• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /મેજિસ્ટ્રેટ સમક્ષ હાજરી બાદ અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસ મુક્ત; ગઈકાલે પોલીસે કરી હતી અટકાયત

મેજિસ્ટ્રેટ સમક્ષ હાજરી બાદ અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસ મુક્ત; ગઈકાલે પોલીસે કરી હતી અટકાયત

દિલ્હી પોલીસે જણાવ્યું કે અભિજીત દીપકે અને તેના સાથીઓની સાવચેતીના ભાગરૂપે અટકાયત કરવામાં આવી છે. તેને આજે પોલીસ સ્ટેશનમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સામે રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્રણેયને મુક્ત કરવામાં આવ્યા છે.

Written ByGokani Dhaval
Published: Oct 11, 2026, 10:35 AM IST|Updated: Oct 11, 2026, 10:39 AM IST
joinshare
મેજિસ્ટ્રેટ સમક્ષ હાજરી બાદ અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસ મુક્ત; ગઈકાલે પોલીસે કરી હતી અટકાયત

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ઇન્દોરમાં ભારતનો દબદબો! રોમાંચક મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 14 રનથી હરાવીને સિરીઝમાં 2-1ની મેળવી લીડ

ઇન્દોરમાં ભારતનો દબદબો! રોમાંચક મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 14 રનથી હરાવીને સિરીઝમાં 2-1ની મેળવી લીડ

2

દીપકેએ કહ્યું: દાદીના મૃત્યુ પછી, તેમને તેમના પરિવાર સાથે વાત કરવા દેવામાં આવી નહીં, દિલ્હી પોલીસે વીડિયો જાહેર કરીને કર્યો પર્દાફાશ

3

નાયરા બાદ વધુ એક કંપનીએ વધાર્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, લોકોને તહેવારમાં વધુ એક મોંઘવારીનો માર !

4

અભિષેક શર્માનો વધુ એક વર્લ્ડ રેકોર્ડ, સૂર્યાને પછાડી T20માં સૌથી ઝડપી 2000 રન પૂરા કરનાર બેટ્સમેન બન્યો

5

સમુદ્રમાં લક્ઝરીનું નવું ડેસ્ટિનેશન! કોર્ડેલિયા સ્કાયનું ભવ્ય લોન્ચિંગ, 1500 ડ્રોન્સ દ્વારા કરાયું સ્વાગત

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન માટે પહોંચેલા અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસની શનિવારે વિમાનની અંદરથી અટકાયત કરવામાં આવી હતી. કાર્યકારી મેજિસ્ટ્રેટની સામે રજૂ કર્યાં બાદ ત્રણેયને મુક્ત કરવામાં આવ્યા છે. એક દિવસ બાદ દિલ્હી પોલીસે તેના વિશે જાણકારી આપતા કહ્યું હતું કે તેને નિવારક અટકાયતમાં રાખવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે કહ્યું કે સીજેપીના ત્રણેય નેતાને મેજિસ્ટ્રેટની સામે રજૂ કરવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે Preventive Arrest કોઈ દંડાત્મક કાર્યવાહી નથી પરંતુ ગુનાની આશંકાથી કસ્ટડીમાં લેવામાં આવે છે. સંભવિત અપરાધ ટાળવા માટે આ પ્રકારની કાર્યવાહી થાય છે. અભિજીત દીપકે અને તેના સાથીઓ વિરુદ્ધ કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી.

શરત સાથે મુક્તિ
સીજેપીના નેતાઓને શરત સાથે મુક્ત કરવામાં આવ્યા છે. મેજિસ્ટ્રેટે તેમને તે શરત સાથે છોડ્યા છે કે દીપકે-દાસ અને રાંકા ત્રણેય એક વર્ષ સુધી શાંતિ ભંગ કરશે નહીં.આ શરતનો સ્વીકાર કર્યાં બાદ ત્રણેયને છોડવામાં આવ્યા છે.

આ વચ્ચે સીજેપી નેતા અજિંક્ય શિંદે હવે વિરોધ પ્રદર્શનની કમાન સંભાળી રહ્યાં છે. તેમણે દાવો કર્યો હતો કે છાત્રો, નાગરિક સમાજના સભ્યો અને રાજકીય સહ્તિઓ સહિત 15 હજારથી વધુ લોકોની અટકાયત કરવામાં આવી અને તેની વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી. શિંદેએ દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત વિશે પણ સવાલ ઉઠાવ્યો હતો.

FINALLY DELHI POLICE IS FORCED TO RELEASE ABHIJEET DIPKE, ASHUTOSH RANKA AND SAURAV DAS. Cockroaches never die 🪳

— Cockroach Janta Party - CJP (@Cockroachisback) October 11, 2026

 કોકરોચ જનતા પાર્ટીએ પોસ્ટ કરતા અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસની છોડવા વિશે જામકારી આપી છે. તેમણે પોસ્ટ કરતા લખ્યું- 'કોકરોચ ક્યારેય મરતા નથી.'

આ પણ વાંચોઃ ધ્રુવ રાઠીને પોલીસે છોડ્યો, CJP પ્રદર્શનમાં જશે તો કાર્યવાહી કરશે દિલ્હી પોલીસ

પત્રકારોની અટકાયત કરતા વિવાદ
પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન મહિલા પ્રેસ કોર્પ્સ સહિત ચાર પત્રકાર સંગઠનોએ પ્રદર્શનનું રિપોર્ટિંગ કરી રહેલા ઘણા પત્રકારોની અટકાયત કરવા અને તેને પરેશાન કરવાની નિંદા કરી છે.

એક સંયુક્ત નિવેદનમાં આ સંગઠનોએ કહ્યું કે પોલીસે ઘણા પત્રકારો દ્વારા તેના પ્રેસ ઓળખ પત્ર દેખાડવા છતાં અટકાયત કરી અને કેટલાક પત્રકારોના ફોન તથા ઉપકરણ જપ્ત કર્યાં. આ નિવેદન પીસીઆઈ, IWPC, દિલ્હી યુનિયન ઓફ જર્નલિટ્સ અને કેરળ યુનિયન ઓફ વર્કિંગ જર્નાલિસ્ટના દિલ્હી એકમે જારી કર્યું છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News