આ 7 રાશિના લોકો માટે અષ્ટધાતુનું કડું અનુકૂળ નથી ગણાતું, પહેરે તો નુકસાન થવાની શક્યતા વધે
અષ્ટધાતુના કડા ઘણા લોકો હાથમાં પહેરતા હોય છે. આઠ ધાતુથી બનેલું આ કડું દરેક રાશિ માટે અનુકૂળ નથી ગણાતું. રાશિચક્રની 5 રાશિઓ માટે આ કડું શુભ ગણાય છે જ્યારે 7 રાશિઓ એવી છે જેમને અષ્ટધાતુ ધારણ કરવાથી બચવું જોઈએ.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહનો સંબંધ અલગ અલગ ધાતુ સાથે હોય છે. ધાતુ ગ્રહોના પ્રભાવને શુભ અને અશુભ બનાવી શકે છે. લોકો પોતાના ગ્રહ સંબંધિત ધાતુમાંથી બનેલા કડા પણ હાથમાં ધારણ કરે છે. ઘણા લોકોના હાથમાં ચાંદીનું કડું હોય છે તો ઘણાના હાથમાં સોનાનું કડું જોવા મળે છે તો કેટલાક લોકો અષ્ટધાતુથી બનેલા કડા પહેરે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક રાશિ માટે અષ્ટ ધાતુનું કડું શુભ નથી. કેટલીક રાશીના લોકો અષ્ટધ ધાતુનું કડુ ધારણ કરે તો તેમને નકારાત્મક પરિણામ પણ મળી શકે છે.
આ પણ વાંચો: સૂર્યાસ્ત પછી આ 5 વસ્તુઓની ખરીદી કરવી નહીં, વાસ્તુ અનુસાર ગણાય છે અશુભ
સોનાથી લઈને લોખંડ સુધીની ધાતુનો સંબંધ અલગ અલગ ગ્રહ સાથે છે. ગ્રહોના અશુભ પ્રભાવને બેલેન્સ કરવા માટે તેને સંબંધિત ધાતુ ધારણ કરવાની સલાહ પણ આપવામાં આવે છે. તેવી જ રીતે ગ્રહોના નકારાત્મક પ્રભાવને ઓછો કરવા અને જીવનમાં આવનાર સમસ્યાઓથી રાહત મેળવવા માટે આઠ ધાતુના મિશ્રણથી બનેલું અષ્ટધાતુનું કડું ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ આ કડું યોગ્ય માર્ગદર્શન સાથે જ ધારણ કરવું હિતાવહ છે. અનુકૂળ ન હોય તેવી રાશિના લોકો આ કડું ધારણ કરે તો તેમને સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે
અષ્ટ ધાતુનું કડું
અષ્ઠ ધાતુ એટલે કે આઠ ધાતુના મિશ્રણથી બનેલું ખાસ કડું. અષ્ટ ધાતુમાં સોનુ, ચાંદી, તાંબુ, લોખંડ, જસત, ટીન, સીસુ અને પારાનો સમાવેશ થાય છે. આ બધી જ ધાતુના મિશ્રણથી અષ્ટ ધાતુનું કડું તૈયાર કરવામાં આવે છે. આઠ ધાતુથી બનેલું કડું અલગ અલગ ગ્રહોના નકારાત્મક પ્રભાવને ઓછો કરી અને તેમની વચ્ચે સંતુલન બનાવવા માટે ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.
કઈ રાશિઓ માટે અષ્ટ ધાતુનું કડું શુભ ?
જ્યોતિષ માન્યતા અનુસાર અષ્ટ ધાતુનું કડું 5 રાશિના લોકો માટે શુભ ગણાય છે. આ રાશિના લોકો અષ્ટ ધાતુનું કડું ધારણ કરે તો તેમને અનુકૂળ પરિણામ મળી શકે છે. આ 5 રાશિઓમાં મેષ, વૃશ્ચિક, ધન, મકર અને કુંભ રાશિનો સમાવેશ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ 5 રાશિના લોકો અષ્ટ ધાતુનું કડું ધારણ કરે તો તેમના જીવનમાં સ્થિરતા અને સુખ શાંતિ વધી શકે છે.
આ પણ વાંચો: ભાડાના ઘરમાં રહેતા લોકો માટે 4 સરળ વાસ્તુ ઉપાય, તોડફોડ વિના ઘરમાંથી દોષ દુર કરવાનો રસ્તો
કઈ રાશિના લોકોએ અષ્ટ ધાતુનું કડું પહેરવાથી બચવું ?
જ્યોતિષશાસ્ત્ર અનુસાર અષ્ઠ ધાતુનું કડું કર્ક, સિંહ, વૃષભ, મિથુન, કન્યા, તુલા અને મીન રાશિના લોકોએ ધારણ કરવાનું ટાળવું જોઈએ. અષ્ટધાતુનું કડું આ રાશિના લોકોએ ફેશન માટે કે શોખ માટે પણ પહેરવાનું ટાળવું જોઈએ. જો આ રાશિના લોકોએ કડું ધારણ કરવું હોય તો તેના પહેલાં જ્યોતિષીની સલાહ લેવી જોઈએ. કુંડળીના ગ્રહોની સ્થિતિ જોયા વિના આ રાશિના લોકો સ્પષ્ટ ધાતુનું કડું ધારણ કરે તો તેમને વિપરીત પરિણામ જોવા મળી શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)