SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

દિલ્હી ફરી શર્મસાર, પહેલા કેફેમાં દારુની પાર્ટી કરી પછી ગૃપની મેમ્બર પર આચરી ક્રૂરતા, 2 મહિલા સહિત 3 લોકો પકડાયા

દેશની રાજધાની ફરી એકવાર શર્મસાર થઈ છે. અહીં એક યુવતી પર કથિત ગેંગરેપનો મામલો નોંધાયો છે. ઘટનાની પ્રાથમિક માહિતી અનુસાર સાથે કામ કરતાં મિત્રો કેફેમાં દારુની પાર્ટી કરવા પહોંચ્યા હતા. પાર્ટી પછી ગૃપની જ મેમ્બર પર ક્રૂરતા આચરવામાં આવી છે.

Written By Krupa Shah
Published: Nov 25, 2026, 07:40 IST | Updated: Nov 25, 2026, 07:43 IST
Join

દેશની રાજધાની દિલ્હીમાં  ફરી એક વખત ગેંગરેપની ઘટના બની છે. જાણવા મળતી માહિતી અનુસાર દિલ્હીના પ્રીત વિહાર વિસ્તારમાં આવેલા એક કેફેમાં લેટ નાઈટ પાર્ટી પછી 22 વર્ષની યુવતી સાથે કથિત ગેંગરેપ કરવામાં આવ્યો. જાણકારી અનુસાર આરોપી અને પીડીતા એક જ કેફેમાં કામ કરતા હતા અને કામ પછી દારૂની પાર્ટી કરવા પહોંચ્યા હતા દારૂ પીધા પછી ગ્રુપના યુવકોએ 22 વર્ષીય યુવતી પર ક્રૂરતા આચરી હતી. પીડીતાનો આરોપ છે કે આ કામમાં તેના ગ્રુપમાં સાથે આવેલી બે મહિલાઓએ પણ મદદ કરી.

યુવતીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ બાદ તુરંત કાર્યવાહી શરૂ કરવામાં આવી અને બે મહિલા આરોપી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી. ગેંગરેપમાં સંડોવાયેલા અન્ય યુવકોને શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે.

દિલ્હીના પ્રીત વિહાર વિસ્તારમાં ઘટના બની

ગેંગરેપની ઘટના અંગે મળતી માહિતી અનુસાર દિલ્હીના પ્રીત વિહાર વિસ્તારમાં આ ઘટના બની છે. પ્રીત વિહાર વિસ્તારમાં આવેલા એક કેફે માં આઠ મિત્રોનું ગ્રુપ પાર્ટી કરવા માટે પહોંચ્યું હતું. જાણવા એવું પણ મળે છે કે આ બધા જ લોકો કેફેમાં સાથે કામ કરતા હતા. રાત્રે 11:30 કેફે બંધ થઈ ગયા પછી આઠમાંથી એક મિત્ર જેની પાસે કેફેની ચાવી રહેતી હતી તેને ફરીથી કેફે ખોલ્યું અને અંદર આઠ લોકોએ પાર્ટી કરી. સવારે 3:30 કલાક સુધી પાર્ટી થઈ અને ત્યાંથી બધા મિત્રો સાથે નીકળ્યા. કેફેમાં દારૂની પાર્ટી કર્યા પછી આરોપીઓએ પીડિતા સાથે ગેંગરેપ કર્યો.

ઘટનામાં બે મહિલાઓની પણ સંડોવણી

ઘટના બાદ તુરંત જ પીડીતા એ પ્રીત વિહાર વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ગેંગરેપની ફરિયાદ નોંધાવી. પીડિતાનો આરોપ છે કે દારૂની પાર્ટી કર્યા પછી તેની સાથે ગેંગરેપની ઘટના બની અને આ કામમાં કેફેની મહિલા કર્મચારીઓએ આરોપીની મદદ કરી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઇને પોલીસે તુરંત જ કાર્યવાહી કરી અને ઘટનામાં સંડોવાયેલી બે મહિલાઓની ધરપકડ કરી. આ મામલે અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે ઘટનામાં સંડોવાયેલા ચાર આરોપીઓ હજુ પણ પોલીસની પકડથી બહાર છે જેમની શોધખોળ પોલીસ કરી રહી છે.

મહત્વનું છે કે સપ્ટેમ્બર મહિનામાં પણ દિલ્હીના કાલકાજી વિસ્તારમાં એક યુવતી સાથે ગેંગરેપની ઘટના નોંધાઇ હતી. સપ્ટેમ્બર મહિનાની ઘટનામાં યુવતી પોતાના મિત્ર સાથે કાલકાજી મંદિર દર્શન કરવા માટે પહોંચી હતી મંદિરેથી પરત ફરતી વખતે મહિલા અને તેનો મિત્ર પાર્કમાં ગયા હતા જ્યાં ત્રણ યુવકો આવ્યા અને તેઓ દિલ્હી પોલીસના કર્મચારી હોવાનું કહીને યુવક યુવતીને ધમકાવા લાગ્યા. ત્રણમાંથી એક વ્યક્તિએ યુવકને પકડી રાખ્યો અને ત્યાર પછી યુવતી પર પાર્કમાં ક્રૂરતા આચરવામાં આવી. સપ્ટેમ્બર મહિના પછી ફરી એક વખત દિલ્હીમાં ગેંગરેપનો મામલો નોંધાયો છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES