SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

પવન કલ્યાણના ત્રીજા લગ્નનો અંત: પત્ની અન્ના કોનિડેલા સાથે 13 વર્ષનો સંબંધ તૂટ્યો, ફેમિલી કોર્ટમાં કાનૂની પ્રક્રિયા શરૂ

આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ અને તેમના પત્ની અલગ થઈ રહ્યાં છે. બંનેએ આપસી સહમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. આ માટે ફેમિલી કોર્ટમાં ઔપચારિકતાઓ શરૂ કરી દેવામાં આવી છે.

Written By Gokani Dhaval
Published: Nov 10, 2026, 10:15 AM IST | Updated: Nov 10, 2026, 10:18 AM IST
Join

Pawan Kalyan News: આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને જન સેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણનના અંગત જીવનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પવન કલ્યાણ અને તેમના પત્ની અન્ના કોનિડેલા (Anna Konidela) એ લગ્નના 13 વર્ષ બાદ આપસી સહમતિથી અલગ થવાની જાહેરાત કરી છે. આ નિર્ણય બાદ રાજકીય વર્તુળો અને ટોલીવુડમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. મોડી રાત્રે જારી એક સત્તાવાર સંયુક્ત નિવેદનમાં આ કપલે અલગ થવાની પુષ્ટિ કરી છે.

આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે, 'અમે અમારા જીવનનો એક લાંબો અને મહત્વપૂર્ણ હિસ્સો સાથે પસાર કર્યાં બાદ, હવે આપસી સમજ અને સન્માન સાથે પોતાનો રસ્તો અલગ કરવાનો નિર્ણય લીધો છે. ભલે અમારો લગ્ન સંબંધ સમાપ્ત થઈ રહ્યો છે, પરંતુ અમે એક બીજાના સારા મિત્ર રહીશું અને અમારા બાળકો પ્રત્યે માતા-પિતા તરીકે પોતાની જવાબદારીઓ નિષ્ઠા સાથે નિભાવીશું. દંપત્તિએ મીડિયા અને પોતાના સમર્થકોને આ મુશ્કેલ અને સંવેદનશીલ સમયમાં તેમની નિજતાનું સન્માન કરવાની અપીલ કરી છે, જેથી તેમના બાળકોના ઉછેર પર તેની અસર ન પડે.'

કાયદાકીય પ્રક્રિયા શરૂ

સૂત્રો અનુસાર બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી આપસી સહમતિથી વાતચીત ચાલી રહી હતી. આ દરમિયાન કાયદાકીય રૂપથી અલગ થવા માટે ફેમિલી કોર્ટમાં ઔપચારિકતાઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ સરકારી કર્મચારી 48 કલાક હિરાસતમાં રહ્યો તો આપમેળે થશે સસ્પેન્ડ

પવન કલ્યાણ અને અન્નાની પ્રેમ કહાની

મૂળ રૂપથી રશિયન નાગરિક અન્ના કોનિડેલા સાથે પવન કલ્યાણની પ્રથમ મુલાકાત વર્ષ 2011મા ફિલ્મ તીન માર (Teen Maar) ના સેટ પર થઈ હતી. થોડો સમય સાથે રહ્યાં બાદ બંનેએ 30 સપ્ટેમ્બર 2013ના રજીસ્ટર્ડ મેરેજ કર્યાં હતા. આ લગ્નમાં બંનેને બે બાળકો છે- એક દીકરી પોલિના અજના પવનોવા અને પુત્ર માર્ક શંકર પવનોવિચ.

પવન કલ્યાણના પાછલા લગ્નો

અન્ના કોનિડેલા સાથે લગ્ન કરતા પહેલા પવન કલ્યાણ બે અન્ય લગ્ન કરી ચૂક્યા છે. તેમણે 1997મા પ્રથમ લગ્ન નંદિની સાથે કર્યાં હતા, જ્યારે 2008મા બંનેના છૂટાછેડા થયા હતા. ત્યારબાદ 2009મા તેમણે અભિનેત્રી રેનૂ દેસાઈ સાથે બીજા લગ્ન કર્યાં, જેમાં તેને બે બાળકો (અખિરા નંદ અને આધ્યા) છે. જોકે વર્ષ 2012મા બંનેનો સંબંધ તૂટી ગયો હતો. ત્યારબાદ તેમણે 2013મા અન્ના કોનિડેલા (અન્ના લેઝનેવા) સાથે લગ્ન કર્યાં હતા અને હવે 13 વર્ષ બાદ બંને અલગ થઈ રહ્યાં છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES