SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ગુવાહાટી પાસે મોટી રેલ દુર્ઘટના! કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના અનેક ડબ્બા પાટા પરથી ઉતર્યા

Guwahati Train Accident: ગુવાહાટીના દિગારુ સ્ટેશન નજીક આજે સવારે એક મોટો ટ્રેન અકસ્માત થયો. કોલકાતાથી સૈરાંગ જતી કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસનું એન્જિન અને અનેક કોચ અચાનક પાટા પરથી ઉતરી ગયા હતા.

Written By Chudasama Krushnapalsinh
Published: Nov 11, 2026, 10:01 AM IST | Updated: Nov 11, 2026, 10:06 AM IST
Join

Guwahati Train Accident: આજે વહેલી સવારે ગુવાહાટી નજીક એક ટ્રેન અકસ્માતનો ભોગ બની હતી, થયો. કોલકાતાથી સૈરાંગ જતી ટ્રેનનું એન્જિન અને અનેક કોચ પાટા પરથી ઉતરી ગયા. આ અકસ્માત સવારે 6.54 વાગ્યે થયો હોવાનું કહેવાય છે. આ અકસ્માતને કારણે ઘટનાસ્થળે ભારે હોબાળો મચી ગયો હતો. સદનસીબે, કોઈને ઈજા થઈ નથી. રેલવે માહિતી અનુસાર, ટ્રેનના એન્જિન સહિત આશરે 6થી સાત કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. કેટલાક કોચ એકબીજા સાથે અથડાઈને વિખેરાઈ ગયા હતા.

પોલીસ, રેલવે સુરક્ષા દળ અને સ્થાનિક વહીવટી ટીમો પણ ઘટનાસ્થળે

નોર્ધન ફ્રન્ટિયર રેલ્વે (NFR)ના જણાવ્યા અનુસાર, અકસ્માતની માહિતી મળતા જ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. રેલવેએ એક રાહત ટ્રેન પણ ઘટનાસ્થળે મોકલી છે. પોલીસ, રેલવે સુરક્ષા દળ અને સ્થાનિક વહીવટી ટીમો પણ ઘટનાસ્થળે હાજર છે. મુસાફરોને બીજી ટ્રેન દ્વારા ખસેડવામાં આવી રહ્યા હોવાના અહેવાલ છે.

ભારતીય રેલ્વેએ જણાવ્યું હતું કે લોકો પાઇલટ ટ્રેનની ગતિને નિયંત્રિત કરવામાં ફેલ ગયો હતો, જેના કારણે આ ઘટના બની હતી. રેલ્વેના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં કોઈ મુસાફરો કે સ્ટાફના સભ્યોનું મૃત્યુ થયું નથી કે ઘાયલ થયા નથી. 

 

 

રેલ્વે દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, આ ઘટના 11 નવેમ્બર, 2026ના રોજ સવારે આશરે 6:54 વાગ્યે બની હતી. ટ્રેન નં. 13125 કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસને આસામના દિગારુ રેલ્વે સ્ટેશન પર રોકવામાં આવી રહી હતી. અન્ય ટ્રેનોને પહેલા પસાર થવા દેવા માટે ટ્રેનને સ્ટેશન પર રોકવામાં આવી રહી હતી.

પાઇલટ ગતિને સંપૂર્ણપણે નિયંત્રિત કરવામાં નિષ્ફળ ગયો

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ટ્રેન રોકાઈ રહી હતી, ત્યારે લોકો પાઇલટ ગતિને સંપૂર્ણપણે નિયંત્રિત કરવામાં નિષ્ફળ ગયો, જેના કારણે આ ઘટના બની. અકસ્માતમાં લોકોમોટિવ સહિત પાંચ કોચ પણ પાટા પરથી ઉતરી ગયા હતા.

 

 

કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી

NFRના મુખ્ય જનસંપર્ક અધિકારી કપિનજલ કિશોર શર્માએ જણાવ્યું હતું કે આ ઘટના સવારે 6:54 વાગ્યે બની હતી. તેમણે ઉમેર્યું હતું કે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાટા પરથી ઉતરવાથી રેલ ટ્રાફિક સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે, જેના કારણે ઘણી ટ્રેનો વિલંબમાં પડી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી રહી છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES