SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

શિવા શર્મા કેસ: નબીરાઓને ફસાવવાનો કિમિયો! મોડલ શ્રદ્ધા ટોળકી સાથે હુક્કાબાર જતી, પૈસાવાળા યુવકોને ફસાવતી અને પછી....

Shiva Sharma Murder Case Update: લખનઉના શિવા શર્મા હત્યા કેસમાં નીતનવા ખુલાસા થઈ રહ્યા છે. હત્યાકાંડમાં ધરપકડ કરાયેલા મોડલ શ્રદ્ધા શર્માની પૂછપરછમાં અનેક ચોંકાવનારી વાતો સામે આવી રહી છે જે જાણીને દંગ રહી જશો. શ્રદ્ધા પોતાની ટોળકી સાથે હુક્કાબાર જતી અને ધનાઢ્યના નબીરાઓને ફસાવીને પછી તેમની સાથે એવી એવી હરકતો કરતી કે જાણીને ચોંકી જશો.

Written By Viral Raval
Published: Nov 04, 2026, 10:05 AM IST | Updated: Nov 04, 2026, 10:13 AM IST
Join

લખનઉના ચકચારી શિવ શર્મા હત્યા કેસમાં ધરપકડ કરાયેલી મોડલ શ્રદ્ધા દુબે, તેની બહેન રશ્મી અને નજીકના સાથીઓ મળીને પૈસાવાળા ઘરના છોકરાઓને ટાર્ગેટ કરતા હતા. રિપોર્ટ મુજબ પોલીસે જણાવ્યું કે શ્રદ્ધા, તેની બહેન અને નજીકના સાથીઓએ નબીરાઓને ફસાવવા માટે એક કિમિયો શોધી કાઢ્યો હતો. તેઓ રોજ રાતે ટોળકી સાથે વિભૂતિખંડ પાસે આવેલા કિસાન બજારના એક કેફેમાં જતા હતા.  ત્યાં હુક્કાપાણી દરમિયાન અમીર પરિવારના છોકરાઓ સાથે મિત્રતા કરીને તેમને પોતાની જાળમાં ફસાવતા હતા.

કેફેમાં થઈ શિવા સાથે પહેલી મુલાકાત

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે શિવા શર્મા અને શ્રદ્ધા દુબેની પહેલી મુલાકાત પણ આ કેફેમાં થઈ હતી. ધીરે ધીરે નીકટતા વધી અને શિવા શ્રદ્ધાના પ્રભાવમાં આવી ગયો હતો. પોલીસનો દાવો છે કે શ્રદ્ધા શિવાનો ઉપયોગ કરી રહી હતી અને તેને સંપૂર્ણ રીતે પોતાના કાબૂમાં રાખતી હતી. તે તેની પાસે પોતાના પગ પણ દબાવતી હતી. એવો પણ આરોપ છે કે શ્રદ્ધાએ શિવાના અનેક આપત્તિજનક વીડિયો પણ બનાવી રાખ્યા હતા. જેના દ્વારા તેને બ્લેકમેલ કરાતો હતો.

Election Commission: SIR ને લઈ ચૂંટણી પંચની સ્પષ્ટતા, જે લોકોના નામ મતદાર યાદીમાં નથી તે ભરી શકે છે ફોર્મ 6

મોત પહેલા કર્યું હતું આ કામ

વગવાળા લોકો સાથે  તસવીરો દેખાડી રૂઆબ પાડતી

શ્રીગંગાનગરમાં ટ્રેનને બોમ્બથી ઉડાડવાનું કાવતરૂ નાકામ, ટ્રેનો રદ, ઘટનાસ્થળે પહોંચી ATS અને સુરક્ષા એજન્સીઓ

શિવા હત્યા કેસ મામલે લેટેસ્ટ અપડેટ

જુલ્ફિકાર નું પણ નામ આવ્યું સામે

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES