• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /સૂર્યની રાશિમાં મંગળ, નવા વર્ષની શરૂઆત આ 5 રાશિઓ માટે રહેશે શુભ, ચારેબાજુથી થશે ધનલાભ!

સૂર્યની રાશિમાં મંગળ, નવા વર્ષની શરૂઆત આ 5 રાશિઓ માટે રહેશે શુભ, ચારેબાજુથી થશે ધનલાભ!

Written ByDilip Chaudhary
Published: Nov 18, 2026, 18:19 IST|Updated: Nov 18, 2026, 18:24 IST
joinshare
Mangal Gochar 2026 : 12 નવેમ્બર, 2026ના રોજ મંગળે સિંહ રાશિમાં પ્રવેશ્યો કર્યો હતો. આ ગોચર તમામ રાશિઓ પર અસર કરશે. જોકે, આ 5 રાશિના જાતકો માટે આ સમયગાળો નોંધપાત્ર લાભ અને પ્રગતિ લઈને આવશે, ત્યારે આ 5 ભાગ્યશાળી રાશિઓ કઈ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.

આ 5 રાશિઓ માટે નવું વર્ષ ખૂબ જ ઉત્તમ સાબિત થઈ શકે છે. ત્યારે એ જાણી લઈએ કે કઈ રાશિઓને આ ગોચરથી લાભ થશે.

Mangal Gochar 1/7

મંગળ ગોચર

Mangal Gochar 2026 : ગ્રહોના સેનાપતિ મંગળ 12 નવેમ્બરે કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં પ્રવેશ્યા છે. મંગળ 9 માર્ચ, 2027 સુધી આ રાશિમાં રહેશે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, મંગળ અને સૂર્ય વચ્ચે મિત્રતાનો સંબંધ છે. આ કારણોસર, મંગળનું આ રાશિમાં આવવું કેટલીક રાશિઓ માટે શુભ માનવામાં આવે છે.
Mangal Gochar 2/7

વૃશ્ચિક રાશિ

આ ગોચર તમારા સાહસ અને પરાક્રમમાં વધારો કરશે. અટકેલા કાર્યો ફરી ગતિ પકડશે. તમને તમારા ભાઈ-બહેનોનો સહયોગ મળશે અને તેમની સાથેના સંબંધોમાં સુધારો થશે. આવકના નવા સ્ત્રોત ખૂલી શકે છે અને તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત બની શકે છે. આ ઉપરાંત, ભૂતકાળમાં કરેલા રોકાણોથી લાભ થવાના સંકેતો છે.
Mangal Gochar 3/7

સિંહ રાશિ

કાર્યસ્થળ પર તમારી નેતૃત્વ ક્ષમતા અને પ્રભાવમાં વધારો થઈ શકે છે. તમારા નેતૃત્વ ગુણો વધુ નિખરશે. વેપારીઓને નવા સોદા કે વ્યાપારી કરારો કરવાની તકો મળી શકે છે. તમારી કારકિર્દીમાં નવા સીમાચિહ્નો પ્રાપ્ત થવાના સંકેતો છે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે અને તમે બચત કરવામાં પણ સફળ રહેશો. દાંપત્ય જીવન સુખદ રહેવાની શક્યતા છે.
Mangal Gochar 4/7

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકોમાં સાહસ અને આત્મવિશ્વાસમાં વધારો થશે. તમારું પરાક્રમ વધશે અને લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવાની પ્રબળ શક્યતા છે. આર્થિક બાબતોમાં પણ સકારાત્મક ફેરફારો જોવા મળી શકે છે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. નોકરી કરતા લોકોને આગળ વધવાની તકો મળશે.
Mangal Gochar 5/7

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે મંગળનું આ ગોચર શુભ પરિણામો લાવી શકે છે. કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિની તકો મળી શકે છે. વેપાર સાથે સંકળાયેલા લોકો માટે વ્યવસાયના વિસ્તરણના નવા માર્ગો ખુલશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. અગાઉના સ્ત્રોતોમાંથી પણ ધનલાભ થવાની શક્યતા છે.
Mangal Gochar 6/7

ધન રાશિ

આર્થિક દ્રષ્ટિએ આ સમયગાળો અનુકૂળ રહી શકે છે. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. કાયદાકીય કે કોર્ટ-કચેરીના મામલામાં સફળતા મળવાના સંકેતો છે. ભાઈ-બહેનોનો સહયોગ લાભદાયી સાબિત થશે. આ સમય દરમિયાન તમારા સાહસ અને આત્મવિશ્વાસમાં વધારો થશે.
Disclaimer7/7

Disclaimer

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
TAGS:
Spiritual

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
Silver Price Global Crash: ચાંદીનો ફુગ્ગો ફૂટ્યો, ગ્લોબલ ક્રેશ વચ્ચે હાઈ લેવલથી 64% તૂટી... રોકાણકારોએ શું કરવું જોઈએ?

Silver Price Global Crash: ચાંદીનો ફુગ્ગો ફૂટ્યો, ગ્લોબલ ક્રેશ વચ્ચે હાઈ લેવલથી 64% તૂટી... રોકાણકારોએ શું કરવું જોઈએ?

2

શુક્રનો તુલા રાશિમાં પ્રવેશ, આ 4 રાશિના જાતકો પર 40 દિવસ સુધી થશે ધનવર્ષા!

3

ભાજપે ગુજરાતમાં 2027ની ચૂંટણી માટે તૈયારી કરી શરૂ! 182 બેઠકો પર સ્નેહમિલનથી PM મોદીએ આપ્યા અનેક સંદેશ, જાણો

4

Video: સ્ટેજ પર એક વિદેશી મહિલા ફેને દિલજીત દોસાંઝને ગળે લગાવીને કરી કિસ, સિંગરે કહ્યું: "હું સુંદર છું..."

5

એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.