશે. નોકરીમાં નવી જવાબદારી કે પદ સાથે જોડાયેલી તક મળી શકે છે. કારોબાર કરનારને નવી યોજનાઓ પર કામ કરવાની તક મળશે.

બુધ ગોચર દરમિયાન આ વાતનું રાખો ધ્યાન

બુધનો સંબંધ બુદ્ધિ, વાણી, વેપાર, લેખન અને સંચારથી માનવામાં આવે છે. તેથી આ ગોચર દરમિયાન કેટલીક વાતોનું વિશેષ ધ્યાન આપવું જોઈએ.

- કોઈ મોટા આર્થિક નિર્ણય પહેલા સારી રીતે વિચાર કરો.
- નોકરી અને કારોબારમાં જરૂરી દસ્તાવેજોને ધ્યાનથી વાંચો.
- વાતચીત દરમિયાન શબ્દોની પસંદગી સમજી-વિચારી કરો.
- નવી વસ્તુ શીખવા અને તમારી કમ્યુનિકેશન સ્કિલને સુધારવામાં ધ્યાન આપો.
- રોકાણના નિર્ણય માત્ર જ્યોતિષીય ભવિષ્યવાણીના આધાર પર ન લો.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES