• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /Shani Gochar 2026: 241 દિવસ સુધી સીધી ચાલ ચાલશે શનિ દેવ, આ 3 રાશિઓની પર થશે ધન-સંપત્તિનો વરસાદ

Shani Gochar 2026: 241 દિવસ સુધી સીધી ચાલ ચાલશે શનિ દેવ, આ 3 રાશિઓની પર થશે ધન-સંપત્તિનો વરસાદ

Written ByGokani Dhaval
Published: Oct 30, 2026, 04:36 PM IST|Updated: Oct 30, 2026, 04:39 PM IST
joinshare
Shani Gochar 2026: 11 ડિસેમ્બર 2026ના શનિ દેવ માર્ગી થશે, 241 દિવસ સુધી સીધી ચાલ ચાલશે. આ દરમિયાન ત્રણ રાશિના જાતકોને નોકરી-વેપારમાં જબરદસ્ત લાભ થઈ શકે છે.

Shani Gochar 2026: જ્યોતિષ શાસ્ત્રમાં શનિ દેવને કર્મફળ દાતા માનવામાં આવે છે. માન્યતા છે કે શનિ વ્યક્તિને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. તેવામાં શનિની ચાલમાં થનાર ફેરફારની અસર તમામ 12 રાશિઓના જીવન પર પડે છે. વર્ષ 2026ના અંતમાં શનિ વક્રી અવસ્થામાંથી નીકળી માર્ગી થવા જઈ રહ્યાં છે. શનિની આ સીધી ચાલ કેટલાક જાતકો માટે ખાસ માનવામાં આવી રહી છે. જ્યોતિષીય ગણના અનુસાર આ દરમિયાન ત્રણ રાશિઓને કરિયર, ધન અને પારિવારિક જીવનમાં સકારાત્મક પરિણામ મળી શકે છે. આવો જાણીએ શનિનું માર્ગી ગોચર ક્યારે થશે અને આ સમય કઈ રાશિો માટે શુભ રહેવાનો છે.

 ક્યારે માર્ગી થશે શનિ દેવ?1/5

ક્યારે માર્ગી થશે શનિ દેવ?

પંચાંગ અનુસાર શનિદેવ 11 ડિસેમ્બર 2026ના માર્ગી થશે. ત્યારબાદ 9 ઓગસ્ટ 2027 સુધી સીધી ચાલમાં રહેશે. આ રીતે શનિ આશરે 241 દિવસ સુધી માર્ગી અવસ્થામાં ગોચર કરશે. હકીકતમાં શનિ આશરે 138 દિવસ સુધી વક્રી રહ્યાં બાદ પોતાની ચાલ બદલશે. જ્યોતિષમાં શનિની વક્રી અવસ્થાને કામકાજમાં વિલંબ, જવાબદારી અને જૂના મામલાની સમીક્ષા સાથે જોડીને જોવામાં આવે છે. તો શનિના માર્ગી થવા પર અટવાયેલા કામમાં ગતિ આવવા અને મહેનતનું ફળ મળવાની માન્યતા છે.
 મકર રાશિ2/5

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે શનિની સીધી ચાલ અનુકૂળ માનવામાં આવી રહી છે. આ દરમિયાન કરિયર અને આર્થિક મામલામાં સારા પરિણામ મળી શકે છે. નોકરી કરનાર જાતકોને નવી જવાબદારી કે પ્રગતિની તક મળી શકે છે. તો કારોબાર સાથે જોડાયેલા લોકોને કોઈ મોટી ડીલ મળવાની સંભાવના છે. આર્થિક સ્થિતિમાં સુધાર થઈ શકે છે અને અચાનક ધનલાભનો યોગ બની શકે છે. મિત્રો અને સંબંધીઓની સાથે સમય પસાર કરવાની તક મળશે.
 તુલા રાશિ3/5

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે શનિનું માર્ગી થવું સકારાત્મક ફેરફાર લાવી શકે છે. આ દરમિયાન ઘર-પરિવાર સાથે જોડાયેલી મુશ્કેલી ઓછી થઈ શકે છે. માતાના સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળી શકે છે. કલા, રચનાત્મકતા અને મીડિયા સાથે જોડાયેલા લોકો માટે આ સમય અનુકૂળ રહી શકે છે. કામકાજમાં નવી સંભાવનાઓ બનશે. સાથે ખર્ચ પર નિયંત્રણ રાખવામાં સફળતા મળી શકે છે, જેનાથી આર્થિક સ્થિતિમાં સુધાર થશે.
વૃષભ રાશિ4/5

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે શનિની સીધી ચાલ ભાગ્યનો સાથ અપાવશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સારૂ પરિણામ મળવાની આશા છે. આ દરમિયાન કોઈ જગ્યાએ ફરવા જવાની યોજના બની શકે છે. આર્થિક મામલામાં પણ સ્થિતિ મજબૂત થવાનો સંકેત છે. રોકાણ અને નાણાકીય મામલામાં સમજદારીથી આગળ વધવું ફાયદાકારક રહી શકે છે.
ડિસ્ક્લેમરઃ5/5

ડિસ્ક્લેમરઃ

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
TAGS:
Rashifal

Trending

  • News
  • Photos
  • Videos
બનાસકાંઠાથી પીએમ મોદીએ ₹14,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી, કહ્યું- ખેડૂતો અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા

બનાસકાંઠાથી પીએમ મોદીએ ₹14,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી, કહ્યું- ખેડૂતો અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા

2

ઓકલેન્ડમાં ટીમ ઈન્ડિયાની કરારી હાર, ન્યુઝીલેન્ડે ચોથી T20Iમાં ભારતને હરાવ્યું

3

ઓનલાઈન ગેમમાં 6 લાખ હાર્યો, દેણું ચૂકવવા માત્ર 25 હજારના કમિશન માટે યુવક બન્યો પેડલર; રામોલ પોલીસે 16 કિલો ગાંજા સાથે પકડ્યો

4

મોબાઈલ યુઝર્સ માટે 1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, જાણો શું બદલાશે

5

Fat Loss Drink: ગરમીમાં માખણ ઓગળે એમ શરીરની ચરબી ઓગળશે, દિવસમાં 1 વાર પી લેવું આ પાણી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.