SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

'અમને ગોળી વાગી છે, જલ્દી આવો...': કુલગામમાં CRPF જવાનો પર આતંકી હુમલાના CCTV સામે આવ્યા

ફાયરિંગ કર્યાં બાદ આતંકીઓ પોતાની મોટરસાયકલથી ફરાર થઈ ગયા હતા. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આતંકીઓની ઓળખ માટે સીસીટીવીની તપાસ પણ કરવામાં આવી રહી છે.

Written By Gokani Dhaval
Published: Nov 11, 2026, 10:32 PM IST | Updated: Nov 11, 2026, 10:34 PM IST
Join

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સીઆરપીએફ જવાનો પર થયેલા આતંકી હુમલાનો ખતરનાક સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મીર બજાર સ્થિત બંધ દુકાનોની બહાર ફુટપાથ પર CRPF ના જવાનો બેઠા છે. બપોરે આશરે 2.06 કલાકે અચાનક ગોળીઓ ચાલી, ગોળીઓ જવાનની પાસે જમીન પર લાગી, જેનાથી ત્યાં ધૂળ ઉડવા લાગી. ખુદ પર અચાનક થયેલા આ હુમલા બાદ જવાન પોતાનો જીવ બચાવતા કવર લેવા માટે ભાગે છે અને ત્યારબાદ પોતાનું હથિયાર લઈ પરત આવી જોવા લાગે છે કે ગોળી ક્યાંથી ચાલી રહી છે.

સીસીટીવી ફુટેજમાં આશરે 5 મિનિટ સુધી ગોળીઓનો અવાજ, એકબીજાને એલર્ટ કરતા જવાનોનો અવાજ અને અફરા-તફરીનો માહોલ સ્પષ્ટ સાંભળી શકાય છે. બપોરે આશરે 2.07 કલાકે ફુલ કોમ્બેટ ગિયરમાં અન્ય એક જવાન દુકાનોની છત પર ચડેલો જોવા મળે છે, જ્યારે કેમેરાથી દૂર એક ઘાયલ જવાન જોરથી કહે છે, અમને ગોળી વાગી છે, જલ્દી આવો. આ વીડિયોમાં આશરે 25થી 30 રાઉન્ડ ફાયરિંગ રેકોર્ડ થયું છે. પરંતુ તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે બધી ગોળીઓ આતંકીઓએ ચલાવી હતી કે કેટલીક ગોળીઓ જવાનો તરફથી જવાબી કાર્યવાહીમાં પણ ચલાવવામાં આવી હતી.

એક જવાનની સ્થિતિ ગંભીર

આ હુમલામાં ત્રણ જવાનો ઘાયલ થયા છે, જેને તત્કાલ ઘટનાસ્થળથી આશરે 22 કિલોમીટર દૂર અનંતનાગની હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાંથી એક જવાનના પેટમાં ગોળી વાગી છે અને તેની સ્થિતિ નાજુક છે, જ્યારે બે અન્ય જવાનને હાથ અને પગમાં ઈજા થઈ છે.

ફાયરિંગ કર્યાં બાદ હુમલાખોરો પોતાની મોટરસાયકલથી ફરાર થઈ ગયા હતા, જ્યારબાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આતંકીઓને ટ્રેક કરવા અને તેની ઓળખ કરવા માટે તપાસ એજન્સીઓ આસપાસની દુકાનો અને ઈમારતોમાં લાગેલા સીસીટીવી ફુટેજને તપાસી રહી છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES