ફોન ચાર્જ કરતો વાયર બે જિંદગીઓ માટે ફાંસીનો ફંદો બની ગયો!, ભર ઊંઘમાં મા-દીકરીની હત્યા
ક્ષણિક ગુસ્સો, રોજનો કલહ અને મધ્યરાત્રિનો એ અંધકાર!. શું કોઈ પિતા જ પોતાની જ દીકરી અને પત્ની માટે કાળ બની શકે? ઉત્તરપ્રદેશના લખનઉમાં મોડી રાત્રે ૩ વાગ્યે એક એવો ખૌફનાક ખેલ ખેલાયો, જેણે સમગ્ર પોલીસ બેડા અને સમાજને ઝંઝોડીને મૂકી દીધો છે. જે વાયરથી રોજ ફોન ચાર્જ થતો હતો, તે જ વાયર એક ક્ષણમાં બે જિંદગીઓ માટે ફાંસીનો ફંદો બની ગયો! આખરે એવું તે શું બન્યું કે રક્ષકનો યુનિફોર્મ પહેરતો હોમગાર્ડ રાતોરાત જલ્લાદ બની ગયો?...જોઈશું આ અહેવાલમાં
Lucknow Double Murder : રાત્રિના ત્રણ વાગ્યાનો સમય...ચારેય તરફ અંધકાર...ઘરના એક રૂમમાં મા-દીકરી ઘસઘસાટ ઊંઘમાં અને અચાનક. હાથમાં મોબાઈલનો ડેટા કેબલ લઈને એક શખ્સ રૂમમાં દાખલ થાય છે! બંને મા-દીકરી કંઈ સમજે કે ચીસ પાડે તે પહેલાં જ, એ સનકી જલ્લાદ વાયરથી બંનેના ગળા ટૂંપા દઈને હંમેશા માટે મોતની ઊંઘમાં સુવાડી દે છે!. આ ઘટના ઉત્તરપ્રદેશના લખનઉની છે.
- ઘરેલું કંકાસનો લોહિયાળ અંજામ
- ભર ઊંઘમાં મા-દીકરીની હત્યા
- પતિ જ બન્યો કાળ!...
ઘરેલું કંકાસ જ્યારે હદ વટાવી જાય ત્યારે કેવો ભયાનક અંજામ આવે છે, તેનો આ જીવતો-જાગતો પુરાવો છે. અહીં રહેતા અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા રવિન્દ્ર શંકર ગુપ્તાના ઘરમાં લાંબા સમયથી પારિવારિક વિવાદ ચાલી રહ્યો હતો. વિવાદ એટલો વકર્યો હતો કે પત્ની શ્યામા દુલારી થોડા સમય પહેલાં ઘરમાંથી ઘરેણાં લઈને ક્યાંક ચાલી ગઈ હતી, જે માંડ-માંડ સંબંધીઓને ત્યાંથી પરત મળી હતી.
આ તરફ ૩૨ વર્ષની પુત્રી પૂજાના બે-બે વખત ડિવોર્સ થવાના કારણે તે પણ પિયરમાં જ રહેતી હતી. ઘરમાં રોજ-રોજ થતી માથાકૂટોથી રવિન્દ્ર સનકી બની ચૂક્યો હતો અને ગુરુવારની રાત્રે થયેલા ઝઘડા બાદ તેણે આખા પરિવારને ખતમ કરવાનો ખૌફનાક પ્લાન બનાવી નાખ્યો.
- લખનૌમાં ડબલ મર્ડરથી ખળભળાટ
- હોમગાર્ડે પત્ની-પુત્રીની કરી હત્યા
- ભરઊંઘમાં મા-દીકરીનું ગળું દબાવ્યું
- હત્યા બાદ ખુદ પોલીસને ફોન કર્યો
- ઘરેલું કંકાસનો લોહિયાળ અંજામ
રાત્રે જ્યારે આખા મહોલ્લાના લોકો સૂતો હતા, ત્યારે રવિન્દ્ર જાગતો હતો. પત્ની અને દીકરી રૂમમાં ઘસઘસાટ સૂતા હતા, જ્યારે નાની દીકરી બીજા રૂમમાં હોવાથી તે આ ભયાનક પ્લાનથી બિલકુલ અજાણ હતી. મધ્યરાત્રિએ અંદાજે ૩ વાગ્યે રવિન્દ્ર હાથમાં મોબાઈલનો ડેટા કેબલ લઈને પહોંચ્યો અને ઊંઘી રહેલી 50 વર્ષની પત્ની શ્યામા દુલારી અને ૩૨ વર્ષની દીકરી પૂજા પર તૂટી પડ્યો.
બંનેએ તડપી-તડપીને દમ તોડી દીધો
જે વાયર ફોન ચાર્જ કરતો હતો, આજે તે જ વાયર બંને મા-દીકરી માટે ફાંસીનો ફંદો બની ગયો. રવિન્દ્રે નિર્દયતાથી વાયર વડે બંનેના ગળા દબાવી દીધા. બંનેએ તડપી-તડપીને દમ તોડી દીધો પણ બીજા રૂમમાં સૂતેલી દીકરીને ચીસ પણ સંભળાઈ નહીં!.
બીજી દીકરીને ફોન કરીને આ હત્યાની જાણ કરી
આ લોહિયાળ ખેલ બાદ રવિન્દ્રના ચહેરા પર કોઈ પસ્તાવો નહોતો. તેણે પહેલાં તેની બીજી દીકરીને ફોન કરીને આ હત્યાની જાણ કરી, ત્યારબાદ અલગ રહેતા પુત્રને પણ ફોન કરીને કહી દીધું કે મેં બંનેને પતાવી દીધા છે.. આટલું જ નહીં, રક્ષકમાંથી ભક્ષક બનેલા આ હોમગાર્ડે ખુદ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન જોડીને ગુનો કબૂલ્યો અને પોલીસ સ્ટેશન જઈને સરેન્ડર કરી દીધું.
આ ઘટના સમાજ માટે એક આંખ ઉઘાડનારો કિસ્સો
ડબલ મર્ડરની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પુરાવા એકત્રિત કર્યા હતા. ક્ષણિક ગુસ્સા અને અહમે હસતા-રમતા પરિવારને પલવારમાં સ્મશાનમાં ફેરવી નાખ્યો! ખરેખર, આ ઘટના સમાજ માટે એક આંખ ઉઘાડનારો કિસ્સો છે. પારિવારિક કલહ અને રોજબરોજના ઝઘડાઓ માણસને કઈ હદ સુધી પાગલ અને જલ્લાદ બનાવી શકે છે, તે આ ઘટના પરથી સાબિત થાય છે. કાયદો તો આરોપી હોમગાર્ડને સખતમાં સખત સજા આપશે જ, પરંતુ જે મા-દીકરી દુનિયા છોડીને ચાલી ગઈ, તેમનો શું વાંક હતો?...