'બેગમાં ગાંજો મૂકીને ફસાવી દઈશું..' હોટલમાં રોકાયેલા કપલને ધમકાવતી પોલીસનો Video વાયરલ થતા હડકંપ
પોલીસનું કામ જનતાની સુરક્ષાનું હોય છે. પરંતુ જ્યારે પોલીસ જ ખોટા આરોપ ઘડીને જેલના સળિયા પાછળ ધકેલવાનું વિચારે તો શું કરવું? મધ્ય પ્રદેશના સિવનીનો એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં હોટલમાં રોકાયેલા કપલ્સને પોલીસ ધમકાવી રહી છે. વીડિયોમાં પોલીસ અધિકારી હોટલમાં રોકાયેલા એક કકપલને બેગમાં ગાંજો રાખીને ખોટા કેસમાં ફસાવવાની વાત કરતા પણ નજરે ચડે છે.
મધ્ય પ્રદેશના સિવની જિલ્લામાં એક એવી ઘટના સામે આવી છે જેણે પોલીસ પર સવાલ ઊભા કરી દીધા છે. હોટલમાં રોકાયેલા કપલ્સને ધમકાવતો સિવની પોલીસનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાની પુષ્ટિ હોટલ સંચાલકે પણ કરી અને દાવો કરતા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારી, એસડીઓપી સહિત ટ્રાફિક નીરિક્ષક પર 25-25 હજાર રૂપિયા માસિક હપ્તો માંગવાનો આરોપ લગાવ્યો છે. આ ખુલાસા બાદ પોલીસ વિભાગે તરત કાર્યવાહી કરતા પોલીસ મથક પ્રભારીને તેમના પદેથી હટાવી દીધા છે અને કેસની તપાસ શરૂ કરી છે.
બંગાળની ખાડીમાં વધુ એક રાક્ષસ જાગ્યો! જાણો વાવાઝોડું ક્યાં પહોંચ્યું અને કયા રાજ્યોને લેશે ભરડામાં?
સીસીટીવીમાં થઈ ઘટના કેદ
આ મામલો સિવની જિલ્લાના ડૂંડા સિવની પોલીસ મથક હદના બાબરિયા રોડ પર આવેલી હોટલ સિદ્ધાર્થનો છે. જેનું સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. વીડિયોમાં પોલીસ અધિકારી હોટલમાં રોકાયેલા એક વયસ્ક કપલને ધમકાવતા અને તેમની બેગમાં ગાંજો રાખીને ખોટા કેસમાં ફસાવવાની વાત કરતા નજરે ચડે છે. આ ઘટના 13 નવેમ્બરની સાંજની હોવાનું કહેવાય છે. વીડિયો સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો છે. પોલીસ અધિક્ષક (એસપી)એ પણ વાતને ગંભીરતાથી લેતા પોલીસ મથક ઈન્ચાર્જને પોલીસ લાઈનમાં તૈનાત કરવાનો આદેશ આપ્યો છે.
મારપીટનો પણ લાગ્યો આરોપ
આ સમગ્ર મામલાની પુષ્ટિ કરતા હોટલ સંચાલક સંજય સનોડિયાએ કહ્યું કે, હોટલનું સંચાલન કરતા એક યુવકે પોલીસ અધિકારીઓ પર વસૂલી અને ઉત્પીડનનો ગંભીર આરોપ લગાવ્યો છે. હોટલના માલિકે પોલીસ મથક ટીઆઈ સતીષ તિવારી, એસડીઓપી ચંચલેશ મરકામ, અને ટ્રાફિક ઈન્સ્પેક્ટર વિજય તિવારી પર હોટલ પાસે 25-25 હજાર રૂપિયા માસિક માંગવાનો આરોપ લગાવ્યો છે. હોટલ સંચાલકે ટીઆઈ અને એસડીઓપીને સ્થાનિક પત્રકાર સામે 10-10 હજાર રૂપિયાની રકમ આપવાનો પણ આરોપ લગાવ્યો છે. જ્યારે હોટલમાં રૂમ ભાડે લેનારા યુવકે ટીઆઈ, એસડીઓપી સિવની અને ટ્રાફિક ઈન્સ્પેક્ટર પર થોડા દિવસ પહેલા મારપીટનો આરોપ લગાવ્યો છે.
શું છે વાયરલ વીડિયોમાં
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં પોલીસ અધિકારી હોટલમાં નશીલો પદાર્થ રાખીને હોટલમાં રોકાયેલા કપલને ડ્રગ્સના મામલે ફસાવવાની વાત કરી રહ્યા છે. વીડિયોમાં એવું કહેતા સંભળાય છે કે તેમની બેગમાં થોડો ગાંજો મૂકી દો. સીસીટીવી ફૂટેજમાં કથિત રીતે એક પોલીસ અધિકારી અને અન્ય સાત પોલીસકર્મીઓ હોટલના રિસેપ્શન એરિયામાં જોવા મળે છે. જ્યાં હોટલના સ્ટાફ સાથે તેમની ચર્ચા ચાલુ છે.
કુલગામમાં CRPF જવાનો પર હુમલાનો માસ્ટરમાઈન્ડ લતીફ ભટ એન્કાઉન્ટરમાં ઠાર, મસ્જિદમાં છૂપાયેલો હતો
જો કે Z 24 કલાક આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી. આ સમાચાર હોટલ સંચાલકના આરોપોના આધારે લખવામાં આવ્યા છે. વીડિયો અસલી છે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી. વીડિયોમાં જોવા મળી રહેલી વાતચીત કઈ તારીખની છે એ પણ હજુ સ્પષ્ટ થયું નથી.
(ઈનપુટ- પ્રશાંત શુક્લા)