SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Punjab Elections 2027: પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની ટીમ તૈયાર, સમિતિમાં રાઘવ ચઢ્ઢા, હરભજન સિંહનું પણ નામ

Punjab Elections 2027: પંજાબ વિધાનસભા ચૂંટણી 2027 માટે ભાજપની ટીમ તૈયાર થઈ ચુકી છે. ભાજપએ તાજેતરમાં કમિટિની જાહેરાત કરી છે જેમાં આપમાંથી ભાજપમાં આવેલા રાઘવ ચઢ્ઢા અને હરભજન સિંહના નામનો સમાવેશ કરાયો છે.

Written By Krupa Shah
Published: Nov 16, 2026, 08:42 AM IST | Updated: Nov 16, 2026, 08:45 AM IST
Join

Punjab Elections 2027: 2027માં પંજાબમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ કમરકસી છે. જેની શરૂઆત ખાસ સમિતિઓના એલાન સાથે થઈ ચૂકી છે. પંજાબમાં પક્ષ મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ બે મહત્વપૂર્ણ સમિતિની જાહેરાત કરી છે. આ સમિતિની ખાસ વાત એ છે કે બંનેમાં એવા લોકોને જવાબદારી સોંપવામાં આવી છે જે થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આવ્યા છે અને આ ચહેરા લોકપ્રિય અને જાણીતા પણ છે અહીં વાત થઈ રહી છે હરભજન સિંહ અને રાઘવ ચઢ્ઢાની.

હરભજન સિંહ અને રાઘવ ચઢ્ઢાની લોકપ્રિયતાથી કોઈ અજાણ નથી. આ બંને આમ આદમી પાર્ટીમાં હતા. રાઘવ ચઢા આમ આદમી પાર્ટીના રાજ્ય સભા સાંસદ હતા અને પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પરંતુ આ બંને હવે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. અને ભાજપ એ પણ બંનેને મહત્વપૂર્ણ સમિતિઓમાં સ્થાન આપ્યું છે. જેની સત્તાવાર ઘોષણા પણ કરી દેવામાં આવી છે. ભાજપ એ પંજાબ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જે સમિતિ બનાવી છે તેના અધ્યક્ષ પૂર્વ રાજ્યસભા સાંસદ અવિનાશ રાય ખન્નાને બનાવવામાં આવ્યા છે.

13 સભ્યોની સમિતિ

પંજાબ વિધાનસભા ચૂંટણી 2027 પહેલા ભાજપ દ્વારા મેનીફેસ્ટો સમિતિની જાહેરાત કરવામાં આવી છે. 13 સભ્યોની આ સમિતિના અધ્યક્ષ અવિનાશ રાય ખન્નાને બનાવવામાં આવ્યા છે. આ પેનલમાં અન્ય કેટલાક દિગ્ગજ નેતાઓના નામ પણ સામેલ છે. જેમાં મનપ્રીતસિંહ બાદલ, અશ્વિની શર્મા, સોમ પ્રકાશ રાણા, ગુરમિત સિંહ, અશ્વિની શેખડી સહિતનાઓ નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભાજપની સમિતિ શું કામ કરશે ?

ભાજપ દ્વારા જે મેનીફેસ્ટો સમિતિની જાહેરાત કરવામાં આવી છે તે નેતાઓ પંજાબના લોકોની સમસ્યાઓ જાણીને ચૂંટણી માટે પક્ષનું વિઝન તૈયાર કરશે. આ સાથે જ પંજાબની હાલની સરકાર જે મુદ્દા પર વિફળ રહી છે તે મુદ્દા પર આમ આદમી પાર્ટીને ઘેરવા માટે ભાજપ દ્વારા 14 સભ્યોની ચાર્જશીટ કમિટીની રચના પણ કરવામાં આવી છે. આ કમિટીમાં પણ પંજાબના દિગ્ગજ નેતાઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે.

જાણવા મળતી માહિતી અનુસાર આવનારા સમયમાં ભાજપ પંજાબમાં અન્ય કેટલીક સમિતિઓનું એલાન પણ કરી શકે છે હાલ તો ભાજપ તરફથી આ બે સમિતિની જાહેરાત કરવામાં આવી છે જેમાંથી એક સમિતિ લોકોની સમસ્યા જાણીને લોકો વચ્ચે ભાજપનો પાયો મજબૂત કરવાનું કામ કરશે અને બીજી સમિતિ આમ આદમી પાર્ટી જે મુદ્દા પર નિષ્ફળ રહી છે તે મુદ્દા પર તેને ઘેરવાની તૈયારી કરશે.

અકાલી દળ સાથે ગઠબંધનની પણ ચર્ચા

ભાજપ તરફથી જાહેર થયેલી સમિતિઓની સાથે અકાલી દલ સાથે ગઠબંધનની ચર્ચા પણ તેજ થઈ ગઈ છે. ચર્ચાઓ એવી પણ છે કે શિરોમણી અકાલી દલ સાથે ગઠબંધન અને સીટ શેરિંગ મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે. પીટીઆઇના રિપોર્ટ અનુસાર બીજેપી અને અકાલી દલ વચ્ચે બેઠકના વિભાજનને લઈને ચર્ચાઓ ચાલી રહી છે જો બધું જ બરાબર રહ્યું અને સીટ શેરિંગનો ફોર્મ્યુલા નક્કી થઈ ગયો હતો આ મહિનાના અંત સુધીમાં ગઠબંધનની જાહેરાત પણ થઈ શકે છે. જોકે આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવતી નથી.

2020 માં તુટ્યું ગઠબંધન

ઉલ્લેખનીય છે કે ભાજપ અને અકાલી દલ વચ્ચેનું ગઠબંધન 24 વર્ષનું હતું જે 2020 માં તૂટી ગયું. આ ગઠબંધન તૂટવાનું કારણ કૃષિ કાયદાનો વિરોધ હતો. પંજાબની ચૂંટણીમાં અકાલી દલ અને ભાજપ વચ્ચે ગઠબંધન થશે તે વાતને હવા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નિવેદન પછી મળી. ચંદીગઢમાં લોકોને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દાવો કર્યો હતો કે 2027 માં પંજાબમાં એનડીએની સરકાર બનશે. આ વાત પછી ચર્ચાઓ તે જ થઈ છે કે 2027 ની ચૂંટણી માટે અકાલી દલ અને બીજેપી વચ્ચે ફરીથી ગઠબંધન થઈ શકે છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES