Gajkesari Rajyog 2026 : 30 નવેમ્બર, 2026ના રોજ ગુરુ અને ચંદ્રના સંયોગથી ગજકેસરી રાજયોગ બનશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ 3 રાશિના જાતકોને કારકિર્દી, આર્થિક બાબતો અને વ્યવસાયમાં લાભ થઈ શકે છે, ત્યારે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
દ્રિક પંચાંગ અનુસાર, 30 નવેમ્બર 2026ના રોજ સવારે 09:41 વાગ્યે ચંદ્ર સિંહ રાશિમાં પ્રવેશ કરશે. તે 2 ડિસેમ્બર સુધી આ રાશિમાં રહેશે. આ સમયગાળા દરમિયાન ચંદ્ર અને ગુરુની યુતિ રચાશે. ત્યારે એ જાણી લઈએ કે કઈ 3 રાશિઓ માટે આ સમયગાળો વિશેષ મહત્વપૂર્ણ બની શકે છે.
1/5
ગજકેસરી રાજયોગ
Gajkesari Rajyog 2026 : નવેમ્બર મહિનાનો અંતિમ દિવસ જ્યોતિષીય દૃષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે. 30મી નવેમ્બરે ચંદ્ર સિંહ રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં ગુરુ પહેલેથી જ બિરાજમાન છે. આ બે ગ્રહોના મિલનથી ગજકેસરી રાજયોગનું નિર્માણ થશે. જેના કારણે ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે.
2/5
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે ગજકેસરી રાજયોગ અનેક ઉત્તમ તકો લઈને આવી શકે છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને કાર્યસ્થળ પર તમને તમારી પ્રતિભા દર્શાવવાની તક મળી શકે છે. જેઓ લાંબા સમયથી નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમને કોઈ સારી તક મળી શકે છે. તમને પ્રમોશન)અથવા પગાર વધારા અંગે સારા સમાચાર મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખૂલી શકે છે.
3/5
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે ગજકેસરી રાજયોગ વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિની તકો લાવી શકે છે. લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સ ફરી શરૂ થઈ શકે છે. નોકરિયાત વર્ગને નવી જવાબદારીઓ અથવા પ્રમોશનની તક મળી શકે છે. આર્થિક બાબતોમાં સુધારાના સંકેતો છે. તમને અચાનક આર્થિક લાભ થવાની તકો મળી શકે છે. ભૂતકાળમાં કરેલા રોકાણોથી લાભ મળવાની શક્યતા છે.
4/5
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે ગુરુ અને ચંદ્રની યુતિ સકારાત્મક પરિણામો લાવી શકે છે. લાંબા સમયથી અટકેલા કામોમાં ગતિ આવશે તેવા સંકેતો છે. જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને સારા સમાચાર મળી શકે છે. તમારી આવક વધારવાની નવી તકો મળી શકે છે. તમારી એકંદર આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે.
5/5
Disclaimer
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.