SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Election Commission: SIR ને લઈ ચૂંટણી પંચની સ્પષ્ટતા, જે લોકોના નામ મતદાર યાદીમાં નથી તે ભરી શકે છે ફોર્મ 6

Election Commission Announcement on SIR: દેશભરમાં મતદાર યાદીમાંથી નામ કપાયાની વાતને લઈને જે હોબાળો ચાલે છે તે મામલે હવે ચૂંટણી પંચ એ મોટી જાહેરાત કરી દીધી છે. ચૂંટણી પંચ એ કહ્યું છે કે જે મતદાતાઓના નામ મતદાર યાદીમાં નથી તે ફોર્મ 6 ભરી શકે છે.

Written By Krupa Shah
Published: Nov 04, 2026, 08:46 AM IST | Updated: Nov 04, 2026, 08:52 AM IST
Join

Election Commission Announcement on SIR: SIR મુદ્દે દેશભરમાં હોબાળો ચાલી રહ્યો છે. હવે આ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. મતદાર યાદીમાં ફરીથી નામ નોંધાવાને લઈને લોકોના મનમાં જે મૂંઝવણ છે તેને દુર કરે તેવી જાહેરાત ચૂંટણી પંચ એ કરી દીધી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર જે મતદારોના નામ ડ્રાફ્ટ વોટર લિસ્ટમાં નથી તેઓ ફોર્મ 6 ભરી ફરીથી નામ નોંધાવી શકે છે.

ફોર્મ 6 ને લઈને મૂંઝવણ

SIR હેઠળ ફોર્મ 6 ભરવાને લઈને લોકોના મનમાં ભ્રમ છે. ચૂંટણી પંચએ આ ભ્રમ દુર કરવા સ્પષ્ટતા કરી છે. મતદાર યાદીમાં નામ નોંધાવા માટે ફોર્મ 6 ભરવાનું હોય છે. જેમાં એક જગ્યાએ ખાતરી આપવાની હોય છે કે તેમનું નામ પહેલીવાર મતદાર યાદીમાં સામેલ થઈ રહ્યું છે. હવે સ્થિતિ એવી છે કે જે લોકોના નામ મતદાર યાદીમાં નથી તેઓ આ ફોર્મ ભરવામાં અચકાય છે. 

તેમને લાગે છે કે જો તેઓ ફોર્મ 6 માં એવી ઘોષણા કરશે કે તેમનું નામ પહેલીવાર નોંધાઈ રહ્યું છે તો તેમના વિરુદ્ધ ખોટું નિવેદન આપવાનો કેસ થઈ શકે છે. આ મામલે ચૂંટણી પંચએ સ્પષ્ટતા કરી છે કે જે નામ ડ્રાફ્ટ રોલમાં નથી તેઓ ફરીથી ફોર્મ 6 ભરી શકે છે. આ સ્થિતિમાં તેમણે ભરેલી ઘોષણા ખોટી નહીં ગણાય અને તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય.

લોકોની ગેરસમજ દુર કરવા સ્પષ્ટતા

ચૂંટણી પંચ દ્વારા લોકોની ગેરસમજ દુર કરવા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ડ્રાફ્ટમાં જેનું નામ નથી તેઓ ફરીથી નામ નોંધાવા માટે ફોર્મ 6 ભરે તો તેના વિરુદ્ધ કલમ 31 અંતર્ગત કોઈ કેસ નહી થાય. ભલે તે વ્યક્તિએ ફરીથી ફોર્મ 6 ભર્યું હોય.

ચૂંટણી પંચની આ સ્પષ્ટતા પછી લોકો પોતાનું નામ મતદાર યાદીમાં જોડવા માટે ફરીથી ફોર્મ 6 ભરી શકે છે. પરંતુ હા શરત એટલી છે કે તેનું નામ કોઈ બીજી લોકસભા કે વિધાનસભા બેઠક પર પહેલાથી નોંધાયેલું ન હોવું જોઈએ. એટલે કે કોઈ એક લોકસભા કે વિધાનસભામાં મતદાર તરીકે વ્યક્તિનું નામ નોંધાયેલું છે તો પછી બીજી જગ્યાએ તે મતદાર ન બની શકે. અન્ય લોકો ફોર્મ 6 ભરી શકે છે.

દિલ્હી હાઈકોર્ટની ટકોર

ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઈકોર્ટે પણ કહ્યું હતું કે જે લોકોના નામ યાદીમાંથી નીકળી ગયા છે તે લોકો ફરીથી નામ નોંધાવા ફોર્મ 6 ભરે તો તેમાં પહેલીવાર નામ નોંધાઈ રહ્યું છે તેવી ઘોષણા ભરવામાં લોકોને ડર લાગે છે. જેને લઈને ચૂંટણી પંચ દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. સાથે ચૂંટણી પંચએ તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને આદેશ આપ્યા છે કે આ સ્પષ્ટીકરણનો પ્રચાર-પ્રસાર દેશની સ્થાનિક ભાષાઓમાં પણ કરવામાં આવે જેથી લોકોની ગેરસમજ દુર થઈ જાય અને તેઓ ફરીથી ફોર્મ 6 ભરી પોતાનું નામ નોંધાવી શકે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES