SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

રસ્તો બદલીને વાવાઝોડા 'અક્વાન'એ તાંડવ મચાવવાનું શરૂ કર્યું, આગામી 3 કલાક રહેશે ભારે! 10 રાજ્યોમાં જોવા મળશે અસર

બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા વાવાઝોડા અક્વાનને લઈને આંધ્ર પ્રદેશથી લઈને ઓડિશા સુધી હડકંપ મચ્યો છે. IMDની લેટેસ્ટ અપડેટ મુજબ વાવાઝોડા અક્વાનની લેન્ડફોલ પ્રોસેસ ગોપાલપુર પાસે શરૂ થઈ ગઈ છે. આ પ્રોસેસ 3 કલાક સુધી ચાલી શકે છે. જો કે આજે સવારે અક્વાન વાવાઝોડું નબળું પડીને સિવિયર સાઈક્લોનિક સ્ટોર્મમાંથી સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાયું છે.

Written By Viral Raval
Published: Nov 20, 2026, 08:31 IST | Updated: Nov 20, 2026, 11:49 IST
Join

ચક્રવાતી તોફાન અક્વાનના પગલે ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદની સાથે સમુદ્રમાં ઊંચી લહેરો ઉઠી શકે છે. આ ઉપરાંત બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, મધ્ય ભારત અને પૂર્વોત્તરના અનેક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ભારતના પંજાબ, હરિયાણા, દિલ્હી અને યુપીમાં પણ ગાઢ ધૂમ્મસને લઈને એલર્ટ જાહેર કરાયું છે.

લેટેસ્ટ અપડેટ, લેન્ડફોલ પ્રોસેસ શરૂ થઈ ગઈ

વાવાઝોડું અક્વાન આજે સવારે લગભગ સાડા સાતથી સાડા આઠની વચ્ચે આંધ્ર પ્રદેશ અને ઓડિશાની વચ્ચે ગોપાલપુર કાંઠે ત્રાટક્યું. આ દરમિયાન પવનની ઝડપ 70થી 90 કિમી પ્રતિ કલાક જોવા મળી. તોફાનનું લેન્ડફોલ હજુ ચાલુ છે. તોફાનની અસરના કરાણે ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઓડિશામાં લગભગ 3 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા છે. 

વાવાઝોડા 'અકવાન'નો ખતરો વધ્યો! 50 હજાર લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા, જાણો કયા જિલ્લામાં છે એલર્ટ

વાવાઝોડાએ રસ્તો બદલી નાખ્યો

પહેલા એવું અનુમાન હતું કે અક્વાન આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ત્રાટકશે પરંતુ ગુરુવારે વાવાઝોડાએ રસ્તો બદલી નાખ્યો અને તે હવે આંધ્ર પ્રદેશ અને ઓડિશા વચ્ચે ત્રાટકી રહ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ પહેલા તોફાન ગુરુવારે જ કાંઠે ત્રાટકશે એવી માહિતી આપી હતી પરંતુ હવે શુક્રવારે અથડાઈ રહ્યું  છે. 10 રાજ્યોમાં ચક્રવાતની અસર જોવા મળશે. જેમાં આંધ્ર પ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી, તેલંગણા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ,  બિહાર, મધ્ય પ્રદેશ સામેલ છે.

ઓડિશામાં 3 લાખ લોકોને રેસ્ક્યૂ કરાયા
ચક્રવાતના જોખમના પગલે ઓડિશા સરકારે મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું છે. 19 નવેમ્બર સાંજ સુધીમાં 2,98,676 લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડી દેવાયા હતા. જેમને 2523 શેલ્ટર્સમાં રખાયા છે. રાજ્યમાં 9341 સાઈક્લોન શેલ્ટર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 423 ટીમોને બચાવ અને રાહત કાર્ય માટે તૈનાત કરાઈ છે.

69 ટ્રેનો રદ, અનેકના ટાઈમ બદલાયા
સાઈક્લોનના કરાણે ઈસ્ટ કોસ્ટ રેલવેએ 41 ટ્રેનો રદ કરી છે. જ્યારે 29 જેટલી ટ્રેનોના ટાઈમ બદલાયા છે. સાઉથ ઈસ્ટર્ન રેલવેએ પણ ઓછામાં ઓછી 28 ટ્રેનો રદ કરી છે. પુરી અને આસપાસના વિસ્તારોમાં પર્યટન ગતિવિધિ પર રોક લગાવવામાં આવી છે. 

આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આજે પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, આંદમાન નિકોબાર, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, તમિલનાડું, આંધ્ર પ્રદેશ, તેલંગણા, કેરળ, કર્ણાટક અને ઓડિશામાં ભારે વરસાદ અને આંધી તોફાનની આગાહી છે. આ ઉપરાંત યુપી, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, અને બિહારમાં ઠંડી હવાની સાથે ધુમ્મસ જોવા મળી શકે છે. ભારે વરસાદની પણ આશંકા છે.

આજે તબાહી મચાવશે અક્વાન!

તોફાન અક્વાન આજે રૌદ્ર સ્વરૂપ દેખાડી શકે છે. ઓડિશા અને આંધ્રમાં રેસ્ક્યૂ ટીમો તૈનાત કરાઈ છે. હવાની ઝડપ 110 કિમી પ્રતિ કલાકથી પણ વધુ પહોંચી શકે છે. ઓડિશામાં સૌથી વધુ અસર જોવા મળી શકે છે. અહીં 6 જિલ્લામાં 21 નવેમ્બર સુધી શાળા, કોલેજો, આંગણવાડી બંધ રાખવાના નિર્દેશ છે. જ્યારે લોકોને સુરક્ષિત સ્થળો પર જવાની ચેતવણી અપાઈ છે. તોફાનની અસરથી ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્રમાં ભારે વરસાદ ચાલુ છે. જ્યારે આંધ્રમાં પણ સુરક્ષાની રીતે નેવી અને અન્ય એજન્સીને રેસ્ક્યૂ વર્ક માટે એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા છે.

'બેગમાં ગાંજો મૂકીને ફસાવી દઈશું..' હોટલમાં રોકાયેલા કપલને ધમકાવતી પોલીસનો Video વાયરલ થતા હડકંપ

વાવાઝોડાનું નામ ઈરાને રાખ્યું

આ વખતે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું ઉદભવ્યું છે તેનું નામ ઈરાને રાખ્યું છે. ઈરાનની પૌરાણિક કથાઓમાં અક્વાન એ એક રાક્ષસનું નામ છે. તેનો ઉલ્લેખ ફારસના જાણીતા મહાકાવ્ય શાહનામામાં જોવા મળે છે. વાર્તા મુજબ અક્વાન એક શક્તિશાળી રાક્ષસ હતો જેનો મુકાબલો યોદ્ધા રુસ્તમ સાથે થયો હતો. બંગાળની ખાડી અને અરબ સાગરમાં આવતા વાવાઝોડાઓના નામ રાખવાની શરૂઆત 2000થી થઈ હતી. ભારત સહિત અનેક દેશોએ ભેગા થઈને એક યાદી તૈયાર કરી હતી. વર્ષ 2018માં આ સમૂહમાં ઈરાન, કતાર, સાઉદી અરબ, યુએઈ અને યમન પણ જોડાયા. આ દેશો વારાફરતી નામ રાખે છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે આ નામ કોઈ રાજનીતિ, ધર્મ, સંસ્કૃતિ કે વ્યક્તિ સાથે જોડાયેલા ન હોય. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES