Ketu Gochar: રાહુ અને કેતુની ગણતરી જ્યોતિષ શાસ્ત્રમાં રહસ્યમયી ગ્રહો તરીકે થાય છે. 5 ડિસેમ્બર 2026ના રોજ કેતુ સિંહ રાશિમાંથી નીકળીને કર્ક રાશિમાં ગોચર કરશે. જે કેટલીક રાશિઓને બંપર ફાયદો કરાવી શકે છે.
કેતુ વર્ષ 2027નો પૂરેપૂરો સમય કર્ક રાશિમાં રહેશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ સમયગાળા દરમિયાન 3 રાશિઓ એવી હશે કે તેમને ચારેકોરથી ખાસ કરીને કારકિર્દીમાં સારો એવો ફાયદો થઈ શકે છે. કેતુનું રાશિ પરિવર્તન ખુબ મહત્વનું ગણાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેતુને છાયા ગ્રહ પણ કહે છે.
1/4
કેતુ ગોચર
જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે કેતુ એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે ત્યારે તેની અસર લાંબો સમય સુધી રાશિઓ પર રહેશે. 5 ડિસેમ્બર 2026ના રોજ કેતુ સિંહ રાશિમાંથી નીકળીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. કેતુ હંમેશા વક્રી ચાલમાં ગોચર કરે છે. આવામાં કેટલીક રાશિઓ માટે આ સમયગાળો ખાસ રહી શકે છે. કર્ક રાશિના સ્વામી ચંદ્રમા છે. કેતુ લગભગ 18 મહિના સુધી કર્ક રાશિમાં રહેશે. 3 રાશિઓને ધન અને કરિયરમાં ફાયદો થઈ શકે છે. જાણો કોણ છે તે ભાગ્યશાળી 3 રાશિઓ.
2/4
વૃષભ રાશિ
વૃષભ રાશિના સ્વામી શુક્ર છે. કેતુનું આ ગોચર આ રાશિવાળા માટે અનુકૂળ રહી શકે છે. આ દરમિયાન આર્થિક સ્થિતિમાં સુધારો થવાનો યોગ છે. પૈસા સંબંધિત પરેશાનીઓ ઓછી થઈ શકે છે. બચત વધી શકે છે. બેંક બેલેન્સમાં પણ વધારો થવાની શક્યતા છે. વેપાર કરનારા લોકોને સારો નફો થઈ શકે છે. વેપારમાં આવતી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. નવું કામ શરૂ કરવાની તક મળી શકે છે. બધુ મળીને આર્થિક અને વેપારી મામલાઓમાં આ સમય તમારા માટે સારો રહી શકે છે.
3/4
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે કેતુનું કર્કમાં ગોચર અનેક રીતે સારી તકો ઊભી કરી શકે છે. નોકરીયાતો માટે પગાર વધારાની તક આવી શકે છે. કમાણીના નવા રસ્તા પણ ખુલી શકે છે. તમારો આત્મવિશ્વાસ વધશે. તમે તમારા કામને લઈને બરાબર ઉત્સાહિત રહેશો. નોકરીમાં આગળ વધવાની તક પણ મળી શકે છે. જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમને કોઈ સારી તક મળી શકે છે. કરિયર અને પૈસાના મામલે આ સમય તમારા માટે સારો રહી શકે છે.
4/4
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે કેતુનું આ ગોચર સારું રહેશે. આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. પૈસા સંબંધિત જૂની સમસ્યાઓ દૂર થશે. બચત કરવામાં પણ મદદ મળશે. બેંક બેલેન્સ વધવાના યોગ છે. વેપાર કરનારા લોકોને સારો નફો મળી શકે છે. કારોબારમાં આવતી અડચણો દૂર થઈ શકે છે. કોઈ નવી યોજના શરૂ કરવાની તક મળી શકે છે. બધુ મળીને આવનારો સમય તમારા માટે આર્થિક રીતે સારો રહી શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)