હાર્દિક પટેલ જેવા હાલ થશે? જંતર-મંતર હંગામામાં CJP નેતાઓ સૌરભ દાસ અને આશુતોષ રાંકા પર 5 વર્ષની જેલનું જોખમ!
Cockroach Janata Party : કાનૂની નિષ્ણાતો દિલ્હી પોલીસે દાખલ કરેલી ફરિયાદની કલમો આધારિત કહી રહ્યાં છે કે સૌરભ દાસ અને આશુતોષ રાંકા માટે મુશ્કેલીઓ ઓછી થવાની નથી. 5 દિવસની આ જેલ તો ફક્ત શરૂઆત છે એમને 2થી 5 વર્ષની જેલ થઈ શકે છે. ગુજરાતના હાર્દિક પટેલ જેવા હાલ આ સીજેપી નેતાઓના થાય તો નવાઈ નહીં...
Saurabh Das : મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમાર અને સરની ચૂંટણી પ્રક્રિયા સામે વિરોધ પ્રદર્શન મામલે દિલ્હીના જંતર મંતરમાં અન અધિકૃત રૂપે પ્રવેશ કરવાના કેસમાં કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ સૌરભદાસ અને આશુતોષ રાંકાની કાયદાકીય મુશ્કેલીઓ વધવાની છે.
બુધવારે સ્પેશ્યલ એક્જયુકિટિવ મેજિસ્ટ્રેટની કોર્ટે બંને નેતાઓને 5 દિવસ તિહાડ જેલમાં મોકલી દીધા છે. આ મામલે કાયદાકીય નિષ્ણાતો કહે છે કે, પોલીસે આ વખતે ફરિયાદમાં જે ધારાઓ લગાવી છે એમાં 2થી 5 વર્ષની જેલની જોગવાઈ છે.
હાર્દિક પટેલ ભાજપની ખિસકોલી બની ગયા
સીજેપી નેતાઓ આશુતોષ રાંકા અને સૌરભ દાસના ગુજરાતના હાર્દિક પટેલ જેવા હાલ થઈ શકે છે. સરકાર ચૂપચાપ છે પણ પોલીસ પોતાની કામગીરી કરી રહી છે. અમિત શાહ કાયદાના મામલે પાક્કા છે. ગુજરાતનો એમની પાસે અનુભવ પણ છે. ગુજરાતમાંં પાટીદાર આંદોલન સમયે કાયદાનો ભંગ કરતા હાર્દિક પટેલને એ સમયે ફરિયાદો સરકાર પાછી ખેંચી લેશે એવો ભરોસો હતો પણ જેલમાં ગયા બાદ હાર્દિક પટેલ બદલાઈ ગયા છે. એક સમયે ભાજપના ટોચના નેતાઓ વિશે મનફાવે એમ બોલતા હાર્દિક પટેલ હાલમાં ભાજપની ખિસકોલી બની ગયા છે. આવી જ સ્થિતિ સીજેપીના નેતાઓની થાય તો નવાઈ નહીં.
5 દિવસની જેલ માત્ર ટ્રેલર
12 ઓક્ટોબરના રોજ દિલ્હી પોલિસે જંતર મંતરના સ્થળને વિરોધ પ્રદર્શન કરવાની યાદીમાંથી હટાવી દીધું હતું. આમ છતાં 13 ઓક્ટોબરના રોજ સવારે સૌરભ દાસ અને આશુતોષ રાંકા બેરિકેડ કૂદીને જંતર મંતરમાં ગયા હતા અને ભારતનો રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો. બંને નેતાઓએ 11 ઓક્ટોબરના રોજ જ 50 હજાર રૂપિયાના બોન્ડ ભર્યા હતા. હવે ફરી કાયદો હાથમાં લેવાના પ્રયાસમાં SEM કોર્ટે એમના બોન્ડ રદ કરી દીધા હતા અને 5 દિવસ માટે જેલભેગા કરી દીધા છે.
2થી 5 વર્ષની જેલની જોગવાઈ છે બીએનએસની ધારાઓમાં
દિલ્હી પોલીસ હવે એક્ટિવ થઈ ગઈ છે. હવે એને કોર્નોટે પ્લેસ અને જંતર મંતર પર ભારતીય ન્યાય સંહિતાની ગંભીર અને ગેર જામીન વાળી ધારાઓ લાગુ કરી છે.
કલમ 132 ( BNS) સરકારી કર્મચારી પર હુમલો કે બળપ્રયોગ
શું કહે છે કાયદો ; ફરજ પર હાજર પોલીસકર્મી કે લોક સેવકને કામ કરતા રોકવા માટે બળ પ્રયોગનો ઉપયોગ કરવો.
કલમ 121(1) (BNS) ફરજ પર હાજર પોલીસકર્મીને ઈજા પહોંચાડવી
લોક સેવકને કાનૂની આદેશનું પાલન કરતા રોકવા માટે ઈજા પહોંચાડવી કે દર્દ થાય એવો પ્રયાસ કરવો
સજાની જોગવાઈ : વધુમાં વધુ 5 વર્ષની સજાની જોગવાઈ
કલમ 332 (BNS) ગુનો કરવાના ઈરાદે ગેરકાયદે પ્રવેશ
જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રતિબંધિત વિસ્તારમાં કે ખાનગી સંપત્તિમાં કોઈ ગુનો કરવાના ઈરાદે ખોટી રીતે પ્રવેશ કરે
સજાની જોગવાઈ : જો ઈરાદો સામાન્ય હોય તો 2 વર્ષની સજાની જોગવાઈ અને ગુનો ગંભીર હોય તો 7 વર્ષની સજાની જોગવાઈ છે.
વરિષ્ઠ વકીલોના અનુમાન અનુસાર 5 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી પૂરી થતાં જ દિલ્હી પોલીસ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરશે અને ટ્રાયલ કોર્ટ (BNS 132, 121, 332)ની કલમો હેઠળ સુનાવણી કરશે. જો પોલીસ આ કેસમાં કોર્ટમાં એ સાબિત કરવામાં સફળ રહી કે પ્રદર્શન કર્તાઓએ પોલીસ સાથે હાથાપાઈ કરી હતી તો સૌરભદાસ અને આશુતોષ રાંકાને 2થી 5 વર્ષની સજા થઈ શકે છે.
15 ઓક્ટોબરના રોજ આ કેસની આગળની કાર્યવાહી થઈ શકે છે. ગુજરાતમાં હાર્દિક પટેલને ચૂપ કરાવવા માટે ભાજપે કાયદાનો સહારો લીધો હતો. હાલમાં દીપકે સાઈડ છે પણ રાંકા અને દાસ કાયદાના સકંજામાં ભરાઈ શકે છે. અજિક્ય શિંદે પણ આ કેસમાં સામેલ હતો પણ એને પહેલીવાર કાયદાનો ભંગ કર્યો હોવાથી પોલીસે બોન્ડ ભરીને જામીન પર મુક્ત કર્યો હતો.