SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ભારતમાં મળી આવતી 'ટોકે ગેકો'ની ચીનમાં છે ખુબ જ ડિમાન્ડ, 1 કરોડ સુધીમાં વેચાય, જાણો કેમ છે આટલી મોંઘી?

Tokay Gecko: અસમમાંથી હાલમાં જ ડીઆરઆઈએ મોટા પાયે એક એવી પ્રજાતિની ગરોળી જપ્ત કરી છે કે તેની બજારમાં કિંમત કરોડોમાં જાય છે. આ ગરોળીને ટોકે ગેકો તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને પણ નવાઈ લાગતી હશે કે આ ગરોળીમાં એવું તે શું છે કે તે કરોડોમાં વેચાય છે.

Written By Viral Raval
Published: Sep 25, 2026, 02:38 PM IST | Updated: Sep 25, 2026, 02:43 PM IST
Join

ખુબ દુર્લભ પ્રજાતિના વન્ય જીવોની તસ્કરીના અહેવાલો આવતા રહે છે અને આવું જ કઈક અસમમાં જોવા મળ્યું. અસમના મારિયાનીમાં DRIએ એક મોટી કાર્યવાહી હાથ ધરીજેમાં બંદર  ચાલિયા ગામ ગ્રાઉન્ડ પર બે લોકોને તેમણે રોક્યા અને તેમની પાસેથી તપાસ દરમિયાન 86 જેટલી જીવતી ટોકે ગેકો મળી આવી. હવે તમને જણાવી દઈએ કે આ ટોકે ગેકો એ એક પ્રકારની ગરોળી હોય છે જે ભારતના પૂર્વોત્તરમાં મળી આવે છે. દુર્લભ અને લુપ્ત થઈ રહેલા જીવોની તસ્કરીની યાદીમાં આ ટોકે ગેકો પણ સામેલ છે. જેની ચીન અને દક્ષિણ પૂર્વ એશિયાના ગેરકાયદેસર બજારોમાં ખુબ ડિમાન્ડ છે. DRIએ તસ્કરો  પાસેથી 86 ટોકે ગેકો મેળવી અને તેને વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરાઈ.

લુપ્તપ્રાય જીવોની કેટેગરીમાં આવે છે ટોકે ગેકો
ટોકે ગેકોની નિકાસ પર સંપૂર્ણ રીતે રોક લાગેલી છે. કારણ કે તે વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972 હેઠળ ગંભીર રીતે લુપ્તપ્રાય  કેટેગરીમાં આવે છે. 
2018માં અસમ સરકારે પણ આ પ્રજાતિ અને અસમિયા ડે ગેકોને જોખમમાં પડેલી પ્રજાતિઓની નવી યાદીમાં સામેલ કરી હતી.

ભારતના આ વિસ્તારોમાં મળે છે ટોકે ગેકો
ટોકે ગેકો એ ભારતમાં મળી આવતી ગેકોની સૌથી મોટી પ્રજાતિઓમાંથી એક છે અને દુનિયાભરમાં બીજી સૌથી મોટી પ્રજાતિ છે. 
એવું અનુમાન છે કે દુનિયાભરમાં ગરોળીઓની લગભગ 6000 પ્રજાતિઓ છે જેમાંથી 231 ભારતમાં મળી આવે છે. 
ભારતમાં ટોકે ગેકો ફક્ત પૂર્વોત્તર રાજ્યો અને પશ્ચિમ બંગાળમાં મળી આવે છે. 
સામાન્ય રીતે શહેરી અને ગ્રામીણ વિસ્તારો, કુદરતી આવાસો અને જંગલો તથા ગાઢ વૃક્ષો પર જોવા મળે છે.

કેવી હોય છે આ ટોકે ગેકો
ટોકે ગેકોની ચામડી વાદળી-ભૂખરા રંગની હોય છે જેના પર હળવા પીળાથી લઈને લાલ રંગ સુધીના ધબ્બા હોય છે. 
તેની લંબાઈ 11થી 19 ઈંચ  વચ્ચે અને વજન 150થી 400 ગ્રામ વચ્ચે હોય છે. 
પરંપરાગત એશિયન દવાઓમાં તેનો ઉપયોગ થવાના કારણે ખુબ ડિમાન્ડ છે.

ટોકે ગેકોનો વપરાશ
ટોકે ગેકોના આંતરિક અંગો, માંસ અને જીભનો ઉપયોગ અસ્થમા, કેન્સર, ડાયાબિટીસ, નપુંસકતા, તથા ચામડીના રોગો સહિત અનેક બીમારીઓની સારવાર માટે થાય છે. 
કેટલાક રિપોર્ટ્સથી જાણવા મળે છે કે ટોકે ગેકોમાંથી નીકળતા લોહી જેવા દેખાતા પ્રવાહીની ચીનમાં કેન્સરની સારવાર માટે ખુબ ડિમાન્ડ છે.

બ્લેક માર્કેટમાં શું કિંમત
તસ્કરી અને જંગલી જાનવરોના ગેરકાયદેસર વેપાર કરનારા લોકો ટોકે ગેકોના આકાર, વજન અને આંતરરાષ્ટ્રીય સ્તર પર તેની ડિમાન્ડ મુજબ ભાવ આપે છે. એવું માનવામાં આવે છે કે ગ્રે માર્કેટમાં ટોકે ગેકોની કિંમત 20000 રૂપિયાથી શરૂ થાય છે. એવું પણ કહેવાય છે કે તેની કિંમત એક કરોડ પ્રતિ ટોકે ગેકો સુધી પણ પહોંચે છે.

2009 પછી દાણચોરી વધી
વાઈલ્ડલાઈફ ટ્રેડ મોનેટરિંગ નેટવર્ક ટ્રાફિકના જણાવ્યાં મુજબ 2009માં ટોકે ગેકોના ગેરકાયદેસર શિકાર અને વેપારમાં તેજી આવી છે. જ્યારથી એની જીભ અને આંતરિક અંગોને HIV અને કેન્સરની સારવાર માટે એક સંભવિત ઉપાય તરીકે જોવામાં આવ્યા ત્યારથી તેની તસ્કરીમાં વધારો થવા લાગ્યો. છેલ્લા કેટલાક વર્ષોમાં ટોકેની કિંમત ખુબ વધી  ગઈ છે. તેની  તસ્કરી મોટા ભાગે ચીન, અને મલેશિયા જેવા દક્ષિણ પૂર્વી એશિયાઈ દેશોમાં થાય છે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES