• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /October 16 Rashifal: શુક્રવારે આ 5 રાશિના જાતકોને મળી શકે છે શુભ સમાચાર, વાંચો દૈનિક રાશિફળ

October 16 Rashifal: શુક્રવારે આ 5 રાશિના જાતકોને મળી શકે છે શુભ સમાચાર, વાંચો દૈનિક રાશિફળ

Written ByKrupa Shah
Published: Oct 15, 2026, 09:20 PM IST|Updated: Oct 15, 2026, 09:38 PM IST
joinshare
October 16 Rashifal(By Chirag Bejan Daruwalla): 16 ઓક્ટોબર 2026, શુક્રવારે ચંદ્રનું ગોચર ધન રાશિમાં થશે. શુક્રવારે મેષ સહિતની રાશિઓને આર્થિક લાભ મળી શકે છે.

ગ્રહ ગોચર અનુસાર 12 રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થશે જાણવા વાંચો દૈનિક રાશિફળ.
 

મેષ:1/12

મેષ:

ગણેશજી કહે છે, આજે તમે પરિવારના સભ્યો સાથે દિવસ પસાર કરી શકો છો. પરંતુ વ્યવસાય તરફ ધ્યાન આપવું એ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. જેથી તમે પૈસા મેળવી શકો. આજના કામ આજે પૂરા કરો, કાલ પર છોડવું તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
વૃષભ:2/12

વૃષભ:

ગણેશજી કહે છે, આજે આજે ધંધામાં નસીબ સાથ આપશે અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે તેમજ લાભ પણ મળશે. સામાજિક અને કાર્યક્ષેત્રમાં તમારું માન અને પ્રભાવ આજે વધવા જઈ રહ્યો છે. બુદ્ધિ અને હોશિયારીથી વિરોધીઓને પરાજિત કરી શકશો. તમે જે ક્ષેત્રમાં પ્રયત્ન કરશો ત્યાં તમને સફળતા મળશે.
મિથુન:3/12

મિથુન:

ગણેશજી કહે છે, આજે તમારી શક્તિ વધશે. તેમજ ધંધા અથવા કાર્યક્ષેત્રમાં કોઈ વિશેષ વ્યવસ્થા કે પરિવર્તન કરવાનો આજનો દિવસ રહેશે. તમારો દ્રષ્ટિકોણ આ દિવસમાં બદલાઈ શકે છે. ક્ષેત્રમાં કાળજીપૂર્વક કામ કરો નહીં તો તે મુશ્કેલી નડી શકે છે.આવનારા દિવસો તમારા મનોરંજનમાં રહેશે.
કર્ક:4/12

કર્ક:

ગણેશજી કહે છે, આજે તમે ધંધા કે કામ સંબંધિત પ્રવાસ કરી શકો છો. ઉપરાંત બધા કાર્ય તમારા દ્વારા પૂરા થશે. શુભ અથવા ધાર્મિક કાર્યો આજે પરિવારમાં થઈ શકે છે. કોઈ પણ ધાર્મિક સ્થળની મુલાકાત પણ લઈ શકો છો. પરિવાર સાથે થોડો સમય પસાર કરવો સારો રહેશે.
સિંહ:5/12

સિંહ:

ગણેશજી કહે છે, આજે તમને રાજ્ય તરફથી સન્માન અને સાંસારિક પ્રતિષ્ઠાથી મળશે. વેપારના ક્ષેત્રમાં નવા ભાગીદારો મળશે અને લાભ પ્રાપ્ત કરશો. તમે કાર્યક્ષેત્રમાં બુદ્ધિ અને અનુભવનો લાભ લઈ શકશો. દલીલ અને ગુસ્સો ટાળો.
કન્યા:6/12

કન્યા:

ગણેશજી કહે છે, આજે તમને કાર્યક્ષેત્ર અને ધંધામાં ભાગ્યનો સાથ મળી શકે છે. આજે વ્યાવસાયિક સ્થળાંતર તમારા માટે શુભ સાબિત થશે. આજે તમે વેપારમાં સેવકો અને ભાગીદારો સાથે સારો તાલમેલ જાળવશો અને ધંધામાં લાભ મળશે.
તુલા:7/12

તુલા:

