SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

વિવાદના વંટોળ વચ્ચે ગુજરાત સહિત 17 રાજ્યોમાં થશે SSR, જાણો SIR કરતા કેટલું અલગ અને શાં માટે થશે?

Difference Between SSR And SIR: કોકરોચ જનતા પાર્ટી પાર્ટી હાલ એસઆઈઆર અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને હટાવવા મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન કરી રહી છે. જેને કોંગ્રેસ સહિતની અનેક વિપક્ષી પાર્ટીઓનું પણ સમર્થન મળેલું છે. હવે આ બધા હંગામા વચ્ચે ચૂંટણી પંચે 17 જેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SSR હાથ ધરવા માટે આદેશ આપેલો છે. ત્યારે SSR અને SIR વચ્ચે શું ફરક છે તે તમે પણ જાણો.

Written By Viral Raval
Published: Oct 16, 2026, 02:16 PM IST | Updated: Oct 16, 2026, 02:26 PM IST
Join

ભારતમાં છેલ્લા કેટલાક મહિનાથી એક પછી એક વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે. કોકરોચ જનતાપાર્ટીએ દિલ્હીમાં શુક્રવારે કરનોટ પ્લેસ પાસે સેન્ટ્રલ પાર્કમાં તિરંગા રેલીનું આયોજન કર્યું છે. જો કે પોલીસે આ રેલીને મંજૂરી આપી નથી. આ વિરોધ ચૂંટણી પંચે હાથ ધરેલી એસઆઈઆર પ્રક્રિયા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના વિરોધ ચાલુ છે. જેમાં કોંગ્રેસ સહિત વિપક્ષી દળો પણ મેદાને પડ્યા છે. આ બધા વચ્ચે હવે SIRની સાથે સાથે SSRનું નામ ચગ્યું છે. કારણ કે 17 રાજ્યોમાં SSR થઈ રહ્યુ છે. આખરે આ એસએસઆર શું છે તેની કેમ જરૂર પડી એ પણ જાણો.

કયા રાજ્યોમાં થઈ રહ્યું છે SSR
ચૂંટણી પંચે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વોટર લિસ્ટની SSR કરાવવાનો આદેશ બહાર પાડ્યો છે. આ માટે એક જાન્યુઆરી 2027ને આધાર બનાવવામાં આવ્યો છે. કેટલાક રાજ્યોમાં એસઆઈઆર પણ ચાલુ છે ત્યારે તમને એ સવાલ સ્વાભાવિક રીતે થાય કે આ એસઆઈઆર અને એસએસઆરમાં શું ફરક છે. શાં માટે હાલ તે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં થવા જઈ રહ્યું છે. પહેલા તબક્કામાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, મણિપુર, બિહાર, તમિલનાડુ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, કેરળ, અસમ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી, આંદમાન અને નિકોબાર ટાપુઓ તથા લક્ષદ્વીપમાં SSR હાથ ધરાશે. જ્યારે જે રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIRની પ્રક્રિયા હાલ ચાલુ છે કે હમણા જ પૂરી થઈ છે ત્યાં SSR માટે અલગ કાર્યક્રમ જાહેર કરાશે.

શું છે આ SSR?

SSR અને SIRમાં શું ફરક?

SSR કરાવવાની કેમ જરૂર પડી?

મહત્વની તારીખો

2027માં 18 વર્ષ પૂરા કરનારા યુવાઓે પણ મળશે તક
આ વખતની પ્રક્રિયામાં યુાઓ માટે 18 વર્ષ પહેલા જ અરજી કરવાની સુવિધા મળેલી છે. 
ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ 1 જાન્યુઆરી 2027 ઉપરાંત 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબર 2027 સુધીમાં 18 વર્ષ પૂરા કરનારા યુવાઓ પહેલેથી અરજી કરી શકશે. એટલે કે જે યુવાઓ 2027ના આગામી ત્રિમાસિકમાં 18 વર્ષના  થશે તેઓ પણ અરજી કરી શકે છે.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES