• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /અંબાલાલે કીધું એટલે ફાઈનલ! બંગાળની ખાડીમાં ઉભું થયેલું ખૂંખાર વાવાઝોડું ગુજરાતને અસર કરશે, આ વિસ્તારોમાં ફરી વરસાદ પડશે!

અંબાલાલે કીધું એટલે ફાઈનલ! બંગાળની ખાડીમાં ઉભું થયેલું ખૂંખાર વાવાઝોડું ગુજરાતને અસર કરશે, આ વિસ્તારોમાં ફરી વરસાદ પડશે!

Written ByKinjal Patel
Published: Oct 27, 2026, 03:18 PM IST|Updated: Oct 27, 2026, 03:22 PM IST
joinshare
Ambalal Patel Forecast: ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં સર્જાનારી શક્તિશાળી સિસ્ટમ દેશભરમાં બદલાતા વાતાવરણની સીધી અસર ખેતી અને સામાન્ય જનજીવન પર પડી શકે છે.

Ambalal Patel Forecast: અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં એક શક્તિશાળી વાવાઝોડું સર્જાવાની પ્રબળ શક્યતા છે. આ વાવાઝોડાની સૌથી વધુ અસર દક્ષિણ ભારતના દરિયાકાંઠે જોવા મળી શકે છે. ખાસ કરીને આંધ્રપ્રદેશ અને વિશાખાપટ્ટનમ આસપાસના વિસ્તારોમાં આ સિસ્ટમ ત્રાટકી શકે છે. આ વાવાઝોડા દરમિયાન પવનની ગતિ 180 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

 ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હવામાનનો પલટો આવશે..!1/4

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હવામાનનો પલટો આવશે..!

આ શક્તિશાળી વાવાઝોડા અને હવામાનના બદલાવની અસર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના પંચમહાલ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાં હવામાનમાં પલટો આવી શકે છે, જ્યાં વાદળછાયું વાતાવરણ અને વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ અને સુરત જેવા વિસ્તારોમાં આ વાવાઝોડાની સિસ્ટમની સંભવિત અસર વર્તાઈ શકે છે. ભાવનગર, અમરેલી અને જૂનાગઢ સહિતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.
નવેમ્બરથી ડિસેમ્બર દરમિયાન વારંવાર બદલાશે હવામાન: અંબાલાલ2/4

નવેમ્બરથી ડિસેમ્બર દરમિયાન વારંવાર બદલાશે હવામાન: અંબાલાલ

ગુજરાતમાં આ વાવાઝોડાની સીધી અસર કેટલી રહેશે તે અંગે હજુ સત્તાવાર હવામાન વિભાગની આગાહી તપાસવી અનિવાર્ય છે. નવેમ્બરની શરૂઆતમાં બંગાળની ખાડીમાં ફરી લો-પ્રેશર અને ચક્રવાત સર્જાવાનો અંદાજ છે. નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં જ હવામાન પલટાવાથી ખેડૂતોની ચિંતાઓમાં વધારો થઈ શકે છે. નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત દરમિયાન બંગાળની ખાડીમાં વધુ એક શક્તિશાળી સિસ્ટમ સક્રિય થઈ શકે છે. બીજી તરફ, ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે.
રવિ પાક, ઘઉંના પાકને લઈને ખેડૂતો માટે આગામી સમયમાં મોટા પડકારો3/4

રવિ પાક, ઘઉંના પાકને લઈને ખેડૂતો માટે આગામી સમયમાં મોટા પડકારો

મોસમી સ્થિતિની સીધી અસર ખેતી અને પાક પર થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં ઘઉં અને રવિ પાકના વાવેતરની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે. હવામાનના આ ઉતાર-ચઢાવથી ઘઉંના પાક પર મધ્યમ અસર થઈ શકે છે. ડિસેમ્બરના અંતમાં આવતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રવિ પાક માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ ફેબ્રુઆરી મહિનામાં તાપમાન અને ઠંડીની અસ્થિર સ્થિતિ ઘઉંના દાણાની ગુણવત્તા પર અસર કરી શકે છે.
માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન કમોસમી વરસાદ પડશે. 4/4

માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન કમોસમી વરસાદ પડશે.

જીરું અને કઠોળના પાક માટે વર્તમાન હવામાનની સ્થિતિ અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે, જ્યારે ઉનાળુ પાકનું વાવેતર ફેબ્રુઆરીના ઉત્તરાર્ધમાં શરૂ થવાનો અંદાજ છે. હવામાનમાં થતા સતત ફેરફારોને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ સમયાંતરે હવામાનની સ્થિતિ પર નજર રાખવી અને પોતાના પાકનું રક્ષણ કરવું જરૂરી છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલ કહી રહ્યા છે.
TAGS:
Ambalal Patel
Gujarati News
Gujarat News

Trending

  • News
  • Photos
  • Videos
સાત ફેરાનો લોહિયાળ અંત! દાહોદમાં સામાન્ય બોલાચાલી બાદ પશુ બન્યો પતિ, કુહાડીના ઘા ઝીંકી પત્નીની કરી નિર્મમ હત્યા

સાત ફેરાનો લોહિયાળ અંત! દાહોદમાં સામાન્ય બોલાચાલી બાદ પશુ બન્યો પતિ, કુહાડીના ઘા ઝીંકી પત્નીની કરી નિર્મમ હત્યા

2

ફિનટેકમાં તમારા આઇડિયા બતાવવાની તક: વિદ્યાર્થીઓ-સંશોધકો માટે રાષ્ટ્રીય કક્ષાની ઇનોવેશન સ્પર્ધા જાહેર

3

દિવાળી પહેલાં આ સરકારે અન્નદાતા માટે ખોલી તિજોરી! 1.5 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે રૂપિયા 5000

4

સાંધાના દુ:ખાવાથી પીડાતા હોવ તો આ 5 ફૂડ ભોજનમાં સામેલ કરો, દુ:ખાવામાં મળી શકે રાહત

5

અભિષેક શર્માની વિસ્ફોટક સદી, ત્રીજી ટી20 મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું, સિરીઝમાં 3-0થી આગળ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.