ગણેશજી કહે છે, આજનો દિવસ તમારા ધંધા અને કાર્યમાં ભાગદોડ તેમજ વિશેષ ચિંતમાં વિતાવશો. તમે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા કરી શકો છો, તમારે તેમની સંભાળ લેવી પડશે. કોઈ મહેમાન ઘરે આવી શકે છે. કેટલાક અટકેલા કામ આજે થઈ શકે છે, તેમાં પ્રયત્ન કરવો જોઇએ.
વૃશ્ચિક:8/12

વૃશ્ચિક:

ગણેશજી કહે છે, આજે વેપાર અને કાર્યક્ષેત્રના સંબંધમાં તમે જે પણ નવા પ્રયત્નો કરો છો તેમાં તમને વિજય મળશે. આજે ઓફિસના કામમાં સુધારો કરવાની જરૂર છે, જે તમને સારા પરિણામ આપશે. કોઈ નિષ્ણાત અથવા વડીલ વ્યક્તિની સલાહ તમારા માટે ઉપયોગી સાબિત થશે.
ધન:9/12

ધન:

ગણેશજી કહે છે, આ દિવસે તમે ઘરની કોઈ ચીજવસ્તુ ખરીદી શકો છો, જેમાં કેટલાક પૈસા પણ ખર્ચ થઈ શકે છે. સંતાન તરફથી કેટલાક સારા સમાચાર મળી શકે છે. જેના કારણે પરિવારમાં આનંદનો માહોલ રહેશે. ક્ષેત્ર કે વ્યવસાયમાં ઘણા સમયથી બાકી કામ છે તે આજે પૂરું થઈ શકે છે.
મકર:10/12

મકર:

ગણેશજી કહે છે, આજે તમને વ્યવસાય અને ક્ષેત્રમાં લાભથી સંતોષ મળશે. તેમજ આજે આનંદનો દિવસ રહેશે. આજે તમારા વ્યક્તિત્વમાં એક અલગ આકર્ષણ રહેશે અને લોકો તમારાથી પ્રભાવિત થશે. નજીકના મિત્રની સલાહ અને ટેકાથી તમે તમારા ખરાબ કામને સુધારી શકો છો, સમયનો લાભ લઈ શકો છો.
કુંભ:11/12

કુંભ:

ગણેશજી કહે છે, આજે તમારા મિત્રો અથવા સગા-સંબંધીઓ ઘણાં દિવસો સુધી રોકાવા તમારા ઘરે આવી શકે છે. તેમનું સન્માન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. કારણકે આ લોકો પાછળથી તમારી મદદે આવશે. નોકરી અથવા કામના ક્ષેત્રે આજે કોઈ વ્યક્તિ સાથે દલીલ ના કરો, નહીં તો નુકસાન થઈ શકે છે.
મીન:12/12

મીન:

ગણેશજી કહે છે, ધંધા અને કાર્યક્ષેત્રમાં અચાનક પૈસા મળવાના સંકેત છે. જે તમને આર્થિક શક્તિ આપશે. આજે તમારી જાતે વ્યવસાયિક સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કરો. જે તમને કાયમી સફળતા આપશે. સંતાન તરફથી કેટલાક સારા સમાચાર પણ મળી શકે છે.
TAGS:
dainik rashifal

Trending

  • News
  • Photos
  • Videos
"બસ હવે બહુ થયું", તૂટી ગયું રશિયા-યુક્રેન એનર્જી સીજફાયર, ઝેલેન્સકી રશિયન રિફાઇનરીઓ પર હુમલો કરવા તૈયાર

"બસ હવે બહુ થયું", તૂટી ગયું રશિયા-યુક્રેન એનર્જી સીજફાયર, ઝેલેન્સકી રશિયન રિફાઇનરીઓ પર હુમલો કરવા તૈયાર

2

SIR વિવાદ વચ્ચે, ચૂંટણી પંચે 17 રાજ્યોમાં SSR કરવાની જાહેરાત, અપડેટ થશે વોટર લિસ્ટ

3

જસપ્રીત બુમરાહ સંપૂર્ણપણે ફિટ છે, છતાં ન્યુઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં નહીં રમે! જાણો કેમ

4

ત્રણ દિવસના ઘટાડા બાદ સોનામાં આવી તેજી, જાણો આજનો ભાવ

5

શનિ માર્ગી થતાં 3 રાશિઓને લાગશે લોટરી! 11 ડિસેમ્બરથી વધશે અચાનક ધનસંપત્તિ!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.