• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /PF માંથી પૈસા ઉપાડવા પર બદલાયો TDS નો નિયમ, હવે નહીં કામ કરે આ ફોર્મ!

PF માંથી પૈસા ઉપાડવા પર બદલાયો TDS નો નિયમ, હવે નહીં કામ કરે આ ફોર્મ!

Written ByKinjal Patel
Published: Oct 11, 2026, 01:07 PM IST|Updated: Oct 11, 2026, 01:10 PM IST
joinshare
PF Withdrawal: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તરફથી એક મોટું અપડેટ સામે આવ્યું છે, જેમાં EPFO એ સ્પષ્ટતા જારી કરતા કહ્યું છે કે ટેક્સ વર્ષ 2026-27 થી PF ઉપાડ પર TDS છૂટનો દાવો કરવા માટે હવે ફોર્મ 15G અને ફોર્મ 15H માન્ય રહેશે નહીં.

PF Withdrawal: આની જગ્યાએ પીએફ એકાઉન્ટ હોલ્ડર્સે હવે ઈનકમ-ટેક્સ એક્ટ, 2025 હેઠળ TDS છૂટનો દાવો કરવા માટે ફોર્મ 121 જમા કરાવવું ફરજિયાત રહેશે. આ માહિતી EPFO તરફથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવી.

ફોર્મ 15G અથવા 15H હવે માન્ય નથી1/4

ફોર્મ 15G અથવા 15H હવે માન્ય નથી

પોતાની પોસ્ટમાં EPFO એ કહ્યું કે EPF TDS છૂટનો દાવો કરવા માટે ફોર્મ 15G અથવા 15H હવે માન્ય નથી. ટેક્સ વર્ષ 2026-27 થી આવકવેરા અધિનિયમ, 2025 અનુસાર ફોર્મ 121 જમા કરાવીને જ TDS છૂટનો દાવો કરી શકાય છે. આ પહેલા નિવાસી કરદાતાઓએ પોતાની ઉંમર અને પાત્રતાના આધારે ફોર્મ 15G અથવા ફોર્મ 15H માંથી કોઈ એકને પસંદ કરવાનું રહેતું હતું. પરંતુ હવે આ નિયમ બદલી દેવામાં આવ્યો છે.
કયા આધારે પસંદ કરવામાં આવતા હતા આ ફોર્મ?2/4

કયા આધારે પસંદ કરવામાં આવતા હતા આ ફોર્મ?

પહેલા ફોર્મ 15G ની પસંદગી 60 વર્ષથી ઓછી વયના તે વ્યક્તિઓ માટે હતી, જેમની અંદાજિત કુલ આવક કરપાત્ર મર્યાદા કરતા ઓછી હોય. જ્યારે ફોર્મ 15H ત્યારે પસંદ કરવામાં આવતું હતું, જ્યારે 60 વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે દાવો કરવામાં આવતો હતો. EPF સભ્યો માટે સૌથી મોટો ફેરફાર એ છે કે આ બંને ફોર્મ હવે ટેક્સ વર્ષ 2026-27 થી TDS છૂટ માટે અમાન્ય કરી દેવામાં આવ્યા છે.
આનાથી શું બદલાઈ જશે?3/4

આનાથી શું બદલાઈ જશે?

ફોર્મ 15G અને 15H થી હટાવીને સિંગલ ફોર્મ 121 ને લાગુ કરવું એ ફક્ત નિયમને સરળ બનાવવાનો છે, ન કે કોઈ નવા ટેક્સની શરૂઆત અથવા કોઈ મોટો ફેરફાર છે. આનાથી કરદાતાઓને રાહત મળશે કે તેમને અલગ-અલગ ફોર્મ પસંદ કરવાની જરૂર રહેશે નહીં.
ફોર્મ 121 શું કરે છે?4/4

ફોર્મ 121 શું કરે છે?

આ તમારા ઉપાડને આપોઆપ ટેક્સ-ફ્રી બનાવતું નથી. આ ફક્ત એક પાત્ર વ્યક્તિને જેની વર્ષ માટેની અંદાજિત કુલ આવક પર કોઈ ટેક્સ બનતો નથી, તેમને વિનંતી કરવાની મંજૂરી આપે છે કે TDS ન કાપવામાં આવે. આ સંપૂર્ણપણે ઓપ્શનલ (મરજિયાત) છે અને તેમના માટે નથી, જે કરપાત્ર દાયરામાં આવે છે. આ ઉપરાંત, EPFO ના નિર્દેશો હેઠળ એક માન્ય પાન કાર્ડ હોવું ફરજિયાત છે.
TAGS:
Business News

Trending

  • News
  • Photos
  • Videos
ઇન્દોરમાં ભારતનો દબદબો! રોમાંચક મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 14 રનથી હરાવીને સિરીઝમાં 2-1ની મેળવી લીડ

ઇન્દોરમાં ભારતનો દબદબો! રોમાંચક મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 14 રનથી હરાવીને સિરીઝમાં 2-1ની મેળવી લીડ

2

દીપકેએ કહ્યું: દાદીના મૃત્યુ પછી, તેમને તેમના પરિવાર સાથે વાત કરવા દેવામાં આવી નહીં, દિલ્હી પોલીસે વીડિયો જાહેર કરીને કર્યો પર્દાફાશ

3

નાયરા બાદ વધુ એક કંપનીએ વધાર્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, લોકોને તહેવારમાં વધુ એક મોંઘવારીનો માર !

4

અભિષેક શર્માનો વધુ એક વર્લ્ડ રેકોર્ડ, સૂર્યાને પછાડી T20માં સૌથી ઝડપી 2000 રન પૂરા કરનાર બેટ્સમેન બન્યો

5

સમુદ્રમાં લક્ઝરીનું નવું ડેસ્ટિનેશન! કોર્ડેલિયા સ્કાયનું ભવ્ય લોન્ચિંગ, 1500 ડ્રોન્સ દ્વારા કરાયું સ્વાગત

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.