SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

દિલ્હી પ્રોટેસ્ટ મામલે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કહ્યું- આખી દિલ્હીમાંથી બેરિકેડ્સ હટાવો, ઈન્ટરનેટ અને મેટ્રો સ્ટેશન ચાલુ રાખો

કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનને લઈને ઘણી અરજીઓ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ મોટા પડકાર વગર મેટ્રો બંધ ન કરવામાં આવે. આ સિવાય ઈન્ટરનેટ પણ બંધ કરવામાં આવે નહીં.

Written By Gokani Dhaval
Published: Oct 11, 2026, 12:36 PM IST | Updated: Oct 11, 2026, 12:39 PM IST
Join

કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનને લઈને ઘણી અરજીઓ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે પોલીસ દિલ્હીમાં લોકોને આવતા-જતાં ન રોકી શકે. સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ જારી કરતા કહ્યું કે જ્યાં સુધી કાયદો વ્યવસ્થા માટે પડકાર ઉભો ન થાય ત્યાં સુધી મેટ્રોનું સંચાલન સામાન્ય રીતે થવું જોઈએ. આ સાથે ઈન્ટરનેટ ચાલૂ કરવામાં આવે અને વકીલોને તેનું કામ કરવાથી ન રોકી શકાય. સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને શહેરમાંથી બેરિકેટિંગ હટાવવાનો આદેશ આપ્યો છે. સોલિસિટર જનરલ તુષાર મેહતાએ જણાવ્યું કે શનિવારે કુલ 303 મેટ્રો સ્ટેશનમાંથી 45 સ્ટેશન બંધ કરવામાં આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ ફાઈલ કરી કહેવામાં આવ્યું હતું કે જનપથ અને કર્તવ્ય પથની આસપાસના વિસ્તારમાં મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરવાને લઈને ન્યાયિક સમીક્ષી થવી જોઈએ. અમે આ વિષય પર વાત કરવા ઈચ્છીશું. પોલીસ જે કહી રહી છે તે કઈ રીતે આર્ટિકલ 19 અને 21ને અનુરૂપ છે. સુપ્રીમ કોર્ટે સંબંધિત અધિકારીઓને કહ્યું કે તે બંધ કરવામાં આવેલા મેટ્રો સ્ટેશનની વિગતો નક્શા પર દેખાડે. બેંચએ કહ્યું કે તેનાથી ખ્યાલ આવશે કે મેટ્રો સ્ટેશન બંધ રહેવાથી લોકો પર કેટલો પ્પભાવ પડ્યો.

સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ શહદાન ફરાસતે કહ્યુ કે વલીકોને પણ ઘસેટી બસમાં ભરવામાં આવ્યા અને પછી દૂર જઈ ફેંકી દેવામાં આવ્યા. એક અન્ય વકીલે લોકોની અવરજવર પર ચિંતા વ્યક્ત કરી. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે વકીલોને તેનું કામ કરવાથી ન રોકી શકાય.

આ પણ વાંચોઃ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજરી બાદ અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસ મુક્ત

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને બંધારણના આર્ટિકલ 19(2) હેઠળ મેટ્રોનું નિયમિત સંચાલન જારી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે દિલ્હીમાંથી બેરિકેટ્સ હટાવવામાં આવે. સાથે ઈન્ટરનેટ ચાલૂ કરવાનો પણ આદેશ આપ્યો છે. 163 લાગૂ કરવાની સૂચના ન આપવા પર જસ્ટિસ બાગચીએ કહ્યુ કે આ સૂચના વ્યક્તિગત રીતે આપવામાં આવતી નથી.

SCએ અવમાનના કાર્યવાહી પર માગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે 9 ઓક્ટોબરના આદેશના ઉલ્લંઘનના આરોપો પર સંબંધિત અધિકારીઓને કારણ દર્શાવો નોટિસ જારી કરી છે. કોર્ટે પૂછ્યું કે તેની વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી કેમ શરૂ ન કરવામાં આવે. સોલિસિટર જનરલ તુષાર મેહતાએ તેના પર વાંધો ઉઠાવ્યો. તેના પર જસ્ટિસ બાગચીએ કહ્યુ કે કારણ દર્શાવો નોટિસ અને અવમાનના નોટિસમાં અંતર હોય છે. કોર્ટે અવમાનના અરજીઓ અને બંદી પ્રત્યક્ષીકરણ અરજીઓ (કોઈ વ્યક્તિને અટકાયતમાંથી છોડાવવા માટે કોર્ટમાં કરવામાં આવેલી અરજી) પર પણ બધા સંબંધિત અધિકારીઓ પાસેથી જવાબ માગ્યો છે.

કોર્ટે પોતાના પાછલા આદેશનો ઉલ્લેખ કરતા કહ્યું કે અધિકારીઓને 57 મેટ્રો સ્ટેશન બંધ કરવાના નિર્ણય પર ફરી વિચાર કરવાનું કહેવામાં આવ્યું હતું. સાથે બદલાયેલા નિર્ણયનો વ્યાપક પ્રચાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ટ્રાફિકની અવરજવરને લઈને નવી એડવાઇઝરી જારી કરવા અને મંગળવાર સુધી અનુપાલન રિપોર્ટ સોંપવાનું કહેવામાં આવ્યું હતું. હવે અધિકારીઓએ એફિડેવિટ દાખલ કરી જણાવવું પડશે કે અવમાનની કાર્યવાહી કેમ શરૂ ન કરવામાં આવે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES