SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

હવામાનમાં આવશે પલટો, આ વિસ્તારોમાં પડશે મુશળધાર વરસાદ, જાણો દિવાળી પર કેવું રહેશે વાતાવરણ

Rain Alert : આજથી કેટલાક રાજ્યમાં અચાનક હવામાનમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગ દ્વારા તમિલનાડુ, કેરળ અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારો માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે દિવાળી પર કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, તેના પર એક નજર કરીએ.

Written By Dilip Chaudhary
Published: Nov 07, 2026, 09:24 AM IST | Updated: Nov 07, 2026, 09:28 AM IST
Join

Rain Alert : દેશના વિવિધ ભાગોમાં હવામાનની સ્થિતિ બદલાઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ અને તેજ પવનો ચિંતાનો વિષય બન્યા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં સવારના સમયે ધુમ્મસ અને ઝાકળ જોવા મળી રહી છે. હવામાન વિભાગે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો માટે ભારે વરસાદની આગાહી આપી છે. ત્યારે દિવાળી દરમિયાન દેશભરમાં હવામાન કેવું રહેશે તેના પર એક નજર કરીએ.

આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

ત્રણ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

ઉત્તર ભારતમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે, જ્યારે દક્ષિણ ભારતમાં વરસાદની ગતિવિધિઓ વધુ તીવ્ર બની રહી છે. 7થી 10 નવેમ્બર દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે. કેરળ અને માહે માટે 8 નવેમ્બર સુધી ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં, 7 નવેમ્બર માટે ભારે વરસાદની કોઈ સત્તાવાર આગાહી નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ગાજવીજ સાથે વરસાદ અને 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. કેટલાક સ્થળોએ પવનની ગતિ 50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. કેરળ, માહે અને લક્ષદ્વીપમાં પણ 8 નવેમ્બર સુધી આવી જ હવામાન પરિસ્થિતિ રહેવાની શક્યતા છે.

આ વિસ્તારોમાં પણ વરસાદ અને ગાજવીજની શક્યતા

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, દક્ષિણ ભારત ઉપરાંત પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. ઓડિશા, આંદામાન અને નિકોબાર ટાપુઓ, આસામ અને મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં પણ  9થી 11 નવેમ્બર દરમિયાન વરસાદ પડી શકે છે.

હવામાન બદલાવાનું કારણ શું?

હાલમાં કેટલીક હવામાન સિસ્ટમ એક્ટિવ છે, જેના કારણે આ ફેરફારો થઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા 6 નવેમ્બરે જાહેર કરાયેલી એક પ્રેસ રિલીઝ મુજબ, વાતાવરણના નીચલા સ્તરમાં પૂર્વીય પવનોનો એક ટ્રફ રચાયો છે. આ ક્ષેત્ર દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રથી શરૂ થઈને કેરળ નજીકથી પસાર થઈને દક્ષિણ આંતરિક કર્ણાટક સુધી વિસ્તરેલું છે. આ સિસ્ટમ દક્ષિણ ભારતમાં વરસાદ લાવી રહી છે.

આ ઉપરાંત, વાતાવરણના નીચલા સ્તરમાં બે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ એક્ટિવ છે, એક પૂર્વ બાંગ્લાદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં અને બીજું ઉત્તર-પૂર્વ આસામમાં. આ સ્થિતિને કારણે, ઉત્તર-પૂર્વ ભારતના અનેક રાજ્યોમાં પણ વરસાદ થવાની શક્યતા છે.

તો 10 નવેમ્બરથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થવાની સંભાવના છે, જેનાથી ઉત્તર-પશ્ચિમ ભારતના હવામાનમાં ફેરફાર આવશે. તેની અસર હેઠળ જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ થવાની શક્યતા છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES