• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /દીવાળી પહેલા બનશે અત્યંત શુભ ગજકેસરી રાજયોગ, 3 રાશિઓનું ભાગ્ય 360 ડિગ્રી પલટી મારશે, બંપર લાભ થશે!

દીવાળી પહેલા બનશે અત્યંત શુભ ગજકેસરી રાજયોગ, 3 રાશિઓનું ભાગ્ય 360 ડિગ્રી પલટી મારશે, બંપર લાભ થશે!

Written ByViral Raval
Published: Oct 19, 2026, 06:42 PM IST|Updated: Oct 19, 2026, 06:46 PM IST
joinshare
બૃહસ્પતિ ગુરુ અને મનના કારક ગણાતા ચંદ્રમાની અત્યંત શુભ યુતિ બંપર ધનલાભ કરાવે તેવો યોગ બનાવશે જે કેટલીક રાશિઓને ખુબ ફાયદો કરાવી શકે છે. એવી માન્યતા છે કે જ્યારે પણ ગુરુ અને ચંદ્રમાની વિશેષ યુતિ બને ત્યારે તેનો પ્રભાવ જાતકોના જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે.

દીવાળી પહેલા  3 નવેમ્બરે ગુરુ અને ચંદ્રમાની યુતિ થશે. જ્યોતિષ શાસ્ત્રમાં ગજકેસરી રાજયોગ ખુબ જ શુભ ગણાય છે. આ રાજયોગ કેટલીક રાશિઓને કરિયર અને ધનના મામલે સકારાત્મક પરિણામ આપી શકે છે. 

ગુરુ-ચંદ્રનો ગજકેસરી રાજયોગ1/4

ગુરુ-ચંદ્રનો ગજકેસરી રાજયોગ

3 નવેમ્બરે ગુરુ અને ચંદ્રમા ગજકેસરી યોગ બનાવશે. આ રાજયોગ બનવાથી કેટલીક રાશિના જાતકોને આર્થિક મોરચે નવી નવી તકો મળી શકે છે. સમાજમાં માન સન્માનમાં વધારો થાય. જો કે આ સંભાવનાઓનો પ્રભાવ દરેક વ્યક્તિની જન્મકુંડળી અને ગ્રહોની સ્થિતિ ઉપર પણ મદાર રાખે છે. જ્યોતિષી માન્યતાઓ મુજબ જ્યારે ગુરુ ચંદ્રમાથી પહેલા, ચોથા, સાતમા અને દસમા ભાવે સ્થિર હોય તો ગજકેસરી યોગ બને છે. ગુરુ જ્યાં જ્ઞાન, વિવેક, વિસ્તરણ અને સમૃદ્ધિના કારક ગણાય છે ત્યાં ચંદ્રમા, મન, આત્મા, લાગણીઓ અને માનસિક સ્થિતિના કારક ગણાય છે. આ બંને ગ્રહોની જો અનુકૂળ સ્થિતિ હોય તો સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા વધે છે. આર્થિક પ્રગતિ થાય છે. જાણો કઈ રાશિઓને તે ફાયદો કરાવી શકે છે.
સિંહ રાશિ2/4

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોને ગુરુ અને ચંદ્રમાની આ સ્થિતિથી બનતા ગજકેસરી રાજયોગથી આર્થિક મોરચે ખુબ ફાયદો થઈ શકે છે. કાર્યક્ષેત્રે તમારા કામની પ્રશંસા થઈ શકે છે. નોકરીયાતોને નવી જવાબદારી, પગાર વધારો કે બઢતી મળી શકે છે. કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરતા હશો તો તેમાં તમને આગળ વધવા માટે નવી તક મળી શકે છે. ધનની આવકના નવા રસ્તાઓ ખુલી શકે છે. પરિવારમાં સુખ સુવિધા સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે. જો કે બચત અને ફાલતુ ખર્ચાનું પણ ધ્યાન રાખવું.
મેષ રાશિ3/4

મેષ રાશિ

મેષ રાશિ એ મંગળના સ્વામિત્વવાળી રાશિ છે પરંતુ આ રાજયોગ તેમના માટે પણ ઘણી આર્થિક સંભાવનાઓ લઈને આવી શકે છે. નોકરીયાતોને પરફોર્મ કરવાની તક મળી શકે. નવી જવાબદારીઓ મળવાથી કામનું વિસ્તરણ થાય. જો લાંબા સમયથી તમે બઢતીની આશા રાખીને બેઠા હશો તો તે મળી શકે છે. વેપાર કરતા જાતકોને નવા કારોબારી સંબંધો બને જે ફાયદાકારક રહી શકે. રોકાણ મામલે પણ સારી તકો મળી શકે છે. આર્થિક બોજો ઘટી શકે છે. જો કે પૂરેપૂરી જાણકારી મેળવીને જ કામમાં આગળ વધવું. ઉતાવળ કરવી નહીં. યોજના ઘડીને આગળ જવું હિતાવહ રહેશે.
ધનુ રાશિ4/4

ધનુ રાશિ

ધનુ રાશિના જાતકો માટે આ રાજયોગ ખુબ લાભકારી રહી શકે છે. પ્રગતિ અને આર્થિક સંભાવનાઓની રીતે ખુબ અનુકૂળ છે. તમને તમારી પ્રતિભા દેખાડવાની તક મળી શકે છે. કોઈ નવી જવાબદારી કે મહત્વપૂર્ણ કામ દ્વારા કરિયરમાં આગળ વધવાનો રસ્તો ખુલી શકે છે. જે લોકો લાંબા સમયથી કોઈ લક્ષ્ય મેળવવાનો પ્રયત્ન કરતા હશે તેમને ફાયદો થઈ શકે છે. વેપારીઓ માટે નવા સંપર્કો લાભકારી રહી શકે છે. વધારાની આવકના સ્ત્રોત બની શકે છે. પેન્ડિંગ કામો ઉકેલાઈ શકે તેવા સંકેત મળે છે. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
TAGS:
Rashifal

Trending

  • News
  • Photos
  • Videos
રાજકોટ સિવિલમાં એક સાથે 8 એમ્બ્યુલન્સ ડ્રાઇવરોના રાજીનામાં, હોસ્પિટલ વહીવટી તંત્ર અજાણ

રાજકોટ સિવિલમાં એક સાથે 8 એમ્બ્યુલન્સ ડ્રાઇવરોના રાજીનામાં, હોસ્પિટલ વહીવટી તંત્ર અજાણ

2

આશુતોષ રાંકા અને સૌરવ દાસે હજુ પણ 2 દિવસ રહેવું પડશે જેલમાં, જાણો શાં માટે?

3

નિવેદન પડ્યું ભારે કે પછી ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ? નર્મદાના પાણી અંગે મંત્રી સ્વરૂપજીને કરવી પડી સ્પષ્ટતા

4

અધધ...ગુજરાતમાંથી ઝડપાયું ₹19.41 કરોડનું વિદેશી સોનું, DRIએ ત્રણની કરી ધરપકડ

5

ભરૂચ : ગણેશ સુગર ફેક્ટરીની હરાજીને લઈને વિવાદ વકર્યો, કોંગ્રેસ આગેવાન અને કસ્ટોડિયન કમિટી સામસામે

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.