SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

CJP પ્રદર્શન મામલે UNના નિવેદન પર ભારતનો પલટવાર, આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ ના કરવાની આપી સલાહ

દિલ્હીમાં સીજેપીના પ્રદર્શન દરમિયાન અટકાયત કરવામાં આવેલા લોકો પર સંયુક્ત રાષ્ટ્રએ ચિંતા વ્યક્ત કરી છે. પરંતુ ભારતે યુએનને આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવાની ના પાડી છે.

Written By Gokani Dhaval
Published: Oct 11, 2026, 08:47 AM IST | Updated: Oct 11, 2026, 08:49 AM IST
Join

નવી દિલ્હીમાં 10 ઓક્ટોબરે કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન દરમિયાન અનેક લોકોની અટકાયત કરવામાં આવી છે. તેના પર સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલય (OHCHR) એ પ્રદર્શનકારીઓની અટકાયત કરવા પર ચિંતા વ્યક્ત કરી છે. ડિટેન કરવામાં આવેલા લોકોમાં સામાજિક સંગઠન, વકીલ અને પત્રકારો સામેલ છે. તેના જવાબમાં ભારતે સંયુક્ત રાષ્ટ્રની ટિપ્પણીને ખોટી ગણાવી છે. સરકારે દેને દેશના આંતરિક મામલામાં દખલ આપવા માટે જવાબદાર ઠેરવ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે અને અહીં બંધારણ શાંતિપૂર્ણ સભા કરવાનો અધિકાર આપે છે. ભારત પ્રમાણે આ અધિકારની રક્ષા દેશની સંસ્થાઓ, સ્વતંત્ર ન્યાયપાલિકા અને સ્વતંત્ર મીડિયા કરે છે. ભારતે તે પણ કહ્યું કે શાંતિપૂર્ણ સભાના અધિકાર પર જાહેર વ્યવસ્થા બનાવી રાખવા માટે યોગ્ય કાયદાકીય પ્રતિબંધ લાગૂ થઈ શકે છે.

સંયુક્ત રાષ્ટ્રએ શું ચિંતા વ્યક્ત કરી?
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયના પ્રવક્તા થામીન અલ-ખીતેને દિલ્હીમાં પ્રદર્શન પહેલા અને તે દરમિયાન મોટા પાયા પર લોકોની અટકાયત કરવાના સમાચાર પર ચિંતા વ્યક્ત કરી છે. OHCHR એ ભારતીય અધિકારીઓને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાના અધિકારીનું સન્માન કરવાની અપીલ કરી છે. કાર્યાલયે કહ્યું કે આ અધિકાર પર લગાવવામાં આવેલા પ્રતિબંધ જરૂરિયાત અને યોગ્ય મર્યાદાની કસોટી પર ખરા ઉતરવા જોઈએ. સંયુક્ત રાષ્ટ્રએ તે પણ કહ્યું કે જો કોઈની મનમાની રીતે અટકાયત કરવામાં આવી છે તો તેને તત્કાલ અને કોઈ શરત વગર છોડી દેવા જોઈએ.

આ પણ વાંચોઃ દિલ્હીમાં આંદોલન ચાલું, 6 હજારથી વધારે લોકોની અટકાયત, જાણો દિવસભરની અપડેટ

ક્યા મુદ્દા પર થયું હતું પ્રદર્શન?
કોકરોચ જનતા પાર્ટીએ 10 ઓક્ટોબરે દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીમાનાની માગને લઈને પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું. એસઆઈઆરની પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમનો આરોપ છે કે આ પ્રક્રિયાને કારણે મોટી સંખ્યામાં લોકોના નામ મતદાર યાદીમાંથી હટાવવામાં આવ્યા છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES