Ambalal Patel Rain Forecast: હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હવામાનનો મિજાજ ઝડપથી બદલાઈ રહ્યો છે. એક તરફ ઉત્તર ભારતમાં સવાર અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, તો બીજી તરફ દક્ષિણ અને ઉત્તર-પૂર્વ ભારત સહિત દેશના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. આ વચ્ચે ગુજરાતમાં નવરાત્રીથી લઈને દિવાળી સુધીના તહેવારોમાં હવામાન કેવું રહેશે તે અંગે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે.
અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી તહેવારો દરમિયાન હવામાનમાં આવનારા ફેરફારો અંગે મોટી આગાહીઓ કરી છે. નવરાત્રી દરમિયાન ગરબા રસિકો ખૂબ જ સારી રીતે ગરબા રમી શકશે. નવરાત્રી દરમિયાન તાપમાનમાં વધારો થતાં બફારો અને ગરમી અનુભવાશે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન અલનીનોની અસર પણ વરતાશે.
1/5
બંગાળની ખાડીમાં સાઇક્લોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં વૈશ્વિક અને સ્થાનિક સિસ્ટમ્સ સક્રિય થઈ રહી છે. 17થી 20 ઓક્ટોબર દરમિયાન દરિયાકિનારાના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. આ દરમિયાન આકાશમાં વાદળો છવાશે અને ક્યાંક ઝરમર તો ક્યાંક હળવો વરસાદ પડી શકે છે. ઓક્ટોબર મહિનામાં પવનની દિશાઓ અચોક્કસ બની રહેશે.
2/5
શક્તિશાળી સાઇક્લોન (ચક્રવાત) બનવાની શક્યતા સેવાઈ રહી
બંગાળના ઉપસાગરમાં 17-18 ઓક્ટોબર પછી અને આ માસના અંત સુધીમાં શક્તિશાળી સાઇક્લોન (ચક્રવાત) બનવાની શક્યતા સેવાઈ રહી છે. ઉત્તર ભારતમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, જેમાં અલનીનોની અસરને કારણે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બની શકે છે. આ સિસ્ટમ્સના કારણે 26 ઓક્ટોબરથી 5 નવેમ્બર વચ્ચે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. આથી, આ વર્ષે ગુજરાતમાં દિવાળીના તહેવાર દરમિયાન પણ વરસાદ પડવાની પૂરી શક્યતા છે.
3/5
ખેતરોમાં ઉભા પાકને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે...
અચાનક બદલાયેલા હવામાન અને કમોસમી વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે, જેથી ખેડૂતોને પાકની સુરક્ષા માટે જરૂરી આગોતરા પગલાં ભરવા સલાહ આપવામાં આવી છે. સામાન્ય નાગરિકોને અત્યંત સાવધ રહેવાની સૂચના આપવામાં આવી છે. પહાડી રાજ્યોમાં તાપમાન ઘટતાં ભૂસ્ખલનની ચેતવણી અપાઈ છે, જ્યારે 3 પહાડી રાજ્યોમાં હિમવર્ષા થવાની પણ શક્યતા છે. આગામી 5 થી 6 દિવસ સુધી દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન છે.
4/5
દેશમાં ઠંડીની દસ્તક વચ્ચે 23 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
બીજી તરફ, સમગ્ર દેશમાં હવામાન વિભાગ (IMD) દ્વારા 13 ઓક્ટોબરના રોજ દેશના 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ, દિલ્હી અને પંજાબ સહિતના રાજ્યોમાં 55 થી 60 કિમી/કલાકની ઝડપે ભારે પવન અને ગાજવીજ સાથે મુશળધાર વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ વાવાઝોડાની સૌથી વધુ અસર દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, બિહાર અને ઓડિશામાં જોવા મળી શકે છે.
5/5
કયા 23 રાજ્યોમાં ચેતવણી જાહેર કરાઈ?
હવામાન વિભાગની યાદી મુજબ નીચે મુજબના રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ છે. જેમાં 1. ઉત્તર પ્રદેશ, 2. દિલ્હી, 3. બિહાર, 4. હરિયાણા, 5. રાજસ્થાન, 6. હિમાચલ પ્રદેશ, 7. ઉત્તરાખંડ, 8. પંજાબ, 9. જમ્મુ-કાશ્મીર, 10. પશ્ચિમ બંગાળ, 11. ઓડિશા, 12. ઝારખંડ, 13. છત્તીસગઢ, 14. કેરળ, 15. આંધ્રપ્રદેશ, 16. તમિલનાડુ, 17. તેલંગાણા, 18. અસમ, 19. ત્રિપુરા, 20. અરુણાચલ પ્રદેશ, 21. મેઘાલય, 22. નાગાલેન્ડ અને 23. મિઝોરમ.