Mangal Gochar 2026: ગ્રહોના સેનાપતિ મંગળ જલ્દી ગ્રહોના રાજા સૂર્યના ઘર એટલે કે તેમની સિંહ રાશિમાં ગોચર કરશે. મંગળનું ગોચર ચાર રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે. હકીકતમાં કર્ક રાશિમાં મંગળ નીચ હતા, જેનાથી કેટલીક રાશિઓએ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. હવે જાણો કઈ રાશિઓ માટે મંગળનું ગોચર શુભ રહેવાનું છે.
જ્યોતિષમાં સાહસ, ઉર્જા, પરાક્રમ અને ભૂમિ-સંપત્તિના કારક મંગળ 12 નવેમ્બર 2026ના પોતાની નીચ રાશિ કર્કમાંથી નીકળી સૂર્યની રાશિ સિંહમાં પ્રવેશ કરશે. સિંહ રાશિમાં પહેલાથી હાજર દેવગુરૂ બૃહસ્પતિ અને કેતુની સાથે મંગળની યુતિ થશે. મંગળનું નીચ રાશિમાંથી નીકળી મિત્ર રાશિમાં જવું આત્મવિશ્વાસ અને નેવૃત્વ ક્ષમતાને વધારશે. ગુરૂ-મંગળની યુતિથી કેટલીક રાશિઓને વિશેષ લાભ થવાનો છે. ચાર રાશિઓ માટે મંગળનું ગોચર આર્થિક દ્રષ્ટિએ ફાયદો કરાવશે, આવો આ રાશિ વિશે જાણીએ.
1/5
મિથુન રાશિ:
મિથુન રાશિના જાતકો માટે મંગળનો સિંહ રાશિમાં પ્રવેશ ત્રીજા ભાવમાં થશે. તેનાથી તમારા સાહસ, આત્મવિશ્વાસ અને કામ કરવાની ગતિમાં તેજી આવી શકે છે. નોકરી કરનાર વર્ગને તમારી ક્ષમતા દર્શાવવા અને નવી જવાબદારી મળવાની તક મળી શકે છે. મીડિયા, માર્કેટિંગ અને સેલ્સ સાથે જોડાયેલા લોકોને લાભ થઈ શકે છે. વેપારીઓ માટે જૂના ક્લાઇન્ટ્સ સાથે સંપર્ક વધારવાનો સારો સમય રહી શકે છે. પરંતુ ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો નહીં.
2/5
તુલા રાશિ:
તુલા રાશિના જાતકો માટે મંગળનું ગોચર અગિયારમાં ભાવમાં થશે, જે આવક, લાભ અને ઇચ્છાપૂર્તિ સાથે જોડાયેલો છે. નોકરીયિતા વર્ગના લોકોને જૂના પ્રોજેક્ટથી લાભ અને નવી તક મળી શકે છે. વેપારીઓને નવી ડીલ કે કારોબાર વધારવાની તક મળી શકે છે. આર્થિક લક્ષ્યને પૂરો કરવા માટે નવી રણનીતિ ઉપયોગી સાબિત થઈ શકે છે. પરંતુ રોકાણ કે કોઈ આર્થિક નિર્ણય લેતાં પહેલા વિચાર કરો અને ખર્ચ પર નિયંત્રણ રાખો.
3/5
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગળનો સિંહ રાશિમાં પ્રવેશ દસમાં ભાવમાં થશે. આ ભાવ કરિયર અને પ્રતિષ્ઠા સાથે જોડાયેલો છે. તેવામાં નોકરિયાત લોોકને નવી જવાબદારી કે નેતૃત્વ દેખાડવાની તક મળી શકે છે. નોકરી બદલવાનું વિચારી રહેલા લોકોને નવો વિકલ્પ મળી શકે છે. કારોબારીઓ માટે નવી રણનીતિ બનાવવાનો સમય રહેશે. પરંતુ કાર્યસ્થળ પર ગુસ્સા અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ટકરાવથી બચો. સફળતા માટે ધૈર્ય અને શિષ્ત જાળવી રાખો.
4/5
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે મંગળનું ગોચર છઠ્ઠા ભાવમાં થશે. તેનાથી પડકારનો સામનો કરવા અને અટવાયેલા કામ પૂરા કરવામાં મદદ મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને મહેનત અને શિષ્તનો લાભ મળી શકે છે. નોકરિયાત લોકો કાર્યસ્થળ પર સમસ્યાનો ઉકેલ લાવવામાં સફળ થઈ શકે છે. વેપારીઓને જૂના વિવાદનો ઉકેલ લાવવાની તક મળી શકે છે. પરંતુ ગુસ્સા અને ઉતાવળથી બચો તથા તણાવ વચ્ચે પોતાની દિનચર્યા અને આરામનું ધ્યાન રાખો.
5/5
ડિસ્ક્લેમરઃ
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.