Ganesh Yog 2026 : 31 ઓક્ટોબરે સિંહ રાશિમાં ગુરુ અને કેતુની યુતિ થશે, જેનાથી ગુરુ-કેતુ યોગ બનશે. આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી આને ગણેશ યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ યુતિ પાંચ રાશિઓ માટે શુભ સાબિત થશે. ત્યારે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
ગણેશ યોગના કારણે આ રાશિના જાતકોને રાજયોગ સમાન સુખ-સુવિધાઓ મળી થઈ શકે છે.
1/7
ગણેશ યોગ
Ganesh Yog 2026 : જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ગુરુ અને કેતુના સંયોગથી બનતો ગણેશ યોગ પાંચ રાશિઓ માટે અત્યંત શુભ સાબિત થશે. આ રાશિના જાતકોને રાજયોગ સમાન સુખ-સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે છે. આ બે ગ્રહોનો સંયોગ વ્યક્તિની બૌદ્ધિક ક્ષમતા અને સામાજિક પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વધારો થશે.
2/7
વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકો સંશોધન, શિક્ષણ, કાયદો, જ્યોતિષ કે સલાહકાર જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે, તેમને મોટી સફળતા મળશે. તમારી સમક્ષ નવી તકો આવશે અને અચાનક આર્થિક લાભ થવાની પ્રબળ શક્યતા છે. તમને ભૂતકાળમાં કરેલા રોકાણોમાંથી પણ સારો લાભ મળી શકે છે.
3/7
સિંહ રાશિ
31મી ઓક્ટોબરે બનનારો ગણેશ યોગ અત્યંત અનુકૂળ સાબિત થશે. તમારી નેતૃત્વ ક્ષમતામાં વૃદ્ધિ થશે. જેઓ રાજકારણ, વહીવટી ક્ષેત્ર અથવા મોટી સંસ્થાઓમાં નેતૃત્વના હોદ્દા પર છે, તેમને મોટી સફળતા અને ખ્યાતિ મળી શકે છે.
4/7
ધન રાશિ
આ ગ્રહયોગ ધન રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. તમારી સામાજિક પ્રતિષ્ઠા અને માન-સન્માનમાં વધારો થશે, અને તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. અચાનક આર્થિક લાભના સંકેતો છે અને તમે તમારા કાર્યોમાં મોટી સફળતા મેળવી શકો છો.
5/7
મીન રાશિ
મીન રાશિમાં જન્મેલા લોકો માટે ગણેશ યોગ અત્યંત શુભ સાબિત થશે. તમને તમારી કારકિર્દીમાં સફળતા મળશે અને બાકી રહેલાં કાર્યો પૂર્ણ થશે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં તમારી રુચિ વધશે. તમારી કારકિર્દીમાં પ્રમોશન મળવાની પ્રબળ શક્યતાઓ છે, જેની સાથે તમારા પગારમાં પણ વધારો થશે. વ્યવસાયમાં તમને સારો નફો મળી શકે છે.
6/7
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે ગુરુ-કેતુનો આ સંયોગ શુભ સાબિત થશે. શિક્ષણ અને વ્યવસાયના ક્ષેત્રમાં મોટી સફળતા મળવાની પ્રબળ શક્યતા છે. તમે કોઈ નવા કાર્ય કે વ્યવસાયની શરૂઆત કરી શકો છો. આ સમયગાળો ખુશીઓ અને સમૃદ્ધિ લઈને આવશે અને તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ સારી બનશે.
7/7
Disclaimer
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.