SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

'નિષ્પક્ષ ચૂંટણી જ લોકશાહીનો જીવ': CEC વિવાદ પર ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીની પ્રતિક્રિયા

જ્ઞાનેશ કુમારના રાજીનામાની વિપક્ષની માગ વિશે એક સવાલનો જવાબ આપતા મુરલી મનોહર જોશીએ કહ્યુ કે લોકો માટે અને લોકો દ્વારા બનાવવામાં આવેલી સરકારો ધરતી પર ખતમ થશે નહીં. બસ ચૂંટણી નિષ્પક્ષ થાય.

Written By Gokani Dhaval
Published: Oct 08, 2026, 04:21 PM IST | Updated: Oct 08, 2026, 04:24 PM IST
Join

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ ગુરૂવારે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC0 ના રાજીનામાની માગ સાથે જોડાયેલા એક સવાલ પર મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે લોકોએ બનાવેલી સરકાર ખતમ થશે નહીં, બસ ચૂંટણી નિષ્પક્ષ થાય અને વહીવટીતંત્ર પારદર્શી બને. તેમણે કહ્યું કે જો બંધારણનું ઉલ્લંઘન થાય છે તો સુપ્રીમ કોર્ટે તેની તપાસ કરવી. જોશી 21મા FICCI હાયર એજ્યુકેશન સમિટ પર રિપોટરો સાથે વાત કરી રહ્યાં હતા.

વોટર લિસ્ટમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવીઝન (SIR) માં ગડબજીના આરોપો પર મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની વિપક્ષની માગ વિશે એક સવાલનો જવાબ આપતા મુરલી મનોહર જોશીએ કહ્યું- લોકોની, લોકો માટે અને લોકો દ્વારા બનાવવામાં આવેલી સરકારો ધરતી પરથી ખતમ થશે નહીં, બસ ચૂંટણી નિષ્પક્ષ થાય, સરકાર જવાબદાર હોય અને વહીવટીતંત્ર પારદર્શી હોય.

ભાજપના વરિષ્ઠ નેતાએ આગળ કહ્યું 'વિપક્ષ જવાબદાર છે અને તેમની પાસે એક સ્પષ્ટ બીજો પ્રોગ્રામ છે. તમામ વાત બંધારણ પ્રમાણે થવી જોઈએ અને જો બંધારણનું ઉલ્લંઘન થાય છે તો સુપ્રીમ કોર્ટે તેની તપાસ કરવી જોઈએ. આ તે સિદ્ધાંત છે જેના પર લોકતંત્રનું કામ કરવું જોઈએ.'

મહત્વનું છે કે વિપક્ષે 25 સપ્ટેમ્બરે ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં એસઆઈઆર પ્રક્રિયામાં કથિત ગડબડી અને કેટલાક નિર્ણયને લઈને ચૂંટણી કમિશનરો વચ્ચે મતભેદો વચ્ચે થયાલેલા એક રિપોર્ટ બાદ વિરોધ પ્રદર્શન શરૂ કર્યાં છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલા પ્રદર્શનનો ગુરૂવારે ત્રીજો દિવસ છે. મંગળવાર અને બુધવાર, બંને દિવસે રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિત વિપક્ષી સાંસદોની દિલ્હી પોલીસે અટકાયત કરી હતી. ઈન્ડિયા ગઠબંધન જ્ઞાનેશ કુમારના રાજીનામા સહિત અન્ય માગ કરી રહ્યાં છે.

લાઠીચાર્જ સમાધાન નહીં, વિદ્યાર્થીઓની વાત સાંભળવી જોઈએઃ મુરલી મનોહર જોશી
જોશીએ તે પણ કહ્યું કે વિદ્યાર્થીઓની માગોને સહાનુભૂતિની સાથે સાંભળવી જોઈએ અને બળ પ્રયોગ યોગ્ય નથી. ભારતીય જનતા પાર્ટી નેતાએ વધતા પ્રદર્શનો વિશે પૂછવા પર કહ્યું- છાત્રોની યોગ્ય માગોને હંમેશા અને ખુબ સહાનુભૂતિની સાથે સાંભળવી જોઈએ. લાઠીચાર્જ યોગ્ય નથી. આ રીતે સમાધાન ન નીકળી શકે. જો કોઈ સમસ્યા છે તો તેમની વાત સાંભળો. તે આપણા બાળકો છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES