SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

પિતા NDAના સમર્થનથી બન્યા RS સાંસદ અને પુત્ર હવે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર..જાણો કોણ છે ધનરાજ નથવાણી?

ઉત્તર પ્રદેશમાં ખાલી પડેલી રાજ્યસભાની 10 સીટો માટે ચૂંટણી થવા જઈ રહી છે. સમાજવાદી પાર્ટીએ એક ઉમેદવારનું નામ જાહેર કરીને બધાને ચોંકાવી દીધા હતા કારણ કે તેમાંથી એક નામ પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ પરિમલ નથવાણી છે. પિતા એનડીએમાંથી રાજ્યસભામાંથી સાંસદ અને પુત્ર હવે સપામાંથી ભરી રહ્યા છે નામાંકન. આજે ધનરાજ નથવાણીએ સપા અધ્યક્ષ અખિલેશ યાદવની હાજરીમાં પોતાની ઉમેદવારી નોંધાવી.

Written By Viral Raval
Published: Sep 30, 2026, 12:44 PM IST | Updated: Sep 30, 2026, 01:04 PM IST
Join

ઉત્તર પ્રદેશની રાજ્યસભા ચૂંટણીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સમાજવાદી પાર્ટીએ પોતાના બે ઉમેદવારોના નામ જાહેર કરતા જ સોપો પડ્યો છે. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામગોપાલ યાદવ ઉપરાંત ઉદ્યોગપતિ ધનરાજ નથવાણીએ આજે લખનઉમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવની હાજરીમાં નામાંકન દાખલ કર્યું. આ ઉપરાંત પ્રો. રામગોપાલ યાદવે પણ પોતાની ઉમેદવારી નોંધાવી. પિતા ઝારખંડથી રાજ્યસભામાં પહોંચ્યા છે. હવે પુત્ર ધનરાજ અને પિતા પરિમલ નથવાણી બંને સંસદના ઉપલા ગૃહમાં જોવા મળશે પરંતુ અલગ અલગ રાજ્યમાંથી! 

સપાના સરપ્રાઈઝ ઉમેદવાર 
રામગોપાલ યાદવ એ સપના રાષ્ટ્રીય મહાસચિવ છે તથા અખિલેશ યાદવના કાકા છે. તેઓ રાજ્યસભામાં જશે એ તો નક્કી મનાતું હતું. પરંતુ  સપા તરફથી જે બીજા ઉમેદવારની જાહેરાત થઈ તે છે ધનરાજ પરિમલ નથવાણી. આ નામ સામે આવતા જ બધા અચંબિત થયા છે. કારણ કે તેમના પિતા ભાજપના નેતૃત્વવાળા એનડીએમાંથી રાજ્યસભામાં સાંસદ છે અને દેશના મોટા ઉદ્યોગપતિ છે.

ધનરાજ પરિમલ નથવાણી

ભારે હંગામા વચ્ચે ચૂંટણી પંચનો મોટો બદલાવ, ફોર્મ 6માંથી હટ્યો SIRવાળો ભાગ, જાણો વિગતવાર માહિતી

ધનરાજ નથવાણીના પિતા એનડીએના સાંસદ
ધનરાજ નથવાણી એ પરિમલ નથવાણીના પુત્ર છે. જે હાલમાં ઝારખંડથી રાજ્યસભા સાંસદ છે. તેમણે અપક્ષ ચૂંટણી લડી હતી પરંતુ ભાજપે તેમને સમર્થન આપ્યું હતું.  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નથવાણી ભારતીય કોર્પોરેટ અને રાજનીતિક જગતમાં ખાસ ઓળખ ધરાવે છે.

પરિમલ નથવાણી વિશે વાત કરીએ તો તેમણે વર્ષો પહેલા મુંબઈમાં કોલ્ડ ડ્રિંગ્સ બાદ સાબુની ફેક્ટરી લગાવી હતી. ત્યારબાદ 1990ના દાયકામાં તેમણે ગુજરાતના વડોદરામાં લગભગ 40 આસપાસ પીસીઓ પણ ચલાવ્યા. શેરબજારમાં કિસ્મત અજમાવવાની કોશિશ કરી પરંતુ મોટા આર્થિક નુકસાનના કારણે તણાવ ભોગવવો પડ્યો. પરંતુ 1997માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સંસ્થાપક ધીરુભાઈ અંબાણી સાથે મુલાકાત બાદ રિલાયન્સમાં જોડાયા.

ક્રિકેટમાં પણ દમખમ ધરાવે

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES