પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના કોટા અને ગુજરાતના કચ્છમાં થયેલા ભીષણ રોડ અકસ્માતમાં લોકોના મોત પર દુખ વ્યક્ત કર્યું છે. બંને દુર્ઘટનામાં ઘણા લોકોના મોત થયા છે, જ્યારે લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. પ્રધાનમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના કરતા ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી. આ સાથે તેમણે બંને દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારો અને ઈજાગ્રસ્તો માટે આર્થિક સહાયતાની જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) ઓ તરફથી જારી સંદેશ પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ઘટનામાં લોકોના મોત પર ઉંડા દુખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા ઈજાગ્રસ્તોના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી. પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી મૃતકોના પરિવારજનોને બે-બે લાખ રૂપિયાની સહાયતા આપવાની જાહેરાત કરી છે. તો દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને 50-50 હજાર રૂપિયાની આર્થિક સહાયતા આપવામાં આવશે.
ગુજરાતના કચ્છ જિલ્લામાં ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર મોડી રાત્રે અકસ્માત થયો હતો. અહીં ટ્રેલર અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. દુર્ઘટનામાં એક જ પરિવારના સાત લોકોના મોત થયા છે. મૃતકોમાં બે પુરૂષ, બે મહિલાઓ અને ત્રણ બાળકો સામેલ છે.
જાણકારી પ્રમાણે દુર્ઘટનામાં શિકાર થયેલો પરિવાર ઉત્તરાખંડના એક સેનાના જવાનનો હતો, જે ભુજમાં તૈનાત છે. જવાનના પરિવારના સભ્યો અને અન્ય સંબંધીઓ આ દુર્ઘટનાનો શિકાર બન્યા છે. ટક્કર એટલી ભીષણ હતી કે કારનું પડીકું વળી ગયું હતું. દુર્ઘટના બાદ ઘટનાસ્થળ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. દુર્ઘટનામાં જીવ ગુમાવનારના મૃતદેહ રસ્તાઓ પર પડ્યા હતા.
Saddened by the loss of lives due to a mishap in Kutch, Gujarat. My condolences to those who have lost their loved ones. Praying for the speedy recovery of the injured. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each of those who lost their lives. The injured would be given Rs. 50,000: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 22, 2026
તો રાજસ્થાનના કોટા જિલ્લામાં રવિવારે મોડી રાત્રે કોટા-ઉદયપુર હાઈવે પર શંભૂપુરાની પાસે ભીષણ રોડ અકસ્માત થયો. ખાટૂ શ્યામના દર્શન કરી મહારાષ્ટ્ર પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ગાડી રોડ કિનારે ઉભેલા ટ્રકમાં અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા, જ્યારે અન્યને ઈજા થઈ હતી. એ઼ડિશનલ જિલ્લા કલેક્ટર રાજેશ જોશી પ્રમાણે ગાડીમાં કુલ 16 લોકો સવાર હતા અને બધા એક જ પરિવારના સભ્યો હતા. દુર્ઘટના મોડી રાત્રે થઈ હતી. દુર્ઘટના બાદ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાદમાં આવ્યા, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
Pained to learn about the loss of lives in a tragic mishap in Kota, Rajasthan. My thoughts are with the bereaved families in this hour of grief. May the injured recover at the earliest. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each of those who lost their lives. The injured would be given Rs. 50,000: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 22, 2026