SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

વિરોધ પ્રદર્શન વચ્ચે સુપ્રીમ કોર્ટે જ્ઞાનેશ કુમારને ફટકારી નોટિસ, તેમની સામે આ દિવસે થશે સુનાવણી

Gyanesh Kumar : સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂટણી કમિશનર જ્ઞાનેશ કુમારને નોટિસ ફટકારી છે. તેમની સામે દાખલ કરાયેલી અરજી પર સુનાવણી 27 ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે.

Written By Dilip Chaudhary
Published: Oct 06, 2026, 06:34 PM IST | Updated: Oct 06, 2026, 07:02 PM IST
Join

Gyanesh Kumar : સુપ્રીમ કોર્ટ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી જનહિત અરજી (PIL) પર 27 ઓક્ટોબરે સુનાવણી કરશે. કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર, ભારતીય ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનરને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે ગઈકાલે આ કેસ અંગે આદેશ પસાર કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનરને ફટકારી નોટિસ 

ચૂંટણી પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓ અને મતદાર યાદીને લગતા મુદ્દાઓને લઈને વિપક્ષ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે દિલ્હીમાં ઈન્ડિયા બ્લોક દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ દરમિયાન  જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી PIL અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવનાર છે, ત્યારે આ અંગે સુપ્રીમે મુખ્ય ચૂંટણી કમિશનરને નોટિસ ફટકારી છે.

કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને પણ નોટિસ

અગાઉ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે તે ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવેલા તમામ નિર્ણયોની તપાસ કરશે અને કાયદા અનુસાર ન હોય તેવા કોઈપણ નિર્ણયને રદ કરશે. કોર્ટે આ ટિપ્પણીઓ એવી અરજીઓની સુનાવણી દરમિયાન કરી હતી જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ચૂંટણી પંચે અન્ય બે ચૂંટણી કમિશનરોની સંમતિ વિના અનેક નિર્ણયો લીધા હતા. કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને પણ નોટિસ પાઠવી છે.

ફોર્મ 6માં ફેરફાર અંગે તપાસ કરાશે

ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્ય કાંતના નેતૃત્વ હેઠળની બેન્ચે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે સુપ્રીમ કોર્ટે 'સ્પેશિયલ સમરી રિવિઝન' (SSR) પ્રક્રિયા દરમિયાન ઉપયોગમાં લેવાતા 'ફોર્મ 6'માં કોઈપણ ફેરફારને મંજૂરી આપી નથી. બેન્ચે જણાવ્યું હતું કે એકવાર રેકોર્ડ્સ તેની સમક્ષ રજૂ કરવામાં આવે, પછી તે તપાસ કરશે કે ફોર્મ 6માં ફેરફાર કરવાની મંજૂરી કોણે આપી હતી.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES