SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ઈટલીના નેતા પાસે વોટ ચોર ગદ્દી છોડ બોલાવી ફસાયા રાહુલ ગાંધી, Video વાયરલ થતા કોંગ્રેસની વધી મુસીબત

Rahul Gandhi Controversy: કોંગ્રેસ શાસિત તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં યોજાયેલી ભારત સમિટમાં ઈટલીના નેતા જિયાકોમો ફિલિબેક એ વોટ ચોર ગદ્દી છોડ સ્લોગન બોલ્યું, આ વાત પર રાહુલ ગાંધી ખુશ થયા અને તાળીઓ વગાડી પણ આ તાળીઓથી કોંગ્રેસ પક્ષની મુસીબત વધી છે.

Written By Krupa Shah
Published: Nov 16, 2026, 07:44 AM IST | Updated: Nov 16, 2026, 07:46 AM IST
Join

Rahul Gandhi Controversy: છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર વિદેશી હસ્તક્ષેપનો આરોપ લગાવતા હતા પરંતુ હવે પોતે જ આ મુદ્દે ફસાયા છે. શનિવારે હૈદરાબાદમાં કોંગ્રેસ દ્વારા ભારત સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈટલીના પ્રતિનિધિએ ભારતને લઈને જે નિવેદન આપ્યું તેના કારણે હવે રાહુલ ગાંધી અને કોંગ્રેસ બંનેની મુસીબતો વધી ગઈ છે. કારણકે હવે આ મુદ્દે ભાજપ અને રાહુલ ગાંધીને ભાજપ પક્ષે આડેહાથ લીધા છે.

થયું છે એવું કે શનિવારે તેલંગણાની રાજધાની હૈદરાબાદમાં ભારત સમિટનું આયોજન થયું હતું. જેમાં કોંગ્રેસની વિચારધારા સાથે સહમત બુદ્ધિજીવીઓને બોલાવવામાં આવ્યા હતા. આ સમિટમાં દેશ-વિદેશના અલગ અલગ લોકો સામેલ થયા હતા જેમાંથી એક પાર્ટી ઓફ યુરોપિયન સોશિયાલિસ્ટના મહા સચિવ અને ઇડલીના નેતા જીયાકોમા ફિલીબેક પણ હતા. ઈટલીના નેતાને બોલવા માટે તક આપવામાં આવી હતી અને તેમણે મંચ પરથી વોટ ચોર ગદ્દી છોડ સ્લોગન બોલ્યું હતું. જણાવી દઈએ કે વોટ ચોરી મુદ્દે છેલ્લા ઘણા સમયથી વિપક્ષ વિરોધ કરી રહ્યું છે. તેવામાં ભારતમાં આવીને ઈટલીના નેતાએ આ સ્લોગન બોલતા રાજકારણ ગરમાયું છે.

હૈદરાબાદમાં ભારત સમિટના મંચ ઉપરથી જ્યારે ઈડલીના નેતાએ આ સ્લોગન બોલ્યું તો રાહુલ ગાંધી તેની વાત પર ખૂબ હસ્યા અને તાળીઓ વગાડી હતી. રાહુલ ગાંધીનો અને ઈટલીના નેતાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વિડીયો વાયરલ થયા ની સાથે જ આ મુદ્દે રાહુલ ગાંધી અને કોંગ્રેસની ટીકા થવા લાગી છે. સાથે જ ભાજપ પક્ષના વરિષ્ઠ નેતાઓએ પણ આ મુદ્દે રાહુલ ગાંધીની ઝાટકણી કાઢી છે.

કોંગ્રેસ આવું જ કરશે તો હજી 30 વર્ષ સત્તામાં નહીં આવે

સૌથી પહેલા તો આ મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષને ચેતવણી આપી દીધી. મહારાષ્ટ્રમાં એક રેલીને સંબોધિત કરતી વખતે અમિત શાહ એ સ્પષ્ટ કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષ એટલો હતાશ થઈ ગયો છે કે હવે એવી હરકતો કરી રહ્યું છે જેના કારણે આગામી 30 વર્ષ સુધી તેઓ સત્તા પર નહીં આવી શકે. ગૃહ મંત્રી અમિત શાહે સ્પષ્ટ કહ્યું કે કોંગ્રેસે દેશ અને વિદેશના વામપંથી વિચારધારાના પ્રચારકોને સંમેલનમાં બોલાવ્યા અને તેમના ભારત વિરોધી વિચારોને રજુ કરાવી દુનિયાભરમાં દેશને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે રાહુલ ગાંધી પર આક્ષેપ કર્યો કે તેઓ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની છબી ખરાબ કરી રહ્યા છે.

 

ભારતના અપમાન પર રાહુલ ગાંધી ખુશ થયા

ઇટલીના નેતા અને રાહુલ ગાંધીનો વિડીયો વાયરલ થતા કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજૂ એ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ અંગે પોસ્ટ કરી હતી. તેમણે પોસ્ટમાં લોકોને પ્રશ્ન કર્યો હતો કે શું તમે ક્યારેય કોઈ વ્યક્તિને એવા સમયે હસતા અને ખુશ થતા જોયું છે જ્યારે કોઈ વિદેશી વ્યક્તિ ભારતમાં આવીને ભારતનું અપમાન કરતો હોય ? તેમનો અર્થ છે કે ભારતમાં આવીને ઈટલીના નેતા ભારતનું અપમાન કરી રહ્યા હતા અને તે વાત પર રાહુલ ગાંધી ખુશ થઈને તાળીઓ વગાડી રહ્યા હતા.

રાજ્ય સરકાર પણ વિવાદમાં

ભાજપના મંત્રી બાંદી સંજય કુમારે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પર પણ નિશાન સાધ્યું હતું.. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર વિદેશી પ્રતિનિધિને ઘરેલુ રાજકારણમાં હસ્તક્ષેપ કરવા માટે મંચ આપી રહ્યું છે. અને દુઃખની વાત એ છે કે રાહુલ ગાંધી આ સમગ્ર ઘટના પર ખુશ થઈ રહ્યા છે.. તેલંગાના ભાજપના અધ્યક્ષ એ પણ આ ઘટનાને દેશદ્રોહ કરવા જેવી વાત ગણાવી છે. તેમણે કહ્યું છે કે જ્યારે કોઈ વિદેશી નેતા આપણા દેશમાં આપણા લોકતંત્રની મજાક ઉડાવે અને તેની ટિપ્પણી પર ગર્વથી તાળીઓ વગાડવી દેશદ્રોહ ગણાય કે નહીં ?

સંજય રાઉતની પ્રતિક્રિયા

જોકે ભાજપની પ્રતિક્રિયા સામે કોંગ્રેસની પ્રતિક્રિયા પણ આવી હતી. કોંગ્રેસના પ્રવક્તા ગિરિજા શેટકરે એ એક્સ પ્લેટફોર્મ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાઉડી મોદી કાર્યક્રમ અને અબ કી બાર ટ્રમ્પ સરકાર જેવા સ્લોગનનો ઉલ્લેખ કર્યો હતો. આ બંને કાર્યક્રમને કોંગ્રેસે અન્ય દેશના આંતરિક મામલામાં દખલગીરી ગણાવી હતી. આ વાતમાં શિવસેનાના નેતા સંજય રાઉત પણ કુદ્યા છે. તેમણે ઈડલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની અને વડાપ્રધાન મોદીનું નામ લઈ ટિપ્પણી કરી છે. સંજય રાઉતે કહ્યું છે કે જો મોદી ઈટલી જઈને ઈટલીના વડાપ્રધાનને મેલોડી ચોકલેટ આપી શકે છે તો ઈટલીના રાજનેતા ભારતમાં આવીને ભારત વિશે બોલી શકે છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES