શું હતી રાજીવ ગાંધીની છેલ્લી ઈચ્છા? જેને પૂરી ન કરી શક્યા સોનિયા ગાંધી, પોતાના પુસ્તકમાં કર્યો ખુલાસો
સોનિયા ગાંધીએ રાજીવ ગાંધીની છેલ્લી ઈચ્છાનો ખુલાસો પોતાના પુસ્તકમાં કર્યો છે. સાથે તેમણે પતિની છેલ્લી ઈચ્છા પૂર્ણ ન કરી શકવાનો વસવસો વ્યક્ત કર્યો છે. સોનિયા ગાંધીનું પુસ્તક 10 નવેમ્બર 2026ના પ્રકાશિત થયું છે, જેમાં તેમણે પોતાના જીવનના ઘણા મોટા અને મહત્વના ખુલાસા કર્યાં છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીનું પુસ્તક 'બિલોન્ગિંગઃ અ જર્ની ઓફ લવ' રિલીઝ થઈ ગયું છે, જેમાં તેમણે પોતાના પતિ દિવંગત રાજીવ ગાંધીની છેલ્લી ઇચ્છાનો ખુલાસો કર્યો છે, જેને તેઓ પૂરી ન કરી શક્યા. સોનિયા ગાંધીએ પતિની અંતિમ ઈચ્છા સાથે જોડાયેલ ભાવુક અને સંવેદનશીલ ક્ષણો ઉલ્લેખ કરતા પુસ્તકમાં લખ્યું કે, તેમને આજીવન તે વાતનો અફસોસ રહેશે કે રાજીવ ગાંધીની છેલ્લી ઈચ્છા પૂર્ણ ન કરી શક્યા. કારણ કે અચાનક થયેલા ઘટનાક્રમથી તેઓ આઘાતમાં હતા. તેઓ યાદ ન રાખી શક્યા કે રાજીવ ગાંધી પોતાની આંખ દાન કરવા ઈચ્છતા હતા, જે તે અંતિમ ક્ષણમાં પણ સંભવ હતું, પરંતુ શોકના માહોલમાં તેઓ ભૂલી ગયા.
પુસ્તકમાં ભાવુક ક્ષણનો આ રીતે કર્યો ઉલ્લેખ
સોનિયા ગાંધીએ પોતાના પુસ્તકમાં તે ક્ષણને યાદ કરતા લખ્યું કે તે દિવસે અચાનક મારા મનમાં પતિ રાજીવને જોવાની ઈચ્છા જાગી, પરંતુ મને તમને જોવા દેવામાં ન આવ્યા. હું તેમને છેલ્લીવાર જોવા ઈચ્છતી હતી, પરંતુ અત્યારે ન જોઈ શકો, તેમ કહી રોકી દેવામાં આવ્યા. અચાનક મને યાદ આવ્યું કે રાજીવ પોતાની આંખ દાન કરવા ઈચ્છતા હતા તો તેમની ઈચ્છા પૂર્ણ કરીએ. તેના જવાબમાં કડવા શબ્દોમાં તેમણે કહ્યું કે આંખો? શું વાત કરી રહી છો. કંઈ બચ્યું નથી.
આ પણ વાંચોઃ Kulgam Attack: કુલગામમાં થયેલા હુમલા પાછળ લશ્કરના કમાંડર લતીફનો હાથ હોવાની શંકા
છેલ્લીવાર રાજીને ન જોઈ શકી
સોનિયા ગાંધીએ લખ્યું કે ડોક્ટર માથુરનો જવાબ સાંભળી મને ઝટકો લાગ્યો. હું શ્વાસ લઈ શકતી નહોતી અને ઉલ્ટી કરવા જેવું મન કરી રહ્યું હતું. દિલ કહી રહ્યું હતું કે હું પણ મરી જાઉં, તેમની સાથે જતી રહું, પરંતુ બાળકોનો ચહેરો સામે આવી ગયો. ઈચ્છા છતાં તેમની સાથે ન જઈ શકી, પ્રિયંકાએ કોઈ રીતે મને સંભાળી. ડોક્ટર માથુરના જવાબે મને રાજીવ ગાંધીના મોતના ડરામણા સત્યનો પરિચય કરાવ્યો. તેમના જવાબે તે સત્ય ઉજાગર કર્યું હતું, જે તેઓ મારાથી છુપાવી રહ્યાં હતા અને જેના કારણે છેલ્લીવાર હું તેમને જોઈ રહી નહોતી. તેમને ન જોવાની અને તેમની છેલ્લી ઇચ્છા પૂર્ણ ન કરવાનો વસવસો છેલ્લા શ્વાસ સુધી રહેશે.
પુસ્તકમાં અંગત પ્રોફેશનલ લાઇફનો ઉલ્લેખ
સોનિયા ગાંધીએ આત્મકથા બિલોન્ગિંગઃ અ રજ્ની ઓફ લવ લખી છે, જે 10 નવેમ્બર 2026ના રિલીઝ થઈ. હાર્પરકોલિન્સ ઈન્ડિયા દ્વારા પબ્લિશ 544 પેજના આ પુસ્તકમાં 7 અધ્યાય છે, જેમાં સોનિયા ગાંધીના અંગત અને પ્રોપેશનલ જીવન સાથે જોડાયેલા 60 વર્ષના સંસ્મરણોનો ઉલ્લેખ છે. તેમણે આત્મકથામાં રાજીવ ગાંધીની સાથે પ્રેમ સંબંધો, લગ્ન, તેમના પરિવારને અપનાવવા, ભારતીય સંસ્કૃતિને અપનાવવા, પ્રધાનમંત્રી પદ ઠુકરાવવા, 2 વર્ષ કેન્સરની બીમારીનો સામનો કરવા સહિત ઘણા કિસ્સાનું વર્ણન કર્યું છે. સાસુ ઈન્દિરા ગાંધીની સાથે સંબંધો, સંજય ગાંધીનું મોત, ઈન્દિરા ગાંધીની હત્યા અને રાજીવ ગાંધીની હત્યા, ઈટલી પરત ફરવાની સલાહ વિશે પણ જણાવ્યું છે.