SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

BJP-અકાલી દળમાં કોણ રહેશે 'મોટો ભાઈ'? અમિત શાહે પંજાબમાં CM ચહેરા અંગે સ્થિતિ સ્પષ્ટ કરી

પંજાબમાં ભાજપ-અકાલી દળ ગઠબંધનની જાહેરાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યુ કે મુખ્યમંત્રીનો ચહેરો અકાલી દળમાંથી હશે. અકાલી દળ મોટા ભાઈની ભમિકામાં હશે.

Written By Gokani Dhaval
Published: Nov 24, 2026, 14:41 IST | Updated: Nov 24, 2026, 14:43 IST
Join

પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે ભાજપ-શિરોમણિ અકાલી દળ વચ્ચે ગઠબંધનની જાહેરાત કરી છે. સાથે તેમણે મુખ્યમંત્રીના ચહેરા પર પણ વલણ સ્પષ્ટ કર્યું છે. અમિત શાહે કહ્યુ, 'પંજાબમાં મોટા ભાઈની ભૂમિકામાં અકાલી દળ રહેશે. અમે તમામ 117 સીટો પર સાથે લડીશું. મોટો ભાઈ જ મુખ્યમંત્રી હશે. એટલે કે અકાલી દળના નેતા જ મુખ્યમંત્રીનો ચહેરો હશે.'

અમિત શાહે આ જાહેરાતની સાથે નેતાઓ અને કાર્યકર્તાઓને સંદેશ આપ્યો કે તેઓ અકાલી દળની સાથે મળી મેદાનમાં ઉતરે. પરંતુ અકાળી દળ અને ભાજપે સીટ શેયરિંગ મુદ્દે સ્પષ્ટ જાહેરાત કરી નથી.

સીટ શેયરિંગ પર શું બોલ્યા અમિત શાહ?

અમિત શાહે કહ્યુ કે અમે બંને મળીને નક્કી કરીશું. તેમણે કહ્યું કે આજથી અકાલી દળ રાજનીતિમાં NDA ના સત્તાવાર સહયોગીના રૂપમાં કામ કરશે. અમે સાથે મળી ઘણી ચૂંટણી લડી છે, જેમાં જીત અને હાર બંને જોઈ છે. છતાં અમારો સંબંધ અતૂટ રહ્યો છે.

આ પણ વાંચોઃ બુલેટ ટ્રેન પર મોટું અપડેટ, મે 2027માં દોડશે દેશની પહેલી સૌથી ઝડપી રેલ

તો શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલે કહ્યુ કે પંજાબમાં એક એવું ગઠબંધન છે, જે લોકોની ભાવનાઓને દર્શાવે છે. સમાજના દરેક વર્ગ અને ધર્મના લોકો ઈચ્છે છે કે પંજાબમાં અકાલી દળ અને ભાજપ એક સાથે આવે.

ક્યા મુદ્દા પર ચૂંટણી લડશે?

અમિત શાહે જણાવ્યુ કે તેઓ નશા મુક્તિ, ભ્રષ્ટાચારમાંથી મુક્તિ અને રાષ્ટ્રવાદી શક્તિે પ્રોત્સાહન આપવાના મુદ્દે ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે 31 ડિસેમ્બર 2029 સુધી અમે પંજાબમાં નશો ખતમ કરી દેશું.

નોંધનીય છે કે પંજાબમાં અકાલી દળ લાંબા સમય સુધી ગઠબંધનમાં રહ્યાં, પરંતુ ખેડૂતોના મુદ્દા પર અકાલી દળે વર્ષ 2020મા ભાજપ સાથે ગઠબંધન તોડી દીધું હતું. ત્યારબાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં બંને પાર્ટીઓને ઝટકો લાગ્યો હતો. ભાજપને માત્ર બે સીટો મળી. તો અકાલી દળને ત્રણ સીટ મળી હતી.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES