નેપાળના પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહ આજે શનિવારે પોતાના બે દિવસીય પ્રવાસ પર દિલ્હી પહોંચ્યા છે. પ્રધાનમંત્રી બન્યા બાદ આ તેમની પ્રથમ દ્વિપક્ષીય ભારત યાત્રા છે. દિલ્હી એરપોર્ટ પહોંચવા પર કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે તેમનું સ્વાગત કર્યું. તેઓ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિમંત્રણ પર ભારતના પ્રવાસે આવ્યા છે. આ વર્ષે માર્ચમાં પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર ભારતના પ્રવાસે આવ્યા છે અને સાથે પ્રધાનમંત્રી તરીકે આ તેમનો પ્રથમ દ્વિપક્ષીય વિદેશ પ્રવાસ પણ છે.
PM શાહનું દિલ્હીમાં ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદે સ્વાગત કર્યું હતું. નેપાળી પીએમના સ્વાગત માટે એરપોર્ટ પર એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. શાહ આજે તાજ મહેલ હોટલમાં વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે મુલાકાત કરશે.
વિદેશ મંત્રાલય અનુસાર બાલેન્દ્ર શાહનો આ પ્રવાસ ઘણા ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવાની તક પ્રદાન કરશે. નેપાળના પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહ 23 નવેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરશે અને પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ દરમિયાન ભારત-નેપાળ સંબંધોની સમીક્ષા કરવામાં આવશે અને પ્રાદેશિક તથા વૈશ્વિક સ્તર પર સંયુક્ત ચિંતાઓ પર વિચાર-વિમર્શ કરવામાં આવશે.
#WATCH | Nepal Prime Minister Balendra Shah arrives in Delhi; he is on a two-day State visit to India at the invitation of Prime Minister Narendra Modi. The visit marks Shah's first visit to India since taking office in March 2026, as well as his first bilateral visit abroad in his capacity as Prime Minister.
— ANI (@ANI) November 22, 2026
યાત્રાના કાર્યક્રમ વિશે વધુ જાણકારી આપતા નેપાળના વિદેશ સચિવ અમૃત બહાદુર રાયે શુક્રવારે એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે બંને પ્રધાનમંત્રી સોમવારે પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચા કરશે, જેમાં સંયુક્ત પ્રાથમિકતાઓની એક વિસ્તૃત સિરીઝ પર વિચાર-વિમર્શ કરવામાં આવશે. વાર્તા બાદ સંયુક્ત રૂપથી પત્રકાર પરિષદનું સંબોધન કરશે. ત્યારબાદ પીએમ મોદી તે દિવસે પોતાના નેપાળી સમકક્ષ અને તેમના 34 સભ્યોના સરકારી પ્રતિનિધિમંડળના સન્માનમાં એક સત્તાવાર ભોજનું આયોજન કરશે.
#WATCH | Nepal Prime Minister Balendra Shah accorded a ceremonial welcome on his arrival in Delhi. He is on a two-day State visit to India at the invitation of Prime Minister Narendra Modi. The visit marks Shah's first visit to India since taking office in March 2026, as well as his first bilateral visit abroad in his capacity as Prime Minister.
— ANI (@ANI) November 22, 2026
નેપાળના વિદેશ સચિવ અમૃત બહાદુર રાયે આગળ જણાવ્યું કે આ પ્રવાસ દરમિયાન બંને દેશ કનેક્ટિવિટી અને ઊર્જા સહયોગના ક્ષેત્રમાં પૂર્ણ થઈ ગયેલી પરિયોજનાનું ઉદ્ઘાટન કરશે અને આગામી પરિયોજનાની આધારશિલા રાખશે. આ પરિયોજનાના શુભારંભની સાથે-સાથે વ્યાપાર, પરિવહન, રોકાણ અને આંતરમાળખાના વિકાસ સહિત આર્થિક ભાગીદારી મજરૂત કરવા પર ચર્ચા થઈ શકે છે અને બંને સરકારો શિક્ષણ, સ્વાસ્થ્ય, કૃષિ, રમક, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને માનવ સંસાધન વિકાસને કવર કરનાર સંયુક્ત એમઓયુનું આદાન-પ્રદાન કરશે.
વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં બંને પાડોશી દેશો વચ્ચે અતૂટ બંધન પર ભાર આપતા કહ્યું કે ભારત અને નેપાળ વચ્ચે ઘનિષ્ઠ અને મૈત્રીપૂર્ણ સંબંધ છે, જે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સભ્યતાગત સંબંધો તથા મજબૂત જન-સંબંધો પર આધારિત છે. વિદેશ મંત્રાલયે તે પણ જણાવ્યું કે વ્યાપાર અને વાણિજ્ય તથા વિકાસ ભાગીદારીને લઈને ઊર્જા અને જળ સંસાધન, સાથે ભૌતિક અને ડિજિટલ કનેક્ટિવિટી સુધી વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિ થઈ છે.