SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

બેંગલુરુમાં દિવાળી પાર્ટીની આડમાં નશાની મહેફિલ! ડ્રિંક્સ, ડ્રગ્સ, મ્યૂઝિકનો યુવાઓને જલસો કરાવવાનું આયોજન, 4ની ધરપકડ

ટેક હબ ગણાતા બેંગલુરુમાં દિવાળી પાર્ટીના નામે રેવ પાર્ટીનો ખેલ સામે આવ્યો છે. આ દરમિયાન પોલીસે દરોડો પાડતા ભારે પ્રમાણમાં ગાંજો, ડ્રગ્સ, જેવી ચીજો જપ્ત કરી. પાર્ટી માટે ઈન્ટરનેટ પર એડ ચલાવવામાં આવી હતી. જેમાં વેન્યુની જો કે સટીક જાણકારી નહતી અપાઈ.

Written By Viral Raval
Published: Nov 10, 2026, 01:28 PM IST | Updated: Nov 10, 2026, 01:32 PM IST
Image Credit: AI Generated Image with photos
Join

બેંગલુરુમાં પોલીસે એક પુલ પાર્ટી પર દરોડા પાડતા વિપુલ પ્રમાણમાં ગાંજો, ડ્રગ્સ અને MDMA પકડી પાડ્યા. આ પાર્ટીમાં અનેક મહિલાઓનો પણ ઉપયોગ કરાયો હતો. પોલીસના જણાવ્યાં મુજબ આ ગેરકાયદેસર પૂલ પાર્ટી મરાઠાહલ્લીમાં દિવાળી સેલિબ્રેશનની આડમાં યોજવામાં આવી હતી.

પોલીસે પૂલ પાર્ટીના નામે આયોજિત કરાયેલી આ રેવ પાર્ટીનો પર્દાફાશ કરતા કહ્યું કે આ એક ઓનલાઈન એપ દ્વારા યુવા છોકરા અને છોકરીઓ માટે અજાણ્યાઓની પાર્ટી તરીકે યોજવામાં આવી હતી. આ પાર્ટી યમલૂરમાં કરિયામ્મના અગ્રહારા રોડ પર એક પ્રાઈવેટ વિલામાં થઈ રહી હતી.

દિવાળી પાર્ટીના નામે રેવ પાર્ટી

પોલીસે રેડ દરમિયાન મળેલી ચીજો જપ્ત કરીને ફોરેન્સિક એનાલિસિસ માટે મોકલી  આપી છે. CCB અધિકારીઓની રેડ  બાદ મરાઠાહલ્લી પોલીસ સ્ટેશનમાં પણ કેસ નોંધાયો છે.

આ મામલે અરિહંત પાંડે, અભિનવ પાંડે, અને પાર્થ નામના 3 સંદિગ્ધોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે વોટ્સએપ, ટેલિગ્રામ દ્વારા યુવા છોકરા અને છોકરીઓને ભેગા કર્યા હતા. પ્રમોશનલ પોસ્ટમાં છોકરીઓની  ભડકાઉ તસવીરો અને વીડિયો હતા. જેમાં કેટલાક મેસેજ આ પ્રકારે હતા કે 'આ દિવાળી તમારા માટે ક્રેઝી થવાની છે, હું એક ક્રેઝી પૂલ પાર્ટી હોસ્ટ કરી રહ્યો છું. અંધારું થયા બાદ ડ્રિંક્સ, મ્યૂઝિક, ભોજન, અને પૂલના યાદગાર વાઈબ્સની સાથે..'

વેન્યૂ છૂપાવીને રાખ્યું

આ ઈવેન્ટની એડ ઓનલાઈન કરાઈ હતી. જેમાં તેને 50 લોકોની પૂલ પાર્ટી ગણાવવામાં આવી હતી. પાર્ટીમાં આવવા માટે 1710 રૂપિયાની એન્ટ્રી ફી, મહિલાઓ માટે 1080 રૂપિયા  અને કપલ્સ માટે 2400 રૂપિયા ફી રાખવામાં આવી હતી. આ ઉપરાંત પાર્ટીમાં ઉપલબ્ધ અન્ય નશીલી વસ્તુઓ માટેઅલગથી ચાર્જ લગાવવામાં આવ્યા હતા.

આ  પૂલ પાર્ટી રાતે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી ચાલવાની હતી. પોલીસને જાણકારી ન મળે એટલે કે આરોપી દર વખતે અલગ અલગ જગ્યાઓ પર પાર્ટી યોજતા હતા અને ફોન પર લોકોને વેન્યૂ જણાવતા હતા. આ પાર્ટીઓ  'FV Social 404' અને 'Hopzyx' એપ દ્વારા ઓનલાઈન યોજાઈ હતી.

તેમાં સામેલ લોકોમાં  'FV Social 404' ના અરિહંત પાંડે,  અભિનવ પાંડે,  અને  'Hopzyx' એપના પાર્થ સામેલ છે.  આ એપ ભારતના અલગ અલગ શહેરોમાં આવી જ પાર્ટીઓ યોજે છે. આ પાર્ટી કરિયામ્મન અગ્રહારા  રોડ પર અનુરાગ ચૌહાણ નામના એક ઘરમાં યોજવામાં આવી હતી. CCBની રેડમાં જાણવા મળ્યું કે એક  પ્રાઈવેટ પાર્ટીની આડમાં મંજૂરી વગરના કામ થતા હતા. રેડ દરમિયાન માહિતી મળી કે પાર્ટી માટે કોી પણ માન્ય ઓથોરિટી પાસે પરમિશન લેવાઈ નહતી. હુક્કા, દારૂ, સિગારેટ, અને ડ્રગ્સ જેવી પ્રતિબંધિત ચીજોની સાથે સાથે ગેરકાયદેસર ગતિવિધિઓ પણ જોવા મળી. મરાઠાહલ્લીમાં 4 લોકો સામે કેસ નોંધાયો છે અને પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES