SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

શિરડી સાંઈ બાબા મંદિરમાં કરોડોનું ગુપ્ત દાન, સોનાનો 1 કિલો વજનનો હીરાજડિત હાર અને 2 કિલો ચાંદીના બિસ્કીટ અર્પણ

શિરડીમાં આવેલા સાંઈ બાબા મંદિરમાં સાંઈ ભક્તોએ કરોડોનું દાન કર્યું છે. જાણવા મળતી માહિતી અનુસાર સાંઈ બાબાના ચરણોમાં ભક્ત દ્વારા 2 કિલો ચાંદીના બિસ્કીટ અને સોનાનો 1 કિલો વજનનો હીરાજડિત હાર અર્પણ કરાયો છે.

Written By Krupa Shah
Published: Nov 27, 2026, 11:22 IST | Updated: Nov 27, 2026, 11:25 IST
Join

તિરુપતી મંદિરમાં થયેલા સૌથી મોટા દાન પછી શિરડીનું સાંઈ બાબા મંદિર પણ દાનને લઈને ચર્ચામાં આવ્યું છે. શિરડીના મંદિરમાં પણ ભક્તો સાંઈબાબાને અમૂલ્ય વસ્તુઓ ભેટ તરીકે અર્પણ કરતા હોય છે. તાજેતરમાં જ શિરડી સાંઈબાબા મંદિરમાં કરોડો રૂપિયાનો દાન કરવામાં આવ્યું છે. આ દાન રોકડ રકમનું નથી પરંતુ સોનાના હીરાજડીત હાર અને ચાંદીના બિસ્કીટનું છે.

શિરડી સાઈબાબા મંદિરમાં થયેલા દાન વિશે જાણવા મળતી માહિતી અનુસાર મુંબઈના એક ભક્ત એ તેની ઓળખ ગુપ્ત રાખવાનું કહીને સાઈબાબા મંદિરનો સંપર્ક કર્યો હતો અને સાંઈબાબાને હીરા જડેલો સોનાનો હાર અર્પણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મંદિર ટ્રસ્ટ તરફથી આ હારની કિંમત 1 કરોડ 16 લાખ રૂપિયા જણાવવામાં આવી છે. મુંબઈના ભક્ત એ આ હારનું ગુપ્તદાન કર્યું છે. આ સિવાય અન્ય એક ભક્તે પણ સાંઈબાબાના ચરણોમાં બે કિલો ચાંદીના બિસ્કીટ પણ કર્યા છે.

1 કિલો વજનનો હીરા જડેલો હાર

જાણવા મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં આવેલા શિરડી સાંઈબાબા મંદિરમાં બે ભક્તો દ્વારા ગુપ્ત દાન કરવામાં આવ્યું છે. બંનેએ દાન માટે ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે તેમનું નામ ગુપ્ત રાખવામાં આવે. આ ગુપ્ત દાનમાં પહેલું મોટું દાન છે સાંઈબાબા માટે હીરા જડેલો સોનાનો હાર. આ હારનું વજન 1 કિલો છે. સોનાનો હાર મુંબઈના એક ભક્ત એ સાંઈબાબા મંદિરમાં અર્પણ કર્યો છે.

માનતા પુરી થતા 2 કિલો ચાંદીના બિસ્કીટનું દાન

તેવી જ રીતે સાંઈબાબાના અન્ય એક ભક્ત એ મંદિરમાં ચાંદીના બિસ્કીટનું દાન કર્યું છે. આ ભક્તએ પણ પોતાનું નામ ગુપ્ત રાખવાનું કહ્યું હતું. ભક્ત દ્વારા સાઇંબાબાના મંદિરમાં 2 કિલો ચાંદીના બિસ્કીટ અર્પણ કરવામાં આવ્યા છે. આ બિસ્કીટ ની કિંમત 3 લાખથી વધુ થાય છે. આ ભક્તએ પોતાની માનતા પુરી થઈ હોવાથી મંદિરમાં ચાંદીનું દાન કર્યું છે.

તિરુપતિ મંદિરમાં 121 કિલો સોનાના ઘરેણા

ઉલ્લેખનીય છે કે આ પહેલાં થોડા જ દિવસો પહેલા તિરુમાલા મંદિરમાં એક ભક્ત એ 121 કિલો સોનાના ઘરેણા ભગવાન માટે અર્પણ કર્યા હતા. આ દાનની ચર્ચા દેશભરમાં થઈ હતી. તિરુપતિ મંદિરમાં થયેલું આ સૌથી મોટું દાન હતું. ત્યાર પછી હવે શિરડીના સાંઈબાબા મંદિરમાં પણ ભક્તો દ્વારા કરોડોનું દાન કરવામાં આવ્યું છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES