• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /ગણતરીના કલાકોમાં બનશે નીચભંગ રાજયોગ, 3 રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ થશે શરૂ, ધન-સંપત્તિ, રૂઆબમાં થશે વધારો!

ગણતરીના કલાકોમાં બનશે નીચભંગ રાજયોગ, 3 રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ થશે શરૂ, ધન-સંપત્તિ, રૂઆબમાં થશે વધારો!

Written ByViral Raval
Published: Nov 07, 2026, 10:20 AM IST|Updated: Nov 07, 2026, 10:27 AM IST
joinshare
આજે કાળી ચૌદસ છે. જેને નરક ચતુર્દશી પણ કહેવાય છે. જ્યોતિષ ગણતરીઓ મુજબ દિવાળીના દિવસોમાં દૈત્યોના ગુરુ શુક્ર પોતાની નીચ રાશિ કન્યામાં બિરાજમાન હશે. જ્યારે કન્યા રાશિના સ્વામી બુધ ચંદ્રમાથી કેન્દ્ર સ્થાનમાં હશે. જેનાથી શુંના નીચત્વ ભંગનો યોગ બની રહ્યો છે.

જ્યોતિષ ગણતરીઓ મુજબ આ સંયોગ કેટલીક રાશિઓને ખુબ ફાયદો કરાવી શકે છે. જીવનમાં સકારાત્મકતાનું પ્રમાણ વધે છે. જાણો કઈ રાશિઓને લાભકારી રહી શકે છે. 

નીચભંગ રાજયોગ1/4

નીચભંગ રાજયોગ

વૈદિક જ્યોતિષમાં શુક્ર એ સુખ સમૃદ્ધિ, પ્રેમ, ધન વૈભવ, ભોગ વિલાસ વગેરેના કારક ગણાય છે. આવામાં શુક્રની સ્થિતિ મજબૂત હોવાથી આ ક્ષેત્રોમાં સૌથી વધુ અસર જોવા મળે છે. 6 નવેમ્બરના રોજ શુક્રએ રાશિ પરિવર્તન કરીને નીચ રાશિ કન્યામાં પ્રવેશ કર્યો. દિવાળીના દિવસે શુક્રના નીચભંગ થવાથી એક જ્યોતિષીય સ્થિતિ બની રહી છે. જેને નીચભંગ યોગ પણ કહી શકાય. શુક્રની ઉચ્ચ રાશિ મીન છે જ્યારે નીચ રાશિ કન્યા છે. આવામાં જ્યારે શુક્ર કન્યા રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેની સ્થિતિ ખુબ નબળી થાય છે. આવામાં દરેક રાશિ પર પ્રભાવ ઘટે છે. જો કે જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે જે રાશિમાં કોઈ ગ્રહ નીચનો હોય તો આ રાશિના સ્વામી જો ચંદ્રમા કે પછી લગ્નથી કેન્દ્રસ્થાને હોય ત્યારે નીચભંગ રાજયોગ બને છે. 8 નવેમ્બરે દિવાળી છે અને ત્યારે શુક્ર કન્યા રાશિમાં હશે અને કન્યા રાશિના સ્વામી બુધ તુલા રાશિમાં હશે. આ દિવસે ચંદ્રમા પણ તુલા રાશિમાં ભ્રમણ કરતા હશે. આ રીતે બુધ ચંદ્રમાથી કેન્દ્ર એટલે કે પ્રથમ ભાવમાં સ્થિત હશે. આ આધેર નીચભંગ રાજયોગ બની રહ્યો છે. શુક્ર હાલ વક્રી અવસ્થામાં પણ છે. જાણો કોને આ સ્થિતિ સકારાત્મક ફાયદો કરાવી શકે છે.
વૃષભ રાશિ2/4

વૃષભ રાશિ

વૃષભ રાશિના સ્વામી શુક્ર પોતે છે. આવામાં આ રાશિના જાતકો માટે નીચભંગ રાજયોગ મહત્વનો રહી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહી શકે તથા જૂના અટકેલા કામો એકવાર ફરીથી શરૂ થઈ શકે છે. નોકરીયાતો માટે આ સમયગાળો લાભકારી રહી શકે છે. તમારી કાર્યક્ષમતા દેખાડવામાં સફળ રહી શકો. વરિષ્ઠ અધિકારીઓ તમારાથી પ્રસન્ન રહી શકે છે. વેપારીઓ માટે પણ આ સમય સારો રહી શકે છે. તમારા નવા સંપર્ક બની શકે છે. લવ લાઈફ પણ સારી રહેશે. લગ્નજીવનમાં ચાલતી પરેશાનીઓ દૂર થઈ શકે છે. જો કે આ સમયગાળામાં રોકાણ સમજી વિચારીને કરવું.
સિંહ રાશિ3/4

સિંહ રાશિ

સિંહ રાશિના સ્વામી સૂર્યદેવ છે. આ રાશિના જાતકો માટે પણ દિવાળીનો દિવસ ખુબ સારો રહી શકે છે. આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી રહી શકે છે. આવકના નવા નવા સ્ત્રોત ખુલી શકે છે. નોકરીયાતોને પોતાની મહેનત અને લગનનું પૂરેપૂરું ફળ મળી શકે છે. વેપાર કરતા લોકોને લાભના યોગ છે. જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે. પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. લગ્નજીવન સારું રહેશે. પાર્ટનર સાથે સારો સમય પસાર કરશો.
ધનુ રાશિ4/4

ધનુ રાશિ

ધનુ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર કરિયરની રીતે લાભકારી રહી શકે છે. વેપારમાં લાભ થઈ શકે છે. લાંબા સમયથી અટકેલું પ્રમોશન મળી શકે છે. બોનસ અને ઈન્ક્રીમેન્ટના યોગ છે. વેપારીઓ માટે આ સમય સારો છે. નવો વેપાર શરૂ કરવા માટે આ સમય સારો રહી શકે છે. નવા સંપર્ક બની શકે છે. ભવિષ્યને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. તમારા કામની પ્રશંસા થઈ શકે છે. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
TAGS:
astrology

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
બાબરી મસ્જિદ તોડી ત્યારે રડ્યા હતા સોનિયા ગાંધી, ભાજપે કહ્યું: આતંકવાદીઓ માટે પણ વહાવ્યા હતા આંસુ

બાબરી મસ્જિદ તોડી ત્યારે રડ્યા હતા સોનિયા ગાંધી, ભાજપે કહ્યું: આતંકવાદીઓ માટે પણ વહાવ્યા હતા આંસુ

2

શું તમે શેરબજારમાં રોકાણ કરો છો? તો જાણો, આજથી સેબીના નવા નિયમો થયા લાગુ

3

E20 બન્યું 420! પેટ્રોલના નામે ટેન્કમાં શું ભરી રહી છે કંપનીઓ? રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે માગ્યો જવાબ

4

મુંબઈ અને પંજાબ વચ્ચે મોટી ટ્રેડ ડીલ, હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની અદલા બદલીની તૈયારી, જાણો

5

બોલી સૌથી ઉંચી, તો ફ્લેટ કેમ ન મળ્યા? NBCCના 15 કરોડના લગ્જરી ફ્લેટની હરાજી પર સવાલ, હવે કોર્ટે માગ્યો જવાબ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.