SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

પાણીપતથી ગુનાખોરીની દુનિયા સુધી... ટાઇગર શ્રોફ પર હુમલો કરાવનાર લોરેન્સ બિશ્નોઈનો ખાસ 'અનિલ પંડિત' કોણ છે?

અભિનેતા ટાઇગર શ્રોફ પર હુમલામાં લોરેન્સના ખાસ અનિલ પંડિતનું નામ સામે આવી રહ્યું છે. આ પહેલા પણ તેણે ઘણા ગુનાઓને અંજામ આપ્યો છે. કહેવામાં આવે છે કે તે અમેરિકામાં છે.

Written By Gokani Dhaval
Published: Oct 19, 2026, 11:03 AM IST | Updated: Oct 19, 2026, 11:07 AM IST
Join

અભિનેતા ટાઇગર શ્રોફ પર હુમલાના મામલામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ સામે આવી, જેમાં અનિલ પંડિતના નામના એકાઉન્ટથી હુમલાની જવાબદારી લેવામાં આવી. જ્યારે એક ઓડિયો ક્લિપ પણ સામે આવી છે, જેમાં અનિલ પંડિત નામનો વ્યક્તિ ખુદને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ કાછોટા ભાઈ જણાવતા ઘટનાની જવાબદારી લઈ રહ્યો છે. તેણે બોલીવુડ એક્ટર સલમાન ખાનને પણ ધમકી આપી હતી. પરંતુ અમેરિકામાં બેસી લોરેન્સ બિશ્નોઈ ગેંગ માટે ભારતમાં ઘટનાઓને અંજામ અપાવનાર અનિલ પંડિત આખરે કોણ છે? આવો તેની ક્રાઇમ કુંડળી જણાવીએ.

કોણ છે અનિલ પંડિત?

અનિલ પંડિત હરિયાણાના પાનીપત જિલ્લાના રૈર કલાં ગામનો રહેવાસી છે. તેની ઉંમર 32 વર્ષ છે અને તે વર્ષ 2023થી ભારતની બહાર રહે છે. પાનીપતથી તે કેનેડા પહોંચ્યો. ત્યારબાદ થાઈલેન્ડ અને દુબઈ થતાં અમેરિકા સુધી પહોંચ્યો. હરિયાણા, દિલ્હી અને પુણેમાં ફાયરિંગ તથા ખંડણીના મામલામાં તેનું નામ સામે આવ્યું હતું. દુબઈના રસ્તે તેનો સંપર્ક રણદીપ મલિક સાથે થયો. પછી તે અમેરિકાના કેલિફોર્નિયા પહોંચ્યો અને લોરેન્સ બિશ્નોઈ ગેંગમાં સામેલ થયો.

રણદીપ મલિક અમેરિકામાં હોવાની જાણકારી છે. તપાસના ઇનપુટ પ્રમાણે વિદેશમાં બેસી અનિલ પંડિતે હાલમાં છ મહિનામાં ભારતમાં ઘણા ગુનાઓને અંજામ અપાવવા માટે પોતાના શૂટરોનો ઉપયોગ કર્યો.

ભારતમાં છેલ્લા છ મહિનામાં અનિલ પંડિતનું નામ હરિયાણાના પાનીપતમાં ખંડણીના મામલામાં સામે આવ્યું. તેના પર પાનીપતમાં બેથી ત્રણ સ્થળે ખંડણી માગવા માટે ગુનાઓને અંજામ આપવાનો આરોપ છે. આ મામલામાં કથિત રીતે અનિલ પંડિતના શૂટર સામેલ હતા. હરિયાણા પોલીસ અને STFએ કાર્યવાહી કરતા સંબંધિત મામલામાં શૂટરોની ધરપકડ કરી છે. આ ઘટનાઓએ હરિયાણામાં સક્રિય ગુનાહિત નેટવર્ક અને વિદેશમાં બેઠેલી કથિત ગેંગ ઓપરેશન વચ્ચે સંભવિત સંબંધોની તપાસને મહત્વની બનાવી છે.

 ગુરૂ રંધાવાના જિમ પર શૂટિંગ

પાનીપત બાદ અનિલ પંડિતનું નામ દિલ્હીમાં એક ફાયરિંગની ઘટનામાં સામે આવ્યું. દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારમાં ગાયક ગુરૂ રંધાવાના જિમ પર ફાયરિંગ કરાવવાનો આરોપ પણ અનિત પંડિત પર છે. આ મામલામાં દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ સેલે કાર્યવાહી કરતા અનિલ પંડિત સાથે કથિત રીતે જોડાયેલા ચાર શૂટરોને ઝડપ્યા હતા.

ધરપકડ થયેલા શૂટર કથિત રીતે સિગ્નલ એપ દ્વારા અનિલ પંડિતના સંપર્કમાં હતા. શૂટરોના કબજામાંથી વિદેશી હથિયાર જપ્ત થવાની જાણકારી મળી હતી. તપાસનો મુખ્ય એન્ગલ વિદેશમાં બેઠેલા કથિત હેન્ડલરઅને ભારતમાં ગુનાને અંજામ આપનાર શૂટરો વચ્ચે કમ્યુનિકેશન અને કો-ઓર્ડિનેશનનો છે.

આ પણ વાંચો- ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો: આરોપીઓની તસવીર વાયરલ

પુણેમાં જ્વેલરી શોરૂમ પર ગોળીબારી

ગુરૂ રંધાવાના જિમ પર ફાયરિંગની ઘટનાના આશરે 15 દિવસ બાદ પુણેમાં એક જ્વેલરી શો રૂમ પર ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટનામાં પણ અનિલ પંડિતનું નામ સામે આવ્યું. મહારાષ્ટ્ર પોલીસે આ મામલામાં અનિલ પંડિત અને શુભમન લોનકર સાથે કથિત રીતે જોડાયેલા શૂટરોને ઝડપ્યા હતા. પુણેમાં ફાયરિંગ કરનાર ત્રણ શૂટર રાજસ્થાડનના હનુમાનગઢમાં રહેતાં હતા.

ગાયક દિલેર ખરકિયાની કાર પર હુમલો

અનિલ પંડિત પર હરિયાણાના ભિવાડીમાં જાણીતા ગાયક દિલેર ખરકિયાની કાર પર પણ ફાયરિંગ કરાવવાનો આરોપ છે. આ ઘટનાને પણ તેના કથિત ગુનાહિત નેટવર્કની ગતિવિધિ સાથે જોડીને જોવામાં આવી રહી છે. ઘટના પાછળનું કારણ ખંડણી, ધમકી અને કથિત ગેંગ કનેક્શનની તપાસના મહત્વપૂર્ણ પાસા છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા નામ
1. રણદીપ મલિકઃ અમેરિકામાં હોવાની સંભાવના છે
2. હેરી બોક્સર
3. હરમન સંધૂ
4. અનિલ પંડિત
5. ટાયસન બિશ્નોઈ
6. શુભમ લોનકર
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES